ગુજરાતમાં આવ્યું ભયાનક ‘તાઉ તે’ વાવાઝોડું, જાણો ક્યાં શું અસર થઈ

Sharing post

ગુજરાત રાજ્ય પર સોમવાર રાતથી તબાહી બનીને વાવાઝોડું તૂટી પડ્યું છે ત્યારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં તારાજી સર્જાઇ છે.

  • ગુજરાત પર ત્રાટકી મહાઆફત
  • ઉના-દીવમાં આખી રાત વાવાઝોડાનું તાંડવ
  • રાજુલા, ગીરસોમનાથ અને જુનાગઢમાં ભયંકર પરિસ્થિતિ

ગુજરાત પર ત્રાટક્યું તૌકતે

ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે.

રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન 
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.

દીવ આખામાં દરિયાનું પાણી ઘૂસ્યુ 
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.

મહુવામાં પણ ભયંકર પરિસ્થિતિ 
તૌકતે વાવાઝોડાને પગલે ભાવનગરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના મહુવામાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીગમાં સામે આવ્યું છે કે મહુવામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ભરાઇય ગયા છે. આખી રાતમાં મહુવામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પાલીતાણામાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

ગીરસોમનાથમાં તૌક્તે વાવાઝોડાએ સર્જી તારાજી
વેરાવળ બંદર પર લાંગરેલી બોટો રાતે ફંગોળાઈ, અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ, ત્રણેક બોટ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી

ભરૂચના દહેજ બંદરે વાવાઝોડાની તીવ્ર અસર 
દહેજના સમુદ્રમાં જોવા મળ્યો ભારે કરંટ, 80થી 100 કિમીની ઝડપે ફૂંકાયો પવન

જામનગરમાં તૌકતે વાવાઝોડાની અસર : મોડી રાત બાદ વહેલી સવારે પણ ફૂંકાયો ભારે પવન

તૌકતેએ મચાવી તવાહી તબાહી : દીવમાં દરિયો ગાંડોતૂર, સાંજે 6 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પડ્યો વરસાદ, અનેક વીજપોલ, હોર્ડિંગ્સ, મોબાઈલ ટાવર ધરાશાયી, વણાકબોરા વિસ્તારમાં ભારે નુકસાન

ભરૂચમાં તૌકતે વાવાઝોડાની અસર : દહેજના દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો, દુકાનોના પતરા ઉડી ગયા

જૂનાગઢ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર : ભારે પવન સાથે પડ્યો વરસાદ, 82 જેટલા વીજપોલ, 44 જેટલા વૃક્ષ ધરાશાયી, જિલ્લામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ

તૌકતે વાવાઝોડાની અસર, ભાવનગર જળબંબાકાર : પાલિતાણામાં સવાર સુધીમાં 6 ઈંચ વરસાદ, મહુવામાં રાત્રી દરમિયાન કુલ 5 ઈંચ વરસાદ, સમગ્ર શહેરમાં વીજપુરવઠો રાતથી જ ખોરવાયો

બોટાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી : લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા આદેશ, જરૂરી ચીજવસ્તુઓ માટે પણ બહાર ન નિકળવા આદેશ

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!