આરોગ્ય/ તરબૂચ જ નહીં તેના બીજમાં પણ છે અનેક ખૂબીઓ, ફાયદા જાણશો તો ફેંકી દેવાની ભૂલ નહીં કરો

તરબૂચ જ નહીં તેના બીજમાં પણ છે અનેક ખૂબીઓ, ફાયદા જાણશો તો ફેંકી દેવાની ભૂલ નહીં કરો
ગરમીની સીઝન એટલા માટે ખાસ હોય છે કારણ કે આ દરમિયાન કેરી, લીચી અને તરબૂચ જેવા રસદાર ફળો ખાવા મળે છે. તરબૂચ તમને ગરમીમાં લૂ લાગવા અને બીમાર પડવાથી પણ બચાવે છે કારણ કે તરબૂચમાં 92-93 ટકા સુધી પાણી હોય છે. સાથે જ તેમાં વિટામીન સી, વિટામીન એ અને પોટેશિયમ સહિત ઢગલાબંધ પોષકતત્વો પણ જોવા મલે છે. તેથી સ્વાસ્થ્ય માટે પણ તરબૂચ ખૂબ જ લાભકારક હોય છે.
તરબૂચના બીજના અનેક ફાયદા
પરંતુ તરબૂચના બીજનું તમે શું કરો છો? જો કોઇ તમને તે સવાલ પૂછે તો તમારો જવાબ પણ એ જ હશે કે તરબૂતના બીજ ફેંકી દેવામાં આવે છે. આજે અમે તમને તરબૂચના નાનકડા કાળા રંગના બીજના ફાયદા વિશે જણાવવા જઇ રહ્યાં છે. જેને જાણ્યા બાદ તમે ક્યારેય તરબૂચના બીજને ડસ્ટબિનમાં ફેંકવાની ભૂલ નહીં કરો. તરબૂચના બીજમાં કેલરીઝ બિલકુલ નથી હોતી અને તેમાં ઝિંક, આયરન, ફોલેટ, પોટેશિયમ જેવા ન્યુટ્રિએંટ્સ હોય છે. તેના માટે તરબૂચના બીજને સૂકવી લો અને પછી તેને હળવા શેકીને ખાઇ શકો છો.
હાડકાને મજબૂત બનાવે છે તરબૂચના બીજ
તરબૂચના બીજમાં કૉપર, મેંગેનીઝ અને પોટેશિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. સાથે જ બોન ડેંસિટીમાં પણ સુધાર લાવવામાં મદદ કરે છે. તરબૂચના બીજને સુકવીને ખાવાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ લાભકારક માનલામાં આવે છે તરબૂચના બીજ. તેનું કારણ એ છે કે કાળા રંગના આ નાનકડા બીજ બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક સારો ઓપ્શન છે.
હાર્ટને હેલ્ધી રાખે છે.
તરબૂચના બીજમાં મેગ્નેશિયમ રહેલુ છે જે હાઇપરટેંશનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાઇ બ્લડ પ્રેશરનો સીધો સંબંધ હ્રદય રોગ સાથે હોય છે. નિયમિત રૂપે આ બીજનું સેવન કરવાથી બ્લડ પ્રેશન કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્ધી રહે છે.
સ્કિન અને વાળ માટે પણ લાભકારક
ખીલ અને ચહેરા પર વધતી ઉંમરના નિશાન જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે તરબૂચના બીજ. તેને સૂકવીને અને શેકીને ખાવાથી તમારી સ્કિન અંદરથી હેલ્ધી અને ગ્લોઇંગ બની શકે છે. સાથે જ બીજોમાં મળતા ન્યૂટ્રિએંટ્સ વાળની ક્વોલિટી સુધારવામાં પણ મદદ કરે છે અને હેર ફૉલની સમસ્યા દૂર થાય છે.