કોરોનામાં અનેક રોગોનો રામબાણ ઈલાજ છે હળદર ચૂર્ણ-turmeric powder for health benefits

કોરોનામાં અનેક રોગોનો રામબાણ ઈલાજ છે હળદર ચૂર્ણ
**હળદર ચૂર્ણ**
* મધુ પ્રમેહ,( મીઠી પેશાબ) અને અન્ય રોગોમાં ઉપયોગી*
હિન્દુસ્તાનમાં કોઈ ઘર એવું નહિ હોયકે જ્યાં હળદર ન હોય.ઘર ઘરના આટલા અતિ વ્યાપક દ્રવ્યની આયુર્વેદાચાર્ય ઓએ આહાર અને ઔષધ રૂપે ઘણી પ્રતિષ્ઠા કરી છે.મોટા માં મોટા રોગો અને અકસ્માત પ્રસંગોમાં પણ હળદર ચૂર્ણની યોજના કરી છે.તેના સરળ અને સાદા માં સાદા પ્રયોગો પણ ઘણા ગંભીર કે લાંબા ચાલનારા રોગોને દૂર કરતા હોય છે.
મીઠી પેશાબમાં હળદર…
આજના યુગમાં મીઠી પેશાબ,ડાયાબિટીસ,પ્રમેહ કે મધુ પ્રમેહના નામે વ્યાપક થતા જતા રોગમાં આયુર્વેદે હળદરને શ્રેષ્ઠ ગણાવેલ છે.આમળાના રસ અને મધ સાથે હળદરનું ચૂર્ણ ખાવાથી પ્રમેહ મટે છે.આનો અર્થ એ પણ થઈ શકે કે જે વ્યક્તિ રોજ પૂરતા પ્રમાણમાં હળદર ખાય તેને કદાપિ પ્રમેહ થઈ ન શકે.પ્રમેહ ે મુખ્યત્વે કરીને કફ જન્ય વ્યાધિ છે.વીસ જાતના પ્રમહેના દસ કફના,છ પિત્તના,અને ચાર વાયુના પ્રમેહ છે.હળદર કફ વાત શામક છે.અને તૂરી ,કડવી, હોવાથી પિત્તનો પણ નાશ કરે છે શોષક, ગ્રાહી અને પાચક છે એટલે બધી જાતના પ્રમહેમાં પણ ઘણુજ અસર કારક ઔષધ બને છે.સો મિલી ગ્રામ હળદરના રસમાં આવશ્યક ચોખ્ખું મધ મેળવીને લાંબા સમય સુધી પથ્ય પાલન સાથે સેવન કરતા રહેવાથી અસાધ્ય જેવો ગણાતો આં રોગ મટી જાય છે અથવા તો આગળ વધતો અટકી જાય છે.પ્રમેહ મોટે ભાગે કફ થવાની પ્રકૃતિવાળી,સ્થૂળ અને મેદસાર વ્યક્તિને થવાની વધુ શક્યતા છે.જ્યારે હળદર ચૂર્ણ શોષક અને અપ કર્ષણ ગુણ વાળું હોવાથી મેદ અને કફને મટાડે છે.
ચામડીના રોગોમાં આંતર બાહ્ય ઉપયોગી
ખસ,ખરજવા, ખજવાળ,દાદર,સોરાયસીસ,ધોળો કોઢ,વગેરે વીસ પ્રકારના ચર્મરોગ ( કુષ્ઠ રોગો) પણ કફ જન્ય છે.ચર્મ રોગનું પ્રધાન લક્ષણ કડું – ખુજલી આવવી તે છે.અને તેનું સૂત્ર છે ” ન કફન વિના કડું ” કફ વગર ખંજવાળ નહિ તે સૂત્ર પ્રમાણે કફ દૂર થાય તો કડું પણ દૂર થાય.હળદર કફઘન હોવાથી તે સ પ્રમાણ ખાનારને ચર્મરોગથવાની ભીતિ રહેતી નથી.ખીલ હોય તેમણે સરસિયું તેલ ચોળી ઉપર હળદર ચૂર્ણ ઘસવું.ખીલના દર્દી સરસવ તેલમાં હળદર પકાવીને તેની માલિશ કરે,ખોરાકમાં પુષ્કળ હળદર ખાય અને હળદરનો રસ પીવાનું રાખે તો ઘણો ફાયદો થાય છે.હળદરના ત્રણ પ્રકાર હળદર,આંબા હળદર,અને દારૂ હળદરમાં થી આંબા હળદરના ગુણમાં ” સર્વ કડું વિનાશીની” એવું કહેવાય છે.એટલે સર્વે ચર્મ રોગમાં કે ખંજવાળ નાં દરદ માં શાક માર્કેટમાં થી કાયમ અને ઘણી સોંઘી મળતી હળદર છૂટથી ખાવી જોઈએ.કારણકે તેનો કંદુનાશક ગુણ રક્તમાં રહેલ કફને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે.અર્ધો કપ ગૌ મૂત્રમાં પાંચથી દસ ગ્રામ હળદર મેળવીને લેવાનો શાસ્ત્રમાં કડું નાશક પ્રયોગ છે.
શીળસ માં પુષ્કળ ખંજવાળ આવે અને ઢીમચા ઉપસી આવે તેમાં
” હરિદ્રા ખંડ” નામનું હળદરના ચૂર્ણમાં થી બનાવેલું ઔષધ ખુબજ કામયાબ નીવડે છે.
ગળાના દર્દો
સ્વર ભેદ,કાકડા,અને ઉધરસ , એ ત્રણેય ગળાના દરદો છે. ગળું કફનું સ્થાન હોવાથી તેમાં થતા રોગો પ્રાય: કફ જન્ય હોવાના.બાળકો કફ પ્રકૃતિ વાળા હોવાથી તેને થતા રોગો પ્રાયઃ કફ જન્ય હોય છે.તેથી બાળકોના કાકડા માં તો હળદર પ્રથમ નંબરનું ઔષધ ખી શકાય.કફ જન્ય આહાર ગોળ,ઘી,દહી,દૂધ,બરફ,ખાંડ,મીઠાઈઓ,આઇસ્ક્રીમ,ગોળા,કુલ્ફી,ચોકલેટ,બિસ્કીટ,મગફળી,વગેરે બંધ કરવા.હંમેશા મધ સાથે નાની ચમચી હળદરનો પાઉડર દિવસમાં ત્રણ વખત આપતા રહેવાથી ઓપરેશનની તૈયારી સુધી પહોંચેલા કાકડા પંદરેક દિવસમાં અવશ્ય મટવા નાં સેંકડો કેસ અનુભવાય ગયેલા છે.
સ્વર ભેદમાં પણ હળદર નાખીને પકાવેલું દૂધ લેતા રહેવાથી કે લીલી હળદરના ટુકડા ચૂસતા રહેવાથી અસાધારણ ઝડપી પરિણામ જણાય છે.વાયુથી થયેલી ઉધરસમાં તો દૂધમાં નાખેલી હળદર પીવાનો ઘેર ઘેર પરાપૂર્વથી પ્રચાર છે.
*હળદર શરદી..શ્વાસમાં પણ
કેટલાક લોકોને કાયમી શરદી રહ્યા કરતી હોય છે તેમાં કે શ્વાસમાં પણ ગૌ મૂત્રમાં ભીજવેલી હળદરને સૂકવી તેનો પાઉડર કરી પાંચ થી દસ ગ્રામ સવારે.સાંજે રાત્રે ચત્તા રહેવાથી અને બનેતો તેમાં મરી,પીપર,કે ત્રિકટુ ચૂર્ણ મેળવી મધમાં લેતા રહેવાથી ચમત્કારિક ફાયદો થતો હોય છે.
સઘ વ્રણ અને મૂઢ મારમાં
કઈક વાગવાથી એકાએક રક્તસ્રાવ થાય ત્યારે અન્ય દવા શોધવામાં સમય બગાડવા કરતાં રસોડાની હળદરનો જ કોરો પાઉડર જેમાં મીઠું મેળવેલું ન હોવું જોઈએ કેવળ દબાવીને સખત પાટો બાંધી દેવામાં આવે તો રત્સ્ત્રાવ તુરંત જ બંધ થઈ જાય છે. સોજો આવતો નથી.દુખાવો થતો નથી અને રૂઝ પણ જલદી આવી જાય છે.
સોનામાં પણ હળદર સાથે મીઠું મેળવી તેલ ગરમ કરીને લગાડવામાં આવે છે.ગામડામાં તો આવળ નાં પીળા ફૂલ કે ડોડવા વાટી તેમાં હળદર મેળવી ગરમ કરી લેપ લગાડવાથી માણસ કે પશુમાં થયેલા મૂઢ મારમાં ઘણું અક્ષીર પરિણામ બતાવે છે.આંખના દુખાવામાં જ્યારે સોજા હોય અને ખુજલી આવતી હોય ત્યારે પણ હળદર નો લેપ કરવો કે તેના પાટા બાંધવા પ્રચલિત છે. દારૂ હળદરમાં થી બનાવેલું રસવંતી કે રસાં જન નામનું ઔષધ આંખના રોગોનું અદ્વિતીય ઔષધ છે.અને ઉપરાંત મેદ વૃદ્ધિ,પ્રદર્માં પણ વપરાય છે.
સોજાને મટાડનારી હળદર હાથીપગો માં સૂંઠ,સરસવ,અને દેવદાર મેળવી ગૌમૂત્ર સાથે લેપ કરવાથી અને ગૌ મૂત્ર સાથે હળદર પિવ્રવવાથી ફાયદો થાય છે.
હળદર સર્પ,વીંછી,ઉંદર,વગેરેના ઝેરમાં પણ ઇમરજન્સી કામ આપે છે
જેની વિશેષ જાણકારી લખવામાં વધુ લખાણ થાય જેથી વિસ્તૃત વર્ણવતો નથી.
હળદરની ધુમાડી
બેભાન માણસને ભાનમાં લાવવા તે ઘણી ચિંતાનો વિષય છે.આવી સ્થિતિમાં ભલભલા ચિકિત્સકો મુંજાઈ જતા હોય છે,ત્યારે અનુભવી લોકો હળદરની ધુમાડીઓ આપી ભાનમાં લાવી દે છે સ્ત્રીઓના હિસ્ટરી યા રોગમાં આવતી મુરછાને દૂર કરવા ઘણા લોકો હળદરની ધુમાડો આપતાં જ હોય છે.
આ રીતે હળદરના તો બીજા અનેક નુસ્ખાઓ હજુ પણ છે કે જે લખવાથી આં લખાણ કરતા પણ ચાર ગણું લખાણ થાય તેમ છે જેથી આં હળદર ચૂર્ણની પોસ્ટ ને અહી વિરામ આપતા પહેલા હજુ પણ એક વાત યાદ અપાવી દઉં કે લગ્નમાં વર.. કન્યાને પીઠી ચોળવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેના ગુણથી વર્ણ ઉજળો થાય છે,થાક દૂર થાય,અને સ્ફૂર્તિ રહે છે…