આજે જ જાણી લો કિડની વિશેની આ જાણકારી નહી તો…

આજે જ જાણી લો કિડની વિશેની આ જાણકારી નહી તો…
ફિલ્ટર,ગરણી, ગરણું,એટલે જેમાં ઉપરથી કચરાના મિશ્રણ વાળું પ્રવાહી રડીએ એટલે ગરણી માં કચરો ઉપર રહે અને કચરા વિનાનું શુદ્ધ પ્રવાહી નીચે પડે.
ફિલ્ટર બધીજ ગળણીઓને આં નિયમ લાગુ પડે.એક કિડની સિવાય.
કિડની એક માત્ર એવી ગરણી છે,જેમાંથી અનેક અશુદ્ધિઓ,વધારાના ક્ષારો,વાયુઓ,રસાયણો ભરેલું લોહી પસાર થાય છે.અને આ દરેક વસ્તુ એની નિશ્ચિત જરૂરત પૂરતી માત્રામાં લોહિમાજ રહેવા દઈ ફક્ત વધારાનું જ શરીરને ન જોઈતું નુકશાન કારક હોય તે લોહીમાં જ રહેલા પાણીમાં રીતસર ઓગાળી એને પેશાબ વતે બહાર ફેંકે.આં સમગ્ર ક્રિયા કરતા જે લોહી ફિલ્ટર કર્યું છે એ લોહીનું એક ટીપુ પણ પેશાબ વાટે બહાર ન પડે.
આ આખી ક્રિયાની ફક્ત કલ્પના કરો તો એક જબરજસ્ત અહોભાવ ઉત્પન્ન થાય.
કરોડરજ્જુનાં નીચેના ભાગમાં બે બાજુએ એક એક કિડની ગોઠવાયેલી છે.એક એક કીડનીનું વજન લગભગ પાંચ ઔંસ જેટલું હોય છે.તેનો આકાર કાજુ જેઓ અને રંગ ઘેરો લાલ હોય છે.
દર અડધા કલાકે આખા શરીરનું બધુંજ બારથી પંદર પોઇન્ટ લોહી એક વાર કિડનીમાં પસાર થય જાય છે.
કિડનીની ભીતરમાં પાવરફુલ સુક્ષ્મદર્શક કાચ સિવાય નજરે પણ ન જોઈ શકાય તેવી રક્ત વાહિનીઓ નાં ઝૂમખાં આવેલા છે.દેખાવમાં એ ગોળાકાર હોવાથી અંગ્રેજીમાં એને glomerulus કહેવાય છે.
આ દરેક ઝૂમખાં બારીક પાતળા સ્નાયુઓ membranes નાં બેવડા પડમાં વીંટળાયેલા હોય છે.એનો એક છેડો એક નળી માં પૂંછડીની જેમ ઉતરેલો હોય છે.
આવા ગલોમેરુલ્સના ઝૂમખાં,એનું બેવડું પડ અને પુછડી બધું ભેગુ મળી એક ગરણી જેવું પાત્ર તૈયાર થાય છે.જેને નેફ્રોન (nephron)
કહેવાય છે. આવા એક નેફ્રોનનું નજીકથી નિરીક્ષણ કરિયેતો ગોળ મઠવાલું અને સ્પ્રિંગ ની જેમ ગૂંચળું વળેલી પૂંછડી વાળું કોઈ જંતુ હોય તેવો આકાર લાગે.
આ ગોળ માથું અને ગૂંચળું વળેલી પૂંછડી ખેંચીને નેફ્રોંસ એક સુંદર ડીઝાઇન બનાવી હોય તેમ કિડનીમાં ગોઠવાઇ ગયેલ હોય છે.જે અહી આપેલ આકૃતિમાં સ્પસ્ટ્ટ પણે દેખાય છે.આં થઈ કિડનીની રચના.
આ કિડની એક અદભુત ચમત્કાર સર્જે છે.આં નળીમાં શરીરને ઉપયોગી હોય તે ક્ષારો,પદાર્થો,વાયુઓ,પ્રવાહી,બરાબર નિશ્ચિત પ્રમાણમાં શરીરને જરૂરત હોય તે પૂરતાં જ લોહીમાં પાછા ભેળવી દેવામાં આવે છે.આં ચોક્કસ પ્રમાણ કેટલું હોવું જોઈએ એ ફક્ત આપણું શરીર અને એની કિડની ની આં અદભૂત ક્રિયા જ નક્કી કરે છે.તેમાં ભલે શરીર પોતાનું હોય પણ તેમાં પોતાનું કઈ ચાલતું નથી.અને રોજનું લગભગ 42 ગેલન એટલેકે 159 લિટર જેટલું પ્રવાહી આં નળીઓમાં વહે છે.કિડનીની નળી યો માંથી પસાર થતું પ્રવાહી જો બધું જ શરીરની બહાર ફેંકાય જાય તો શરીર સુકાય એથી મોટા ભાગનું પ્રવાહી 99% જેટલું શરીરમાં પાછું શોષાય જાય છે.અને ફક્ત એક ટકો નળીઓ માંથી નીચે ઉતરેલું વધારાનું પ્રવાહી એની સાથે વધારાના બિન જરૂરી અને નુકશાન કરતા વાયુઓ અને પદાર્થોને સાથે ઘસડી લે છે.
તો આવી આં કિડનીની અદભુત રચના છે.તો આં કિડની બગડે જ કેમ?
આના ઉપરથી એક વાત ચોક્કસ થાય છે કે આં કિડની કોઈ દિવસ બગડે જ નહિ.પરંતુ ગર્ભાવસ્થા થી માંડીને વૃદ્ધા વસ્થા સુધી વિવિધ બીમારીઓની ,વિવિધ પદ્ધતિઓથી કરવામાં આવતી સારવારોમાં સારા સારનો વિવેક જાળવી અતિરેકમાં અત્યાચારો ન કરવામાં આવે તો કોઈ પણ માનવીની કિડની કોઈ દિવસ બગડે જ નહીં.
જેથી દરેક વાંચકોને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ રોગમાં સૈા પ્રથમ આયુર્વેદનાં ઉપચાર ને અગ્રીમતા આપવી અને સારી જાણકારી ધરાવતા ડૉકટર કે વૈદ્ય ની સલાહ મુજબ સારવાર કરવી હિતાવહ છે.અને સ્ટીરોઇડ,કે પેઇન કિલર જેવી દવાથી સાવધાન રહેવું જોઈએ.