દાડમ: ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા

Sharing post

દાડમ: ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા

ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે કે- બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી.ઉપરાંત, પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું. જે આનંદદાયી ગૃહસ્થી જીવનની- શુભેચ્છા રૂપે અપાતું.

વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે.કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે.

દાડમ નો ઉપયોગ

હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું.તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી. દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે. મને ડર હતો કે- જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેલ જશે…પણ, દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે. 86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે…પણ, મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે. આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે. ખસ-ખૂજલી તાજી થાય છે એ શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે ! આ મારો જાત અનુભવ છે.

તમે ભાવનગર બાજુ જાઓ તો, આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો. નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે. પણ, મહેરબાની કરી ‘વાંચીને’ પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે. તેને વાંચશો નહીં.

કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો. મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે. કુદરતની ‘ફાર્મસી’ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં. ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો…

તો પછી, કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયુ ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ. કૃપા કરી યુરોપ- અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના- કાગળના ડબલાના તોડીને એ રસ પીશો નહીં.દાડમને તાજે તાજા ખાજો.

અમે મહુવામા હતા ત્યારે ઘાંચીનો દીકરો શેરીમાં મસ્કતી દાડમ વેચવા આવતો. તે દાડમને અમે માત્ર જોઈ જ શકતા, ખરીદવાનો વેંત નહોતો.આજે હિન્દુસ્તાનના મધ્યમવર્ગની સ્થિતિ સુધરી છે .

દાડમ ની માહિતી

પાકિસ્તાનીઓ ભાગ્યશાળી છે કે તેમને અનાર (દાડમ) સસ્તા મળે છે, અફઘાનિસ્તાનથી સરળતાથી મળે છે.કુરાનમાં લખ્યું છે કે-સ્વર્ગના બગીચામાં દાડમ પાકે છે.તેને પવિત્ર ફળ ગણાય છે. ફરી ફરી વિનંતી કરું છું કે દાડમના ઝાડ- છોડ ઉપર પેસ્ટીસાઈડઝ છંટાય છે તેની દરકાર કરશો નહીં.

ખુદાનો આ છોડ તમારા પેસ્ટીસાઈડઝને પણ ઝાપટી જશે.દાડમ સ્વયં ક્લીન થઈ જશે.ક્યાંક છાપેલા ગુણ કોઈ લહિયો વાંચે તો લખી નાખશે કે દાડમ- ‘એન્ટીઓક્સિડંન્ટ’ છે !

અરે સાહેબ ! એન્ટીઓક્સિડંન્ટ વળી કઈ વાડીનો મૂળો છે ? સાદી ભાષામાં દાડમ તમારા શરીરમાં જઈ તમારા અંગો ઉપર સુરક્ષાના પડ ચઢાવે છે. દાડમ ગરમાટો આપે છે. આ મોસમ કે કોઈપણ મોસમમાં ચા પીતા પહેલા દાડમ ખાઈ લો. ઘણા આરબ દેશોના ધાતુના ચલણના સિક્કામાં દાડમનું ચિત્ર હતું, તેમ વીકીપીડીયા કહે છે.

આજે પણ ગ્રીસમાં નવા વર્ષનાં દિવસે કે કન્યાના લગ્ન વખતે દાડમથી મંડપ શણગારે છે. આપણે જેમ શુભ કાર્ય પહેલા કે હનુમાનને નાળિયેર વધારીએ છીએ, તેમ ગ્રીક લોકો શુભ કાર્ય પહેલાં કે વરરાજાની જાન લઈ જતા પહેલા દાડમ વધેરે છે ! મિશેલી સ્કોફીરો કૂક નામની યુરોપિયન આહાર શાસ્ત્રી લખે છે કે ‘હું નિયમીત દાડમનું સેવન કરું છું અને બીજા લોકોને સવારે દાડમના દાણાનો નાસ્તો કરવાનુ કહું છું.કારણ કે તમારી વૃદ્ધાવસ્થાને દાડમ આધી ઠેલે છે.

pomegranate juice benefits

અમેરિકાનું કૃષિ ખાતું એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ રાખે છે.તે દાડમના એન્ટી- એઈજીંગ ગુણને વખાણે છે.ખાસ તો મિશેલી કહે છે. તે વાત મારે ગળે ઉતરે છે કે દાડમ તમારી કિડનીનું અને લીવરનું રક્ષણ કરે છે. ઝાઝી વાતના ગાડા ભરાય. તમારે કિડનીને રોગનો ભોગ બની એલોપથી ડોક્ટરને રૂ. 5-6 લાખ ન ખટાવવા હોય તો, કિડની અને લીવરના રક્ષણ માટે રોજ દાડમના તાજા દાણા ખાઓ.

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!