દેશી ગાયનું મહત્વ-Importance of native cow

દેશી ગાયનું મહત્વ-Importance of native cow
પ્રકૃતિએ જેટલી ચમત્કારી વસ્તુઓં આપણને પ્રદાન કરેલ છે તેમાંથી એક છે દેશી ગાય. ગૌમાતા આપણાં બધાંની માતા છે, એટલાં માટે ગૌમૂત્ર જેવી વસ્તુ જે માનવો માટે એટલી લાભદાયી છે, આપણાં માટે જ તેને છોડે છે. તેથી આપણે ગાય માતા દ્વારા છોડેલી બધી વસ્તુઓ વિશે ગંભીરતાપૂર્વક જાણવું જોઈએ અને જેમ બને તેમ આપણે તેનો સદુપયોગ કરવો જોઈએ.
દેશી ગાયનો મતલબ કે જે ગાયોના પીઠ પર કન્ધો નિકળ્યો હોય અથવા કૂબડ(ખૂંધ) નિકળી હોય તે દેશી ગાય છે. જે ગાયોની પીઠ સપાટ છે, તે જર્સી કે વિદેશી ગાય છે.
ગાય સંપૂર્ણ શાકાહારી જીવ છે. અત: ગાય જે પણ વસ્તુઓ ખાય છે તે બધી વસ્તુઓ જમીનથી પ્રત્યક્ષ રુપે જોડાયેલી હોય છે. જેના કારણે માટીનાં બધાં પોષક તત્વો ગાયના ગોબર, ગાયના મૂત્ર ગાયના દૂધ અન્ય માધ્યમથી આપણને મળે છે. અત: ગાયના શરીરમાંથી નીકળતી દરેક વસ્તુ ઔષધિ હોય છે.
ગાયનો સ્વભાવ બીજાં અન્ય પશુઓની તુલનામાં અલગ હોય છે. જેવી રીતે ગાયના સ્વભાવમાં વાત્સલ્ય છે, એવું વાત્સલ્ય બીજાં કોઈ જીવમાં જોવા નથી મળતું. બધાં જીવોમાં વાત્સલ્ય પ્રેમ તો હોય જ છે પણ ગાયમાં તે અલગ હોય છે. આ વાત્સલ્ય પ્રેમ અમુક વિશેષ રસના કારણે પેદા થાય છે, જેનો સીધી અસર ગાયની બધી દૈનિક ક્રિયાઓ પર પડે છે અર્થાત ગાય તેના જીવનમાં જે કઈ પણ ખાય-પીયે છે તેનાં પચન-પાચનમાં તેજ વાત્સલ્યનાં રસોનો પ્રભાવ હોય છે જેના કારણે ગાય દ્વારા છોડવામાં આવતાં મૂત્ર, ગોબર, દૂધ આદિમાં પણ તેની અસર થાય છે.
શાસ્ત્રોના અનુસાર માઁ કહેવાનું મનુષ્ય એ ગાયથી શીખ્યું છે. શાસ્ત્રોના અનુસાર ગાય ઈશ્વરના સૌથી નજીક છે. ગાયમાં બીજાં જીવોની અપેક્ષાએ વિકાર ખૂબ જ ઓછો છે અર્થાત તે છે જ નહીં. જેના ઘરમાં ગાય હોય છે, તેમનાં ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથીં હોતી. આનંદ,સુખ, સમૃદ્ધિની ક્યારેય પણ કમી નથી હોતી. આજનું વિજ્ઞાન આજ સુધી શોધ કરીને #૪૮ બીમારીયોને જડથી ખત્મ કરીને સિદ્ધ કરી ચુક્યું છે. જેમાં મુખ્ય છે– જોડોનો દર્દ કોઈપણ પ્રકારની પિત્ત ની બિમારીઓ, કોઇપણ પ્રકારની કફ ની બિમારીઓ, બીજી બિમારીઓ પર પણ શોધ કાર્ય ચાલું છે.
ગાયનાં મૂત્રમાં ધનવંતરીજી, ગોબરમાં લક્ષ્મીજી, ગાયનાં ગળામાં શંકર ભગવાનનો વાસ છે. ધનવન્તરી આરોગ્યના માટે જ ઉત્પન્ન થયાં હતાં. ગોબરની ખાદ્ થી ખેતરોમાં યુરિયા અને ડી.એ.પી ની અપેક્ષાએ બે થી ત્રણ ગણી ઉત્પાદકતા વધારે છે અર્થાત ગોબરમાં લક્ષ્મીજી વાસ કરે છે તેવું આપણે કહી શકીએ.
ગાયનાં ગોબરમાંથી નિકળેલી ગૅસથી ઘરનો ચુલો તો જળે જ છે પણ તેની સાથે સાથે કોઈપણ ગૅસ થી ચાલનારી ગાડી પણ ચલાવી શકાય છે. દિલ્લી IIT ની બધી ગાડીઓ ગોબર ગૅસથી જ ચાલે છે.
સુપ્રીમ કોર્ટનો એ નિર્ણય છે કે ગાય જો દૂધ નથી આપતી તો પણ એટલી જ કિંમતી છે જેટલી દૂધ દેતી સમય હોય છે. કમ્પ્રેસરની મદદથી કોઈપણ સિલેન્ડરમાં ગૅસ ભરી શકાય છે. ગોબર ગેસનાં સિલેન્ડરની સામાન્ય કિંમત રૂ. #૬૭ રુપિયા હોય છે. જે ગાડી 1 લીટર પેટ્રોલમાં 20 કિ.મી. ચાલે છે, તેમ જ ચાર પૈડાવાળી ગાડી ગોબર ગેસથી 33 કી.મી. ચાલશે. જો પ્રતિ કી.મી. કાર ચલાવવાનો ખર્ચો પેટ્રોલના કેસમાં 6.5 રુપિયા છે અને ડીઝલનો ખર્ચો 4.5 રુપિયા હોય છે, એ જ ગોબર ગેસ થી ચલાવવાનો ખર્ચો 1.15 રુપિયા આવે છે.
ભારતમાં 34 કરોડ ગાયો જોઈએ, જેનાથી પુરા ભારતમાં ઈંધણ અને ખાદ્ ની પૂર્તી થઈ શકે છે. એક ગાય એક દિવસમાં 10 કિલો ગોબર આપે છે. 34 કરોડ ગાયો હોવાનું ફક્ત સંભવ છે જ્યારે તે કાપવાનું બંધ થાય. એટલાં માટે ગાયોનું સંરક્ષણ શરૂ કરો.
ભારતની ગાય (દેશી ગાય) ઓછામાં ઓછી 20 વર્ષ જીવીત રહીં શકે છે અને 20 વર્ષોમાં ઓછામાં ઓછી 16 વખત તે માં બની શકે છે. જર્સી ગાય 8 થી 9 વર્ષ જીવીત રહે છે અને આ 8-9 વર્ષોમાં 5 થી 6 વખત માં બની શકે છે. આખા બ્રહ્માંડમાં ગાય જેવી કોઈ બીજી વસ્તુ કે જીવ ભગવાને નથી બનાવ્યો, આવું મહર્ષિ વાગભટ્ટજી કહે છે. દેશી ગાયનું વાછરડું જ બેલ બને છે. એટલાં માટે જ આપણે ગૌમાતાની સેવા કરવી જોઈએ. આના સંરક્ષણ માટે ગાયની સેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કિલ્લારી ગાયોની આંખો ગુલાબી હોય છે અને આ ગાયનાં રોજ સવારમાં દર્શન કે સ્પર્શ કરવાથી ડિપ્રેશન/હતાશા જેવી બિમારીઓ ખત્મ થઈ જાય છે. આમ તો જે લોકોને ડિપ્રેશન/હતાશા છે તેમણે ગૌશાળામાં જઈને થોડો સમય જરૂર ગૌમાતાની સેવા અને દર્શનનો લાભ લેવો જોઈએ, જેનાથી આ બિમારી સમાપ્ત થઈ જાય છે.
#1857ની ક્રાંતિ ગૌમાતાનાં કારણે જ શરૂ થઈ અને આ દેશમાં 1 વર્ષમાં 4-5 કરોડ ગાયો કપાય છે. ગૌમાતા પ્રાણી નહીં પ્રાણ છે. આ દેશનું જાનવર નહીં જાન છે. આ દેશમાં ગાય છે યો આપણે છીએ અન્યથા આ દેશમાં પ્રલય તો એક દિવસ જરુર આવશે જે દિવસે આ ધરતી પર એક પણ ગાય નહીં હોય. આપણે ગાય નથી પાળતાં, ગાય આપણને પાળે છે. એવી જ ભાવના સાથે ગૌમાતાની સેવા આપણે કરવી જોઈએ. એવું આપણે આ સંકલ્પ સાથે જ કરી શકીએ છીએ કે “જ્યારે પણ દૂધ પીશું તો ગાયનું જ દૂધ પીશું, અન્યથા નહીં પીશું.”
જે ગાય દૂધ ઓછું આપે છે તેના વાછરડાં મજબૂત બળદ બને છે અને જેનું દૂધ વધારે છે તેમનાં વાછરડાં થોડાં કમજોર બળદ હોય છે. 65 થી 60 લીટર દૂધ દેનારી ગાયો પણ આ દેશમાં છે જેની કિંમત લાખ રૂપિયા થી પણ વધારે હોય છે.શેરડીના ઉપરનો ભાગ ખવડાવવાથી ગૌમાતાનાં દૂધમાં વધારો થાય છે. ઓછું દૂધ આપનારી ગાયના વાછરડાંની ઝડપ વધારે હોય છે અને અધિક દૂધ દેનારી ગાયનાં વાછરડાંની ઝડપ ઓછી હોય છે. ગાયનાં વાછરડાંએ તેના વજનના 10માં ભાગનું દૂધ પાવું જોઈએ. એક આંચળનુ દૂધ વાછરડું/વાછરડી માટે અને ત્રણ આંચળનુ દૂધ આપણાં માટે. દૂધ કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત છે. દૂધમાં પ્રોટીન હોય છે અને તે જ દૂધ ના નિકાળવાથી સુકાઈને ટ્યુમરમાં બદલી જાય છે અને બાદમાં કૅન્સર થાય છે. વ્યક્તિગત રૂપથી સંભવ ના હોય તો સંગઠિત થઈને ગૌમાતાની સેવા કરવી જોઈએ.
અઢી થી 3 લીટર ગૌમૂત્ર એક દિવસમાં એક ગાય આપે છે. અર્ક બન્યાં બાદ જે માવો બને છે તેનો સાબૂન બને છે જે દરેક પ્રકારના ત્વચા સંબંધી રોગોમાં કામ આવે છે, આનું જ શેમ્પૂ બને છે, વૉશિંગ પાવડર પણ બને છે. ફર્શ સાફ કરવા માટે ગૌમૂત્ર ફિનાયલ પણ બને છે. ગાયના ગોબરથી ટાઈલ્સ બનવાનું પણ શરૂ થઈ ગયું છે, જેનાથી છત ઉપર લગાવવાથી કમ થી કમ 5° તાપમાન કમ થઈ જાય છે.
ગાયનું દૂધ + ગાયનું મૂત્ર + ગાયનું ઘી + ગાયનાં ગોબરનો થોડો રસ + દેશી ગુડ મિલાવવાથી #પંચામૃત બને છે. આમાં ગુડના સ્થાન પર શહદ પણ મિલાવી શકાય છે. આમ તો ઘી માં શહદ નથીં મિલાવતા પણ ગૌમૂત્રની સાથે ચાલે છે.
— પંચામૃત વાત, પિત્ત, કફ આ ત્રણેય પર એકસાથે જ કામ કરે છે અને ખૂબ જ ગહેરાઈથી કામ કરે છે.
— દૂધનું સર્ફેસટેન્સન બધી વસ્તુઓમાં સૌથી ઓછું છે. એટલે જ દુધ શરીરમાં લગાવવાથી કે તેને રૂ થી લૂછવાથી શરીર (ચામડી) ના અંદરથી પણ કચરો બહાર કાઢી નાખે છે.
— ગૌમૂત્રથી 48 અસાધ્ય બિમારીઓ ઠીક થઈ જાય છે જો કે બીજી કોઈ રીતે આસાનીથી ઠીક નથી થતી. ગાય માં છે અને માં કોઈપણ પરિસ્થિતિમાં પોતાનાં બચ્ચાંનું અહિત નથી કરતી. ગાય ક્યારેય પણ ઉલ્ટી નથી કરી શકતી.
— ભારત દેશમાં 1000 વર્ષોથી આવી પરમ્પરા રહી છે કે પહેલી રોટલી ગાયની હોય છે અને છેલ્લી રોટલી કુતરાની હોય છે. શાસ્ત્રો અનુસાર ગૌમાતા ને સાજ સંભાળીને રાખવી જોઈએ અને કુતરાને ક્યારેય બાંધીને ન રાખવો જોઈએ. પ્લાષ્ટિકની કોથળીમાં બાંધીને કોઈપણ પ્રકારનો કચરો ના ફેંકવો જોઈએ કેમ કે ગાય તેના ચક્કરમાં પુરું પ્લાષ્ટિક ખાઈ જાય છે.
— ગૌમૂત્ર વાત, પિત્ત અને કફનાશક છે. ગાયનું ગોબર વાત, પિત્ત અને કફનાશક છે. ગાયનું ઘી સૌથી વધારે કફનાશક અને પિત્તવર્ધક છે. પિત્તવર્ધક એટલે કે પિત્ત ઓછું થવાથી પિત્ત વધારનારુ છે. ગાયનું દૂધ પણ પિત્તવર્ધક છે અને કફનાશક, વાતનાશક છે.
— જર્સી ગાયનું કોઈ પણ વાછરડું બળદ નથી બનતું. ડેન્માર્કમાં મનુષ્યથી વધારે ગાયો છે તો પણ ત્યાંનું કોઈ પણ મનુષ્ય એક બૂંદ પણ દૂધ નથી પીતું. ચા કાળી(ઉકાળો) પીવે છે.
— ગીર ગાય થરપારકર, સાહિવાલ, કાંકરેજ, અમૃત મહલ, રાઠી આદિ દેશી ગાય આપણાં ભારતમાં જોવાં મળે છે.
ભારતીય ખેડૂતોએ ગૌસંસ્કૃતિ (ગાય) આધારિત ખેતી કરવી જોઈએ. અને આ પરંપરા ભારતમાં હજારો વર્ષોથી ચાલી આવે છે. પ્રતિ એકર ખેતી કરવા માટે ખેડૂતોએ એક દેશી ગાય પાળવી જોઈએ તેનાથી આપણાં જીવનમાં અનેક ફાયદાઓ થાય છે અને આનાથી ગૌમાતાનું જતન પણ થઈ જશે અને કતલખાના પણ બંધ થશે.