રાજ્યમાં આજથી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી, જાણો ક્યાં ભારે પવન ફૂંકાશે અને ક્યાં સામાન્ય વરસાદ પડશે

Sharing post

દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસર હવે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે રહેશે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત રીજીયન અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે. તો આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 32થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાંથી રાહત મળશે.

 

દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસર હવે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે રહેશે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.

 

અત્રે નોંધનીય છે કે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  છેલ્લા બે દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે.  આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.

 

છેલ્લા પાંચ દિવસથી અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે પરેશાન છે.   કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

 

Source:https://gujarati.abplive.com/news/gujarat/three-day-hurricane-forecast-in-the-state-from-today-know-where-strong-winds-will-blow-and-where-normal-rains-will-fall-725768

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!