કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી હવે ઝટપટ ઘરે જ બનાવો – Testy Cold Coffee

Sharing post

કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી હવે ઝટપટ ઘરે જ બનાવો – Testy Cold Coffee

આજ કાલ ગરમી ખુબ જ વધી ગઈ છે. અને આવા સમય માં બધાને વારંવાર કઈ ઠંડુ પીવાનું મન થાય છે. તેમાં સૌથી વધુ બાળકો. તેમને રોજ કઈ નવું જોઈએ છે. ક્યારેક આઈસ- ક્રીમ, છાસ, લસ્સી. ગરમીના દિવસોમાં આ બધું પીવાની મજા જ કઈ અલગ જ છે. તેમાંથી એક છે કોલ્ડ કોફી.

કોલ્ડ કોફી એ ખુબ જ લોકપ્રિય ઠંડુ પીણું છે જે કોફી, ખાંડ, દૂધ અને પાણીથી બને છે. તે બધાનું પ્રિય ક્રીમ, આઈસ્ક્રીમ, કોફી સીરપ વગેરે જેવા વિવિધ ઘટકો સાથે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે આઈસ્ક્રીમ અથવા વ્હિપિંગ ક્રીમનો પણ ઉપયોગ થાય છે.

કોલ્ડ કોફી કેવી રીતે બનાવવી?

1. એક બાઉલમાં 1 ચમચી ઇન્સ્ટન્ટ કોફી લો.

2. ૧/૪ કપ ગરમ પાણી ઉમેરો. ખૂબ જ સારી રીતે હલાવો. 

3. બ્લેન્ડર જારમાં કોફી સોલ્યુશન (બનાવેલ કોફી અને પાણી નું મિશ્રણ) ઉમેરો. આ પ્રક્રિયા તમે બ્લેન્ડર અથવા મિક્સર જારમાં સીધા જ ઉમેરી કરી શકો છો.

4. 3 થી 4 ચમચી ખાંડ ઉમેરો.

5. એક મિનિટ માટે અથવા કોફી સોલ્યુશન ફ્રુટી બને ત્યાં સુધી મિક્સ કરો અને હવે રંગ જુઓ તે હળવા બ્રાઉન શેડમાં ફેરવાઈ જશે.

6.આ મિશ્રણ માં ૧ ચમચી ચોકલેટ બોલવીટા અથવા કોકો પાવડર ઉમેરો.

 

7. 6 થી 7 આઇસ ક્યુબ્સ ઉમેરો. તે કોફીને જાડી રહેવામાં મદદ કરે છે.

8. 2 કપ ઠંડુ દૂધ (500 મિલી) ઉમેરો.

9. બધું વધુ સારી રીતે ભળી જાય ત્યાં સુધી ફરી બ્લેન્ડ કરો અને તમને ટોચ પર સરસ ફીણ નું લેયર મળશે.

10. હવે એક કાચનો ગ્લાસ લો અને ચોકલેટ સીરપ થી તેમાં ડિઝાઇન બનાવો. પછી બનાવેલ કોફી તરત જ તેમાં નાખો. હવે તેના પર આઈસ ક્રીમ કે વિપ ક્રીમ થી સજાવટ કરી ચોકોલાતે ના બીટસ ભભરાવો. આ ખુબ જ સરસ દેખાવ આપશે. આ વૈકલ્પિક છે. તમે જો ના ઈચ્તા હોય તો આને રહેવાદો.

cold coffee recipe

કોલ્ડ કોફી બનાવવા માટેની ટિપ્સ

  • કોલ્ડ કોફી બરફના પાણી સાથે ભળી જાય છે. તેથી તે સ્વાદહીન બને છે તેથી તમે તમારા સ્વાદને અનુકૂળ કરવા માટે સારી માત્રામાં કોફી ઉમેરો.
  • સંપૂર્ણ ચરબીયુક્ત ઠંડુ દૂધનો ઉપયોગ કરો. કારણ કે આ તમારા પીણાને જાડા અને સુગંધ યુક્ત બનાવવામાં મદદ કરે છે.
  • પીરસતાં પહેલા ગ્લાસને ચોકલેટ સીરપ થી ડિઝાઇન પણ કરી શકીએ છીએ અને પછી તૈયાર કરેલી કોફી તેમાં સજાવી શકીયે છીએ. અંતે, આઈસ્ક્રીમ અને થોડી ચોકલેટ સીરપથી ગાર્નિશ કરી તેને ખુબ જ સારો દેખાવ મળે છે. તેને જોઈને જ પીવાની ઈચ્છા થઇ જાય. જો તમને આમ પસંદ ના હોય તો તમે આને અવગણી શકો છો.
  • શેક બનાવવા માટે, સંપૂર્ણ ક્રીમ (મલાઈ) યુક્ત દૂધનો ઉપયોગ કરો.

 


નોંધ: આ કોફી ને તરત જ પીરસો. કારણ કે થોડા સમય પછી આના પરનું ફીણ આછું થવા માંડે છે, ઉપરાંત આના સ્વાદમાં પણ ફરક આવી જશે. આને તરત પીવાથી ખુબ જ સારો ટેસ્ટ આવે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *