સ્વિમિંગ પૂલ પહેલા અને પછી આટલું જરૂરથી કરો, તમારી ત્વચાની કાળજી લો.-skin care plan after swimming

Sharing post

સ્વિમિંગ પૂલ પહેલા અને પછી આટલું જરૂરથી કરો, તમારી ત્વચાની કાળજી લો.

how to treat dark skin after swimming

ઉનાળાની ખરી ગરમીના દિવસોને પૂલમાં વિતાવવું આનંદ માણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આજુબાજુના ગરમ વાતાવરણ સાથે, આપણે કદાચ આપણી બેગમાં નવો સ્વિમસ્યુટ, ટુવાલ અને શેમ્પૂનો સમાવેશ તો કરી જ લઇએ છીએ, પરંતુ શું આ પૂરતું છે?

તે પાણી અને ગરમી તમારી ત્વચાને કેટલું નુકસાન પોહનચાડી શકે છે તેનો તમને અંદાજ નથી. તમે ડાઇવ કરતા પહેલાં, તમે તમારી ત્વચાને બગાડતિ અટકાવવા માટે થોડો સમય લો.

જ્યારે માથા ઉપરની ચામડી પર કલોરિનની અસરો થાય છે તે તમારા વાળ ને ખુબ જ નુકસાન પોહનચાડે છે, તે કારણ છે કે જો તમે સાવચેત ન હોવ તો પૂલના પાણીમાં રહેલા રસાયણો તમારી ત્વચા માટે ખુબ જ નુકસાનકારક હોઈ શકે છે.

તેથી પુલ પેહલા અને પછી આટલું કરવું જ જોઈએ.

1. તમારી ત્વચા પર કોઈ ચોક્કસ લોશન કે ક્રીમ લગાડો

ન્યુ યોર્ક સિટીના બોર્ડ-સર્ટિફાઇ ડો. એસ્ટિ વિલિયમ્સ સમજાવે છે, “બેક્ટેરીયલ, વાયરલ અને પ્રોટોઝોઆન રોગોના વિકાસ અને ફેલાવાને રોકવા માટે અને સ્વિમિંગ પુલમાં ક્લોરિન ઉમેરવામાં આવે છે.” “તેની કોસ્ટિક પ્રકૃતિને લીધે, કલોરિન ત્વચાને લાલ, સૂકી અને ખૂજલી વાળી કરી બળતરા નું એક કારણ બને છે.”

તે અસ્વસ્થતા ખંજવાળ અને લાલાશને ટાળવા માટે, પૂલમાં પ્રવેશતા પહેલા તમારી ત્વચાને લોશન અથવા ક્રીમથી પ્રીપેર કરો. ઘટકોમાં ગ્લિસરિન, તેલ અથવા પેટ્રોલેટમવાળા ઉત્પાદનો છે કે નહિ તે જુઓ. અને જો લોશનમાં ડાયમેથિકોન છે, જે ક્લોરિન અને તમારી નાજુક ત્વચાની વચ્ચે એક સીલ બનાવે છે તોટો સૌથી સારું .

2. સ્વિમિંગ પછી સ્નાન કરો

પુલ માંથી બહાર આવ્યા પછી ચોકાસ થી સારી રીતે સ્નાન લેવું. સાબુ થી ઘસીને અને માથું તમારા શેમ્પૂ થી ધોવો. બધું જ સારી રીતે સાફ કરીલો. આ માટે હૂંફાળું કે ગરમ પાણીનો ઉપયોગ કરો.

3. સૂર્યના તડકામાં પોતાને વધુ સૂકા ના થવા દો!

ઠંડા પાણીમાં તર્યા પછી, સૂર્યને તમને સૂકવવા ના દો. એક એવી ગેરસમજ છે કે તડકામાં રહેવું ત્વચા માટે ફાયદાકારક છે, પરંતુ તે એવું નથી. આ ત્વચાને વધુ શુષ્કતા તરફ દોરી જશે. આ ઉપરાંત દરેક થોડા સમયાંતરે તમારું લોશન અને ક્રીમ લગાવતા રહો.

4. તમારા ચહેરાને ભૂલશો નહીં – કાળજી લો 

skin care plan before swimming

સદભાગ્યે, તરવું સામાન્ય રીતે તમારા ચહેરા પર કાળા પણું વગેરે તરફ દોરી જાય છે. જો કે આ પુલ નું પાણી, તે તમારા શરીરના બાકીના ભાગો જેટલું જ ચહેરો માટે શુષ્ક અને બળતરાયુક્ત હોઈ શકે છે, “સ્વિમિંગ પહેલાં અને પછી હાઇડ્રેશન ખુબ જ જરૂરી છે,” “અને પૂલ પછી પણ તમારા ચહેરાને સારી રીતે સાફ કરવાનું યાદ રાખો!”

5. સારી રીતે સ્નાન લીધા પછી 

skin care plan after swimming

પુલ માંથી બહાર આવ્યા પછી સારું સ્નાન લઈને બહાર આવ્યા પછી પોતાની ત્વચાની કાળજી ચોક્કસથી લેવી તે ભૂલશો નહિ. પૂલ પછી તમારી ત્વચા ખુબ જ શુષ્ક થઇ જાય છે. ખુબ જ ખેંચવા માંડે છે. તેથી સારી રીતે સ્નાન લઈને નારિયેળ તેલ કે તમે જ લોશન વાપરતા હોય તે લગાડો. અને તમારા વાળને બરાબર ધોઈને સીરમ થી પુરી કાળજી લો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *