ધુળેટી 2022-Dhuleti 2022

Sharing post

ધૂળેટી-2022-Dhuleti 2022

Holi 2022 will begin on Friday, 18 March and ends on Saturday ,19 March

dhuleti images

 ગુજરાત ઉત્‍સવ પ્રિય પ્રદેશ છે. અહીં હોળીના તહેવારના બીજા દિવસે   ધૂળેટીનો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્‍સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્‍સવ મનાવાય છે. હિન્‍દુઓનો મહત્‍વનો ઉત્‍સવ ધૂળેટી રવી પાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો- Holi 2022: હોળી પછી કેવી રીતે સાફ કરશો રંગોથી ભરેલા તમરા નખ, અપનાવો આ સરળ ટિપ્સ

dhuleti celebrate

હોળીના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્‍ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્‍નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્‍યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્‍વરૂપે શ્રીકૃષ્‍ણ અવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.

 

આ પણ વાંચો- હવે ઘરે જ બનાવો કુદરતી અને સલામત હોળીના રંગો અને તમારી ત્વચાને નુકસાનથી બચાવો તો જાણો કેવી રીતે બનાવી શકાય

 

why we celebrate dhuleti

why we celebrate dhuleti

હોળી એ આસુરી શક્તિ પર વિજયનું પર્વ કહેવામાં આવે છે. શિયાળાની ઋતુના અંત ના સમયે આ ઉત્‍સવ ઉજવવામાં આવે છે. બે દિવસ માટે ઉજવાતા આ ઉત્‍સવમાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ આખો દિવસ ઉપવાસ રાખે છે. તેમાં એ માન્‍યતા છે કે ભગવાન શ્રીવિષ્‍ણુનો પરમ ભક્ત પ્રહલાદને સાંજે હોલિકા જે રાજા હિરણ્યકશ્‍યપુની બહેન છે. જેને અગ્‍નિએ નહિ બળવાનું વરદાન આપ્‍યું હોય છે. તે પ્રહલાદને ખોળામાં બેસાડી, હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ હોલિકા તેની ફરતે અગ્‍નિ-વરદાન હોવા છતા બળીને ભસ્‍મ થઇ જાય છે અને ભગવાન શ્રી વિષ્‍ણું પોતાના ભક્ત પ્રહલાદને બચાવી લે છે. ભક્ત પ્રહલાદને સુરક્ષિત જોઇ સૌ ભક્તજનો અબીલ ગુલાલ રંગોથી આનંદ લૂંટે છે અને ઉત્‍સવની ઉજવણીમાં ખજૂર, મમરા, ધાણી, હેરડાં વગેરે પ્રસાદ રૂપે લે છે. ભક્તો એકબીજાને તિલક કરી ગલે મળે છે. કિશોરીઓ મા ‘ગૌરી’ ની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો ઉત્‍સવ મનાવવામાં આવે છે.

 

આ પણ વાંચો-  હોળી – તેના પાછળનો ઇતિહાસ અને કહાની; હોલીકા અને પ્રહલાદની દંતકથા

 

holi dhuleti festival

ગુજરાતના આદિવાસી પ્રદેશ પંચમહાલ, ડાંગ, છોટાઉદેપુર તેમજ સાબરકાંઠામાં ધૂળેટીનાં ઉત્‍સવ અનોખી રીતે ઉજવાય છે. આદિવાસી લોકો સાથે મળી નૃત્‍ય કરે છે. તેમની પરંપરાગત સંગીતશૈલીમાં ગીતો ગાઇ ઉત્‍સવની મઝા લે છે. આ તહેવારને ‘ભગોરિયા’ તરીકે ઓળખે છે.

 

આ પણ વાંચો-હોળી – તેના પાછળનો ઇતિહાસ અને કહાની; હોલીકા અને પ્રહલાદની દંતકથા

 

ધુળેટી 2021

You may also like...

1 Response

  1. Larrylig says:

    visit the up coming article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!