બાળકને આવતા દુધિયા દાંત વિષે કેટલીક બાબતો જે દરેક માતાપિતાને જાણવી જોઈએ

Sharing post

બાળકને આવતા દુધિયા દાંત વિષે કેટલીક બાબતો જે દરેક માતાપિતાને જાણવી જોઈએ

baby milk teeth age

બાળક જન્મે ત્યારે ખુશી નો પાર નથી રહેતો. તે સમયે બાળક ની દરેક નાનામાં નાની બાબત ખુબ જ મોટી લાગે છે. જેમ કે તેનું સૌથી પેહલા હસવું. તેનું પહેલો શબ્દ બોલવો. તેનું પહેલી વાર ચાલવું અને તેના દાંત આવવાની શરૂઆત.

દાંત આવવાની પ્રક્રિયામાં બાળક માટે થોડી અલગ હોય છે. જયારે તેના દાંત ફૂટે છે તે દરમિયાન બાળક બચકા ભારે છે, કે તેને દાંત માટે કઈ દાબવા માટે જોઈએ છે.

બાળકને દાંત આવવા વિષે કેટલીક બાબત જાણવી જોઈએ.

1. મોટાભાગનાં બાળકોને 6 થી 12 મહિનાની વચ્ચે દાંત આવવાનું શરુ થાય છે.

દુધિયા દાંત ફૂટવાનું શરુ થાય ત્યારે તેની ખુબ જ વિવિધ બાબતો જાણવાની હોય છે. કેટલાક બાળકોને આ સમયગાળા દરમિયાન દાંત ન આવે તેમ હોય શકે છે . બાળકના જન્મ પછી 3 મહિનાની ઉંમરે, બાળકો તેમના મોંમાં લાળ આવવામાં વધારો થાય છે, અને તેમના મોંમાં હાથ નાખવાનું, અંગુઠો ચુસવાનું જેવી હરકતો કરવાનું શરુ કરે છે.

પરંતુ દુધિયા દાંત સામાન્ય રીતે 6 મહિનાની આસપાસ ફૂટતા દેખાય છે. લાક્ષણિક રીતે, અંદર આવતા દુધિયા દાંત હંમેશાં નીચલા આગળના દાંત (નીચલા મધ્યમાં) હોય છે, અને મોટાભાગના બાળકો સામાન્ય રીતે 3 વર્ષની ઉંમર સુધી તેમના બધા દાંત આવી જાય છે.

2. 6 મહિનાની ઉંમરથી બાળકના આહારમાં ફ્લોરાઇડ ઉમેરવો.

ફ્લોરાઇડ દાંતના સડોને રોકવામાં ખુબ મદદ કરે છે. ફ્લોરાઇડ સામાન્ય રીતે નળના પાણીમાં ઉમેરવામાં આવે છે. જ્યારે તમે બાળકને થોડો દૂધ સિવાયનો ખોરાક જેમકે ખીચડી (લગભગ 6 મહિનાની ઉંમરે) શરૂ કરો ત્યારે બાળકને સ્ટ્રો વડે કપમાં થોડા ટીંપા પાણી આપો.

જ્યારે દાંત આવવાનું શરુ થાય ત્યારે બાળકના શરીરનું તાપમાન થોડું વધી શકે છે. પરંતુ ઘણા બધા બાળકોને કઈ પણ સમસ્યા વગર ખુબ જ સરળતાથી દાંત આવી જાય છે.

3. તમારે દિવસમાં બે વખત ફ્લોરાઇડ વાળા ટૂથપેસ્ટથી તમારા બાળકના દાંત સાફ કરવા જોઈએ.

એકવાર તમારા બાળકને દાંત આવી જાય, પછી તમારે દિવસમાં ઓછામાં ઓછા 1 વાર અને વધુ માં વધુ 2 વાર ફ્લોરાઇડ ધરાવતા ટૂથપેસ્ટથી ચોખાના દાણા જેવા આકાર વાળા બ્રશના ઉપયોગ સાથે તેના દાંત સાફ કરવા જોઈએ, ખાસ કરીને છેલ્લા પીણા અથવા દિવસના ખોરાક પછી. આતો માત્ર બાળકે નહિ પરંતુ દરેક વ્યક્તિ એ રાત્રે સુતા પહેલા દાંત સાફ કરવા જોઈએ. આમ ના કરવાથી છેલ્લા ભોજન ને લીધે દાંત માં સાદો થવાના આસાર વધે છે.

4. જ્યારે પ્રથમ દુધિયા દાંત દેખાય ત્યારે ડેન્ટલ નું મુલાકાત લો.

newborn baby milk teeth

પ્રથમ દાંત ની કંઈ ફૂટે પછી ડેન્ટલ એપોઇન્ટમેન્ટ લઇ ડેક્ટરની મુલાકાત ચોક્કસથી લો. તમારા બાળકના દાંત વિષે પૂછ-પરચો કરો. અને તેનું યોગ્ય અવલોકન કરાવી તેની ચકાસણી કરવો.

5. ખરાબ આદત થી બચાવો.

 

બાળક ને દાંત આવવાની પ્રક્રિયા દરમિયાન ધાવણ ચસવા આપવું એ ખુબ જ સામાન્ય દેખાય છે. બાળક ની અસમજણ તેની ખરાબ આદતો ને જન્મ આપી શકે છે. જેમ કે અંગુઠો ચૂસવો. બચકા ભરવા અને ધાવણ ચૂસવું.
આ દાંત આવવાની પ્રક્રિયા દરમિયાન સામાન્ય છે પરંતુ આ ખરાબ આદત ના બને તેનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

baby milk teeth age

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *