ગઝલ ની દુનિયામાં પ્રખ્યાત નામ – નાઝિર દેખૈયા; વિષે અને તેમની કેટલીક પ્રખ્યાત ગઝલો

Sharing post

ગઝલ ની દુનિયામાં પ્રખ્યાત નામ – નાઝિર દેખૈયા વિષે અને તેમની કેટલીક પ્રખ્યાત ગઝલો

નાઝિર દેખૈયા જીવન

નાઝિર દેખૈયા ભાવનગરમાં સાહિત્યિક ગઝલસભામાં ભાગ લેતા હતા, જ્યાં તેઓ કિસ્મત કુરેશી, બરકત વિરાણી જેવા અન્ય કવિઓ સાથે પરિચિત થયા.

તેમણે કિસ્મત કુરેશીના હેઠળ ગઝલનો અભ્યાસ કર્યો. તુષાર, તેમનો પહેલો ગઝલ સંગ્રહ જેમાં 54 ગઝલો છે. ત્યારબાદ તુષાર, નાઝિરની ગઝાલો, સૂના સદન તેમને બહાર પાડ્યા હતા. તેમની ગઝલો મુખ્યત્વે સુફી, ભગવાનની ઉપાસના અને પ્રિયજનો સાથે વાતોનો ઉલ્લેખ કરે છે.

તેમની કેટલીક ખુબ જ પ્રખ્યાત ગઝલો નીચે પ્રમાણે છે. તેમની ગઝલો માં ખરેખર ઊંડી ભાવના હોય છે. તો ચાલો વાંચીયે.

                                             કોઈને આગ લાગું છું, કોઈને નૂર લાગું છું

કોઈને આગ લાગું છું, કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું,

દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું.

હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું.

તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં,
અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું.

કસોટી પર તો ‘નાઝિર!’ છું ફકત એક કાચનો કટકો,
ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું.


                                       પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે

                                                                  પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે,
                                                                    ધરીને રૂપ મંઝિલના ઉતારા પણ દગો દેશે.

મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહિ આવું,
અમારાને અનુભવ છે તમારા પણ દગો દેશે.

હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજધારે,
અગર જો હોત ખબર મુજને કિનારા પણ દગો દેશે.

ઠરી જાશે હમણાં જ એમ માનીને મેં ન ઠાર્યા,
પણ ખબર નહોતી આ નજીવા તિખારા પણ દગો દેશે.

હું જાણવા છતાં લૂંટાવા જાઉં છું રોજરોજ,
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.


                                એમ ના સમજો કે એ મારાથી જીરવાયું નહીં

એમ ના સમજો કે એ મારાથી જીરવાયું નહીં,
પણ તમારું હેત મારી આંખોમાં સમાયું નહીં…

એમને જોયા પછીની મારી આ દશા કાયમ રહી,
કોઇ પણ વાતાવરણમાં મન પરોવાયું નહીં…

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું,
બહારનાં ઘોંઘાટમાં મને કશું સંભળાયું નહીં…

ઝાંઝવા પાછળ ભટકનારાની શી હાલત થઇ?
બે કદમ પાણી હતું પણ તરસ્યાથી દોડાયું નહીં…

મેં જ મારી આંખોથી જોઇ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં…

કોણ જાણે શું કરી બેઠા મુજ દિલ મહીં?
ખુદ મસીહાથી મારું દર્દ પરખાયું નહીં…


દિલને નથી કરાર તમારા ગયા પછી

   દિલને નથી કરાર તમારા ગયા પછી ,
આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી…

યત્નો કર્યા હજાર તમારા ગયા પછી ,
લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી…

વીતી રહ્યો છે એક સરીખો સમય બધો,
શું સાંજ શું સવાર તમારા ગયા પછી…

ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી ,
આવી નથી બહાર તમારા ગયા પછી…

મહેફિલ છે એ જ એ જ સુરા એ જ જામ છે ,
ચડતો નથી ખુમાર તમારા ગયા પછી….

જીવતો તાંતણો છે તમારા જ દમ સુધી ,
તૂટી જશે ધરાર તમારા ગયા પછી…..

‘નાઝિર‘ને છેક ઓશિયાળે ને તમે કરો,
કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી….

‘નાઝિર‘નો સાથ છોડી જનારા જરા કહો,
કોને કરે એ પ્યાર તમારા ગયા પછી…..


                                           દિલને નથી કરાર તમારા ગયા પછી

દિલને નથી કરાર તમારા ગયા પછી ,
આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી…

યત્નો કર્યા હજાર તમારા ગયા પછી ,
લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી…

વીતી રહ્યો છે એક સરીખો સમય બધો,
શું સાંજ શું સવાર તમારા ગયા પછી…

ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી ,
આવી નથી બહાર તમારા ગયા પછી…

મહેફિલ છે એ જ એ જ સુરા એ જ જામ છે ,
ચડતો નથી ખુમાર તમારા ગયા પછી….

જીવતો તાંતણો છે તમારા જ દમ સુધી ,
તૂટી જશે ધરાર તમારા ગયા પછી…..

‘નાઝિર’ને છેક ઓશિયાળે ને તમે કરો,
કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી….

‘નાઝિર’નો સાથ છોડી જનારા જરા કહો,
કોને કરે એ પ્યાર તમારા ગયા પછી…..


   ઉપર નહીં કળાય તો ભીતર ભર્યાં હશે

ઉપર નહીં કળાય તો ભીતર ભર્યાં હશે,
મીઠાં જખમથી કંઇકનાં અંતર ભર્યાં હશે.

એને નિહાળવાને મને દેજે આંખડી,
ખાબોચિયામાં જેણે સમંદર ભર્યાં હશે.

કેવાં હશે એ પ્યારથી ભરેલાં માનવી,
અપમાનમાંય જેમનાં આદર ભર્યાં હશે.

જેના હરેક ઇશારે જીવન દોહ્યલાં બને,
આંખોમાં એની કેવાંયે મંતર ભર્યાં હશે.

‘નાઝિર’!પ્રભુને ત્યારે નહીં ગોતવો પડે,
જ્યારે કે માણસાઈથી સૌ ઘર ભર્યાં હશે

source : https://xitijdhimmar.wordpress.com/tag/nazir-dekhaiya/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *