આજે થઇ હતી દાંડી માર્ચ યાત્રા : ૧૨ માર્ચ ૧૯૩૦ – આનું મહત્વ જાણો

આજે થઇ હતી દાંડી માર્ચ યાત્રા : ૧૨ માર્ચ ૧૯૩૦ – આનું મહત્વ જાણો
12 માર્ચ, 1930 આ દિવસ ને ભારતીય સ્વતંત્રતા માટેની ચળવળને એક મહત્વપૂર્ણ શરૂઆત તરીકે ગણવામાં આવે છે. આ યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ દાંડી કૂચની યાત્રાની શરૂઆત કરી હતી.
ઇતિહાસમાં અંગ્રેજો થી સ્વતંત્રતાની લડત દરમિયાન 12 માર્ચની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે, ગાંધી બાપુ દ્વારા દાંડી માર્ચની શરૂઆત થઇ હતી. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થયેલી આ યાત્રાનો હેતુ મીઠા પરના કરના કાયદાને તોડી પાડવાનો હતો, જે બ્રિટિશરો સામે વિરોધનું મુખ્ય સંકેત હતું.
આંદોલનનું આયોજન

gandhiji
મહાત્મા ગાંધીએ બ્રિટિશરો દ્વારા બનાવેલા અન્યાયી મીઠાના કાયદા સામે અંગ્રેજો વિરુદ્ધ ખિલાફત આંદોલન શરુ કર્યું હતું. અને આ યાત્રા ત્યાં શસ્ત્ર સ્વરૂપે શરુ થઇ હતી. આ યાત્રાનું સંપૂર્ણ આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું.
તે સમયે કોંગ્રેસ ની સરકાર હતી. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ દ્વારા તમામ નેતાઓની ભૂમિકા નક્કી કરવામાં આવી હતી. અને જો બ્રિટિશરોએ ધરપકડ કરી હતી તો કયા નેતાઓ યાત્રા સંભાળશે તેનું પણ આયોજન થયું હતું.
આ મુસાફરીને ઘણો ટેકો મળ્યો. લોકોનો ખુબ જ સહકાર મળ્યો હતો. અને જેમ જેમ આ યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ લોકો પણ તેમાં જોડાતા ગયા.
25 દિવસ, દરરોજ 16 કિલોમીટરનો પ્રવાસ

salt march
ગાંધીજી તેમના સાથીઓ સાથે નવસારીના ગામ દાંડી તરફ 240 માઇલ (386 કિલોમીટર) મુસાફરી કરી હતી, જ્યાં ગાંધીજીએ જાહેરમાં દરિયા કિનારે મીઠાના કાયદાને તોડ્યો હતો. ગાંધી બાપુ દ્વારા 25 દિવસ ચાલેલી આ યાત્રામાં દરરોજ 16 કિલોમીટરનો પ્રવાસ કરતા હતા. જે બાદ તે 6 એપ્રિલના રોજ દાંડી સુધી પહોંચ્યા હતા.

mahatma gandhi