ભારતના પરંપરાગત પહેરવેશ સાડીના પ્રકારો જેના વિષે જાણવું જોઈએ

Sharing post

ભારતના પરંપરાગત પહેરવેશ સાડીના પ્રકારો જેના વિષે જાણવું જોઈએ

ભારત સંસ્કૃતિઓ અને પરંપરાઓ થી ગ્રસ્ત દેશ છે અને ભારત આમ સૌથી ધનિક છે. ભારત તેના વિવિધ વાનગી અને પહેરવેશ માટે ખુબ જ જાણીતો છે. અને કહે છે ને ભારત વિવિધતામાં એકતાનો દેશ છે.

વિવિધ પહેરવેશ માં સ્ત્રી માટે સૌથી આગળ છે સાડી. સાડી પ્રત્યેનો ભારતીયો નો પ્રેમ. સાડીઓ ફક્ત તમારી કમરની આસપાસ લપેટવા માટેનું કાપડ નથી, તે તેના કરતા વધુ છે. તેની માટે આપણા બધા ના મનમાં એક ઊંડો ભાવનાત્મક સંબંધ રહેલો છે.

જો તમે સાડીઓના ખુબ જ શોખીન છો અને તમારા સદીના સંગ્રહમાં વધારો કરવા માગો છો, તો ચોક્કસ થી આ લેખ વાંચો.
તો વિવિધ પ્રકાર ની સાડીઓ વિષે જોઈએ.

1. તમિલનાડુની પ્રખ્યાત કાંજીવરમ

kanjivaram saree

kanjivaram saree

kanjivaram saree

 

સાડીઓની રાણી, બધાની ખુબ જ પસંદિદાર કાંજીવરમ સાડીઓ કાંજીવરમના પ્રદેશમાંથી પરંપરાગત રીતે વણાયેલા રેશમમાંથી બનાવવામાં આવે છે. આ સાડીઓ રંગ અને ટેક્સચરથી ખુબ જ સારી રીતે બનાયેલી હોય છે. તેઓ ખુબ જ આકર્ષક દેખાય છે. તેની સુંદર બોર્ડર સાડી ને વધુ ઉઠાવ આપે છે.

2. લખનૌથી ચિકનકરી સાડી

ચિકનકરી

જો તમે ક્યારેય લખનઉ ગયા હોય, તો તમે જાણતા હશો કે ચીકનકારી કંઈક એવું છે જે આ શહેર માટે વિશિષ્ટ છે. પરંપરાગત રીતે મખમલના કાપડ પર કરવામાં આવે છે, તે હવે લગભગ તમામ પ્રકારના કાપડ પર ઉપલબ્ધ છે. આ સાડી સાડી પણ દેખાવ માં ખુબ જ સુંદર ઉઠાવ આપે છે. તમારે આને ચોક્કસ થી એક વાર જોવી જોઈએ.

3. રાજસ્થાનથી લેહરીયા

rajasthani leheriya saree

લહેરીયા એ બાંધણી નો એક પ્રકાર છે. તેમાં ખુબ જ સુંદર રીતે સાડી ને રંગ આપવામાં આવે છે.

4. તમિલનાડુના કોનરાડ

konrad saree

મંદિર માં પહેરતી સાડી માટે પ્રખ્યાત, કોનરાડ સાડીઓ આમતો મંદિરના દેવ-દેવીઓ માટે વણાયેલી હતી. સાડી ફેબ્રિકમાં સામાન્ય રીતે કાં તો પટ્ટાઓ અને મોટી લેસ (બોર્ડર) હોય છે. પ્રાણીઓના પ્રાકૃતિક તત્વો અને પ્રાકૃતિક તત્વો, આ સાડીને ખાસ બનાવે છે.

5. ચંદેરી મધ્યપ્રદેશ

chanderi saree

chanderi saree

રેશમ, ઝરી અને કપાસને એક સાથે ઉપયોગમાં લઇ ફેબ્રિક બનાવવા માટે વણવામાં આવે છે જે પીછા કરતાં પણ હળવા હોય છે, અને આ ઉપરાંત તે શાહી ચમક પણ ધરાવે છે. તે ત્યાંના શ્રેષ્ઠ કાપડમાંથી એક છે અને તે પહેરવામાં પણ ખૂબ જ સરળ હોય છે. તે આકર્ષક દેખાતી હોય છે.

6. પોચમ્પ્લી તેલંગાણા

pochampally saree

pochampally saree

આંધ્રપ્રદેશના બૌધન શહેરમાંથી, પ્રખ્યાત પોચેમ્પલી તે રેશમ છે. આ પ્રકારની સાડીઓમાં જટિલ કારીગરી, ભૌમિતિક ઇકાટ ડિઝાઇન કરેલી હોય છે. તે રેશમ અને કપાસનો ઉપયોગ કરીને બનેલી છે. આ સદીઓ મોટા સારા પ્રસંગો એ પહેરી શકાય છે.

7. બનારસી, વારાણસી

banarasi sarees

banarasi sarees

આ સાડીઓ તેમના સોના-ચાંદી થી જડેલ ઝરી અને ડિઝાઇન તેને માટે જાણીતી છે. તે પહેલા મોટા રાજા મહારાજો માટે વણાયેલું હતું, કારણ કે પ્રત્યેક સાડી વાસ્તવિક સોના અને ચાંદીના દોરામાંથી બનાવવામાં આવતી હતી. આ કરવા માટે પ્રક્રિયા એટલી જટિલ હતી કે પછી, તેઓ એક સાડી વણાટ પૂરો કરવામાં એક વર્ષ કરતાં વધુ સમય લેતા હતા. પરંતુ હવે, ઘણું ઝડપ થી કામ કરવામાટેના વિકલ્પો છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *