Bridal Wear માં હવે દુલ્હનો કરી રહી છે આ રંગની પસંદગી, લાલ, લીલા રંગનો ગયો જમાનો

Sharing post

Bridal Wear માં હવે દુલ્હનો કરી રહી છે આ રંગની પસંદગી, લાલ, લીલા રંગનો ગયો જમાનો

what color do you wear to your bridal shower

 

 

            લગ્નમાં સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે કેવા કપડાંં પહેરવા અને તે પણ કયા રંગના કપડાંં પહેરવા. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં હંમેશા લાલ, મરુન, લીલા કે ગુલાબી રંગના કપડાંંને જ વધુ મહત્વ અપાય છે. તેમાં પણ લાલ રંગ લગભગ લગ્નમાં દરેકની લોકોની પહેલી પસંદ હોય છે. જો કે સમય સાથે બધુ જ બદલાતું રહે છે અને એટલે જ હવે લોકોની ચોઈઝ પણ બદલાય ગઈ છે. લોકો લાલ રંગ છોડી લાઈટ રંગ વધુ પસંદ કરે છે. ખાસ કરીને મેરેજમાં બ્રાઈડલ હવે લાઈટ રંગ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ હાલ તો વ્હાઈટ રંગનો ક્રેઝ વધી ગયો છે. દુલ્હનો માટે વ્હાઈટ રંગ પહેલી પસંદ બની ગયો છે. જો તમે પણ વ્હાઈટ રંગ પહેરવા માગો છો તો લઈ લો આ ટિપ્સ.

what color bride choice wear in an indian wedding

  

હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. ત્યારે લગ્નમાં દુલ્હનના બ્રાઈડન વેરનું સ્પેશિયલ કલેક્શન પણ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. ઓનલાઈન માર્કેટ હોય કે પછી મોલ અને ક્લોથ માર્કેટ દરેક જગ્યાએ હાલ બ્રાઈડલ વેરની અલગ અલગ વેરાઈટી જોવા મળી રહી છે. એક સમય હતો ત્યારે લાલ, લીલા અને પીળા રંગના લગ્ન જોડા (લહેંગા)ની ફેશન ચાલતી હતી. જોકે, હવે આ ફેશન આઉટ ડેટેડ થઈ ગઈ છે. હવે બજારોમાં સફેદ રંગના બ્રાઈડલ વેરની ધૂમ જોવા મળી રહી છે.

આ દિવસોમાં બ્રાઈડલમાં સફેદ ચોલીનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. સામાન્ય યુવતીઓ જ નહીં પરંતુ સેલીબ્રિટી પણ વ્હાઈટ ચોલીને ખૂબ ટ્રાઈ કરી રહી છે.

હાલમાં જ નતાશા દલાલ સાથે વરુણ ધવન લગ્નના બંધનમાં જોડાયા. આ મોકા પર નતાશાએ વ્હાઈટ કલરની ચોલી પહેરી હતી. જો તમારા લગ્ન થવાના છે તો તમે રેડ સિવાય કંઈક અલગ ટ્રાઈ કરવા માંગો છો તો વ્હાઈટ બ્રાઈડલ ચોલી સૌથી બેસ્ટ ઓપ્શન છે.

 

આજે અમે તમને કેટલાક વ્હાઈટ બ્રાઈડલ ચોલીની ડિઝાઇન બતાવીશું, જેમાં તમે તમારી પસંદની ચોલી સીલેકટ કરી શકો છો. વ્હાઈટ ચોલીમાં દુલ્હન એકદમ સ્ટનિંગ, એલિગંટ અને યૂનિક લાગે છે. વ્હાઈટ કલર જે તમને ટ્રેડીશનલ લૂક પણ આપશે અને ખાસ એટ્રેકશન પણ આપશે.

married couple clothes colors

બ્રાઈડલ વિયરની શોપિંગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે ચોલી ફકત વ્હાઈટ પસંદ ન કરો પરંતુ રેડ, મરુન, પિંક, ગ્રીન અથવા ગોલ્ડ એમ્બ્રોઈડરી વર્કવાળી વ્હાઈટ ચોલી પસંદ કરો

.

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *