મોંમા ચાંદા પડી ગયા હોય તો અજમાવી જુઓ દાદીમાંના આ અસરદાર નુસખા

Sharing post

મોંમા ચાંદા પડી ગયા હોય તો અજમાવી જુઓ દાદીમાંના આ અસરદાર નુસખા

દરેક લોકો સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ, આવા કેટલાક દાદીમાનાં ઉપાયો આજે તમને જણાવીએ.

ધણા લોકોને મોંમા ચાંદા પડવાની (Mouth ulcer) સમસ્યાહોય છે પરંતુ તેના કારણે ઘણી જ તકલીફ પહોંચે છે. મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ જાય તો બહુ દુખાવો થાય છે. હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી (Acidity), હર્પીસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન બીની કમી, અપચો, મોં આવી જવુ આ બધાને કારણે મોંમા ચાંદા પડી જાય છે. આની સારવાર માટે આપણે ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર (home made remedy)વર્ષોથી વાપરતા આવીએ છીએ, આવા કેટલાક દાદીમાનાં ઉપાયો આજે અમે તમને જણાવીએ.

 

 મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા દેશી ઘીને ચાંદા પર લગાવીને સુઇ જાઓ.ઘી લગાવવાથી સવાર સુધીમાં તમારા ચાંદા ગાયબ થઇ જશે.

મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવવા માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર ફેરવો અને લાળ ટપકાવો.2 દિવસની અંંદર ચાંદા ગાયબ થઇ જશે.

આજના ગુજરાતી સમાચાર

 સવારે ઉઠતાની સાથે થોડા તુલસીના પાન લઇને પાણી સાથે ચાવીને જાઓ.તુલસી એક જીવાણુનાશક અને કિટાણુંનાશક ઔષધી છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.

જ્યાં ચાંદા પડ્યા હોય ત્યાં થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં 3-4 વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.

 

ઉકળતા પાણીમાં 1/5 વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. થોડા સમય શુથી પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી બેથી ત્રણ વાર દિવસમાં કોગળા કરતા રહો થોડા સમયમાં જ રાહત મળશે.

 

 હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ જ લભદાયી છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરવાથી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.

1 કપ પાણીમાં 2 મોટી ચમચી મીઠું ભેળવો નાખો પછી આ પાણીથી 1 મિનિટ સુધી કોગળા કરતા રહો ચાંંદા વારી જગ્યામાં રાહત મળશે.

લીલી કોથમીર ખૂબ ઠંડી હોવાને કારણે  તે શરીરની ગરમી દૂર કરવા માટે ખુબ લાભદાયી છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ નીકાળી 1 વાટકીમાંં  લઇ આ રસને ચાંદા પર લગાવી લો. 2-3 દિવસમાં રાહત મળી જશે.

gujarati samachar

એલોવેરાની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો અથવા તેને ખાઈ પણ શકાય.થોડાક દિવસમાં ચાંદાથી પણ છૂટકારો મળી જશે.

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *