આ છે બોલીવુડના 10 સૌથી અમીર સ્ટાર એક્ટર, 1st નંબરની કમાણી જાણીને ચોકી જશો

Sharing post

આ છે બોલીવુડના 10 શૌથી અમીર સ્ટાર એક્ટર

મિત્રો આજે તમને બોલીવુડ વિષે વાત કરવા જઈ રહયા છીએ, બોલિવૂડમાં દર વર્ષે ઘણી ફિલ્મો આવે છે, જેમાંથી કેટલીક હિટ હોય છે અને કેટલીક ફ્લોપ હોય છે. અભિનેતાનું બજાર મૂલ્ય અને ગ્રાફ હિટ ફિલ્મ આપવા પર રહેેેેલુ હોય છે. અભિનેતા ફિલ્મો સિવાય,  જાહેરાત, જાહેર દેખાવ અને સ્ટેજ પરફોર્મન્સથી કમાય છે. આ રીતે, તેઓ મહિનની કરોડો રૂપિયા કમાય કરે છે. આજે અમે બોલીવુડના સૌથી ધનિક કલાકારોમાં કોનો સમાવેશ થાય છે તે વીશે જણાવીશું.

૧૦ .રણવીર સિંહ – 136 કરોડ

તમને જણાવીએ કે બાજીરાવ મસ્તાની, રામલીલા,પદ્માવત જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યા પછી રણવીર સિંહ બોલિવૂડનો સૌથી મોંઘો અભિનેતા બની ગયો છે. તે એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા લે છે. આ સાથે તે  કિયાઝ, વિવો, એડિદાસ, ડ્યુરેક્સ, હેડ અને શોલ્ડર જેવી જાહેરાતોમાં પણ કામ કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે. રણવીર સિંહની કુલ સંપત્તિ 136 કરોડ રૂપિયાની છે.

૯.પ્રિયંકા ચોપડા – 196 કરોડ

મિત્રો અમે તમને જણાવીએ કે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પ્રિયંકા ચોપડા પાસે ઘણી વિદેશી બ્રાન્ડની જાહેરાતોમાં કામ કરે  છે. આ સાથે, પ્રિયંકા બોલિવૂડ અને હોલીવુડની ફિલ્મો અને ટીવી શ્રેણીમાં કામ કરીને કરોડોની રૂપિયાની કમાણી કરે છે. તેમની કુલ સંપત્તિ 196 કરોડ રૂપિયાની છે.

૮.અનુષ્કા શર્મા – 220 કરોડ

અનુષ્કા શર્મા ટીવીએસ સ્કૂટી, નિવીયા, એલે 18, બ્રૂ કોફી, પેંટેન જેવી જાણીતી બ્રાન્ડ્સમાં જોડાવાથી કરોડોની કમાણી કરે છે. ઉપરાંત, અનુષ્કા શર્મા  પાસે તેનું પોતાનું ‘ક્લીન ક્લીન ફિલ્મ્સ’ નામનું પ્રોડક્શન હાઉસ છે. તે “નુશ” નામનો એક ફેશન સ્ટોર પણ ચલાવે છે અને માત્ર મૂવીઝમાંથી જ કરોડો કમાય છે.

૭.એશ્વર્યા રાય – 245 કરોડ

એશ્વર્યા જાહેરાતના ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત છે. ભલે તે ફિલ્મોમાં ઓછી દેખાય, પરંતુ એશ્વર્યા જાહેરાત કરીને તે કરોડોની કમાણી કરે છે. એશ્વર્યા ટાઇટન,  લેક્મે, કેસિઓ પેજર, ફિલિપ્સ, નક્ષત્ર ડાયમંડ જેવલરી ,લોંગાઇન્સ, લોરિયલ, કોકા-કોલા, જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ સાથે સંકળાયેલી છે.

૬.રણબીર કપૂર – 320 કરોડ

વાત કરીએ રણબીર કપુરની તો,  રણબીર એક ફિલ્મ માટે આશરે 25 કરોડ અને એક જાહેરાત માટે 6 કરોડ જેટલો ચાર્જ લે છે. આ સિવાય તેઓ સ્ટેજ શોથી પણ ઘણી કમાણી પણ કરે છે.

૫.અક્ષય કુમાર – 1050 કરોડ

આ વર્ષે અક્ષયકુમારનું નામ સૌથી વધુ કમાણી કરનાર સ્ટારમાં સામેલ કરવામાં આવ્યું છે. તે એક ફિલ્મ માટે 40 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે ઘણી મોટી બ્રાન્ડ્સમાં જોડાઇને પણ કરોડોની કમાણી કરે છે.

૪.આમિર ખાન – 1260 કરોડ

સૌથી વઘુ કમાણીમાં આ લિસ્ટમાં ચોથા નંબર પર આમિર ખાન આવે છે. આમિર ખાન કોકા-કોલા, સેમસંગ, મોનાકો બિસ્કીટ, ગોદરેજ, ટાઇટન વોચિસ, ટાટા સ્કાય, ટોયોટા ઇનોવા, જેવી ઘણી કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને આમિર ખાન ફિલ્મો અને જાહેરાતો દ્વારા જંગી રકમ મેળવે છે.

૩.સલમાન ખાન – 2150 કરોડ

સૌથી વઘુ કમાણીમાં સલમાન આ લિસ્ટમાં 3 નંબર પર છે, તમને જણાવી દઈએ કે, સલમાન ખાન એક ફિલ્મ કરવા માટે 60 કરોડ જેટલી મોટી રકમ વસુલે છે. ઉપરાંત, તે એક જાહેરાત માટે 4 કરોડ સુધીનો ચાર્જ પણ લે છે. તે બીઇંગ હ્યુમન નામની એનજીઓ પણ ચલાવે છે.

૨.અમિતાભ બચ્ચન – 3360 કરોડ

અમિતાભ બચ્ચન 2 નંબર નો  સૌથી વધુ કમાણી કરનાર સ્ટારમાં સામેલ છે,તાજેતરમાં જ બિગ બીએ કહ્યું હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ લેનાર છે. તેમનો નિર્ણય સાંભળીને લાખો લોકોના હ્રદય દુખી થઈ ગયા. તમને જણાવી દઈએ કે, અમિતાભ એક ફિલ્મ માટે 20 કરોડ લે છે. આ સિવાય કલ્યાણ જ્વેલર્સ, ટાટા સ્કાય, ડેરી મિલ્ક અને ટૂરિઝમ એડવર્ટાઇઝિંગ જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સમાં જોડાવાથી તે કરોડોની કમાણી કરે છે.

૧.શાહરૂખ ખાન – 5250 કરોડ

સૌથી વઘુ કમાણીમાં  શાહરુખ  ખાન 1 નંબર છે, શાહરુખ થોડા સમયથી મોટા પડદા પર જોવા મળ્યો નથી પરંતુ તેમનું વર્ચસ્વ હજી પણ અકબંધ છે. શાહરુખ  ખાનની કુલ સંપત્તિ 5250 કરોડ છે. તે ઘણી જાણીતી કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને એક ફિલ્મ કરવા માટેે 45-50 કરોડની કમાણી કરે છે.

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *