તમને પણ નવરાશમાં ટચાકા ફોડવાની ટેવ છે? તો ચેતી જજો, લાંબા ગાળે થશે આ નુકસાન

Sharing post

તમને પણ નવરાશમાં ટચાકા ફોડવાની ટેવ છે? તો ચેતી જજો, લાંબા ગાળે થશે આ નુકસાન

is cracking your knuckles bad for your hands

જયારે કોઈપણ વ્યકિત કામ કરીને થાકે એટલે સૌ પ્રથમ પોતાની આંગળીના ટચાકા ફોડતો હોય છે. ટચાકા ફોડવાથી આંગળીઓને થોડો આરામ જરૂર મળે છે અને  મનથી પણ થોડી શાંતિ અનુભવે છે. પરંતુ તમને ખબર નહી હોય  કે વારંવાર ટચાકા ફોડવાથી લાંબા ગાળે આંગળીઓ અસક્ષમ બને છે. ઘણા લોકો સવારે ઉઠીને પણ ગરદન અને હાડકાના ટચાકા ફોડતા હોય છે. પરંતુ આવી રીતે આંગળીઓનાં કડાકા બોલાવવા ખુબ નુકશાનકારક સાબિત થાય છે.

cracking knuckles hand

હાથ-પગની આંગળીઓનાં ટચાકા ફોડવાથી સાંધાની આસપાસનાં મસલ્સ અને હાથને આરામ મળે છે. પરંતુ લાંબા ગાળે આ કામ કરવાથી ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે. આપણા હાડકા લીગામેંટ સાથે એક મેકની સાથે જોડાયેલા હોય છે.જેને સાંધા કહેવાય છે. આ સાંધાની વચ્ચે એક લિકવીડ પણ હોય છે. ટચાકા ફોડવાથી આ લિકવીડ ઓછુ થાય છે. આ લિકવીડ સાંધામાં ગ્રીસ સમાન હોય છે.જે હાડકાને એક બીજા સાથે ઘરસણ અટકાવે છે. ત્યારે વારંવાર ટચાકા ફોડવાથી આ લિકવીડ ઓછુ થાય છે.જેનાથી  સાંધાની પકડ નબળી થતી જાય છે. તેમજ લાંબાગાળે ગઠીયાના રોગનું કારણ બને છે.

 

cracking knuckles side effects

ટચાકા ફોડવાની આદતને અટકાવવી ખૂબજ જરૂરી છે.આ ટેવ દૂર કરવા તમને જયારે આંગળીઓ રિલેકસ કરવાનું સુઝે ત્યારે તમે તમારા મનને બીજા કામમાં લગાઓ.  જયારે લોકો નવરાશની પળોમાં, આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે પોતાની આંંગણીના ટચાકા ફોડતો હોય છે. તો તે સમયે આંગળીઓને અન્ય એકિટવીટી કરાવો, જેથી કરીને તમારૂ મન બીજી પ્રવૃત્તિમોં લાગશે અને તમે ટચાકા ફોડવાનું ભૂલી જશો.

side effects of cracking knuckles

ટચાકા ફોડવાની ટેવથી લાંબાગાળે આંંગળીને નુકશાન થાય છે. જેનાથી વ્યકિતના આંગળા મોટી ઉંમરે સારી રીતે કામ કરી શકતા નથી તેમજ આંગળીઓમાં દુ:ખાવો રહે છે. વ્યક્તી જીવનમાં નાનુ કે મોટુ દરેક કામ હાથની આંગળીઓ મારફતે કરે છે ત્યારે આંગળીઓને સક્ષમ રાખવી ખૂબ જરૂરી છે. જેથી કરીને ટચાકા ફોડવાની અત્યંત ગંભીર આદતને અટકાવવી જ જોઈએ.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *