શરીરની શુદ્ધી માટે અંજીરનું કરો સેવન;ક્યારે નહી થાય કોઇ આ પ્રકારની બિમારી

Sharing post

 

બાળકથી લઇને વૃદ્ધના શરીરની શુદ્ધી માટે દુધ અને અંજીરનુ આ રીતે કરો સેવન

anjeer benefits in gujarati

 જો તમારા શરીર મા કોઈ પણ જાત ની તકલીફ હોય તો અંજીર નુ સેવન ખુબ જ લાભદાયી નીવડે છે અને તેમા રહેલ અનેક તત્વો આપણા માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. તો આપણે જાણીએ અંજીર થી થતા લાભ અને તેના ઉપયોગ વિશે.

anjeer benefits in gujarati

અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ગુણકારી છે.દરરોજ તમારે બે જ અંજીર નો ઉપયોગ કરવાનો છે. તે પણ 1 ગ્લાસ દુધ જેટલા દુધમાં એકાદ અંજીર બોળી રાખીને સવારે એ નરમ થયેલું અંજીર દૂધ ખાઈ જવું. અંજીર સાથે પણ દુધ પી શકાય અને અંજીર લીધા બાદ દુધ પણ પી શકાય છે. આ પ્રયોગ ને ૧૫ થી ૨૦ દિવસ સુધી એકધારો કરવા થી તમારા રહેલ નબળાઈઓ દુર શકો છો અને જૂની કબજિયાતની બીમારી મટે છે.અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.

figs benefits for female

અંજીરનું સેવન કરતા રહેવાથી સ્ત્રીઓને માસિક નિયમિત થાય છે, અંજીરના સેવનથી બાળકની માતાનું દૂધ પણ વધે છે. અંજીરના સેવનથી સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં પણ મટે છે. દરરોજ અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. તાજા અંજીરની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

અંજીર મા અનેક તત્વો રહેલા હોય છે જે કફ , પિત્ત , વાયુ વિકાર અને લોહી સંબધીત બિમારી માટે લાભદાયી છે.શરીર શુદ્ધિ માટે દુધ સાથે અંજીર નો પ્રયોગ કરવા થી ખુબ જ સારા પરીણામ પ્રાપ્ત થાય છે. તેમજ આરોગ્ય મા વધારો કરે છે.બી.પી ના દર્દીઓ માટે અંજીર બહુ લાભદાયી છે.લોહીની ઉણપના લીધે જેમના હાથ-પગ સુન થઇ જતા હોય તેઓને બહુ લાભદાયી છે.

figs benefits for male in gujarati

જે વ્યક્તિ કોઈપણ કાર્ય કરવા સાથે થકાવટ અનુભવે , આળસ આવે , નિંદર આવતી હોય તો આવી તકલીફ ના નિવારણ માટે દુધ સાથે અંજીર નો ઉપયોગ કરવા થી લાભ થાય છે. યુવતીઓ ને પણ લાભ પહોચાડે છે. અંજીર રક્ત ને શુદ્ધ કરે છે જેના કારણે માણસો ની ત્વચા ખુબ જ સુંદર બને છે. જેથી ચર્મ રોગ દુર થાય છે અને ત્વચા કોમળ રહે છે.

અંજીર ના ઉપયોગ થી કફ તેમજ ક્ષય ના રોગ દુર થાય છે. એક મહીના સુધી બે થી ત્રણ અંજીર ને રાત ના સમયે પાણી મા બોળી રાખી સવારે આરોગવા થી બાવાસીર ની તકલીફ મા રાહત મળે છે. તો આ રીતે શરીરના શુદ્ધિકરણ માટે  અંજીરનો પ્રયોગ ખુબ જ લાભદાયી છે.અને ખુબ જ સારા પરીણામ પ્રાપ્ત થાય છે. તેમજ આરોગ્યમાંં વધારો કરે છે.

 

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *