બરફના 10 ફાયદા જે જાણીને તમે ચોક્કસથી બરફનો ઉપયોગ કરશો

Sharing post

ice cubes for face benefits

ice cubes for face benefits

ફ્રિજમાં પડ્યો બરફ આપણે ગરમીમાં પાણીમાં નાખીને પાણી પીએ છીએ. બરફ વાળુ ઠંડુ ઠંડુ પાણી પીવાની મજા જ અલગ છે. આપણે બરફ ખાઈ જઈએ છીએ અને ગરમીમાં એની સાથે રમવાની પણ ખૂબ મજા આવે છે. આ ઉપરાંત શું તમને તેના ફાયદા ખબર છે.

બરફના 10 એવા ફાયદા જે જાણીને તમે બરફનો રોજ  ઉપયોગ કરશો. તો ચાલો જાણીએ.

use of ice cubes for pimples

નંબર 1:

ગરમીમાં આપણને ખૂબ પસીનો થાય છે અને ત્વચા તૈલી લાગે છે. ચહેરા ઉપર બરફના ટુકડાને રગડવાથી અને બરાબર મસાજ કરવાથી આ સમસ્યાનું નિવારણ આવે છે. ત્વચાનું તૈલીપણુ દૂર થાય છે અને ત્વચા નિખરવા લાગે છે.

નંબર 2:

ઘણીવાર ગરમીઓમાં અળાઈઓ થાય છે. નાની ફોલ્લીઓ થવા માંડે છે. તેના ઉપર બરફ ઘસવાથી તેનાથી રાહત મળે છે.

નંબર 3:

જ્યારે માથું દુખતું હોય ત્યારે બરફના ટુકડાને એક રૂમાલમાં બરાબર વીંટીને માથા પર મૂકીને થોડું રગડવાથી દુખાવા થી રાહત મળે છે.

નંબર 4:

નસકોરી ફૂટે ત્યારે નાકમાંથી લોહી નીકળતું બંધ થાય તે માટે એક કપડાં માં બરફનો ટુકડો લઈને નાકની આજુબાજુ રાખી ને રગડવાથી વહેતુ લોહી થોડીવારમાં બંધ થઈ જાય છે.

નંબર 5:

ઉલટી થતી હોય ત્યારે બરફના ટુકડાને ચૂસવા થી ઉલટી થતી બંધ થઈ જાય છે.

નંબર 6:

શરીરના કોઈપણ ભાગમાં ઘા લાગ્યો હોય અને લોહી નીકળતું હોય ત્યારે તેની આજુબાજુ બરફ ઘસવાથી લોહી નિકળતું બંધ થઈ જાય છે અને ઘા થી રાહત મળે છે.

નંબર 7:

વધુ સમય સુધી મોબાઇલ અને કોમ્પ્યુટર ના ઉપયોગથી આંખોને નુકસાન પહોંચે છે. આંખો દુખવા લાગે છે . ત્યારે બરફના ટુકડાને પાતળા રૂમાલ માં લપેટીને આંખો પર રાખવાથી આંખમાં થતી બળતરા માંથી રાહત મળે છે.

નંબર 8:

પગની એડીમાં થતા દુખાવા માં દરરોજ બરફને એડી પર ઘસવાથી એડી ના દુખાવા થી પણ રાહત મળે છે.

નંબર 9:

ઇન્જેક્શન લીધું હોય ત્યારે તે જગ્યા ઉપર બરફ ઘસવાથી સોજો નથી આવતો અને લોહી પણ નથી જામતું .

નંબર 10:

દાઝી ગયેલા ભાગ પર તુરંત જ બરફ લગાવવાથી બળતરા ઓછી થઇ જાય છે અને તેના લીધે જે ડાઘ રહી જાય છે તે આછા થઈ જાય છે.

benifits of ice

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *