માત્ર 3 વસ્તુ થી ઘરે બનાવો સેનીટાઇઝર જેલ અને કોરોના ને દૂર રાખો

sanitizer gel
Sharing post

માત્ર 3 વસ્તુ થી ઘરે બનાવો સેનીટાઇઝર જેલ અને કોરોના ને દૂર રાખો.

આપણે જોયું કે કોરોના  કેટલો ઘાતક વાયરસ બની ચૂક્યો છે. ઘણા લોકોની જાન લઇ ચુક્યો છે . કોરોના થી બચવા માટે  માસ્ક ,સેનીટાઇઝર  ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે, જેની અછત પણ થઇ . લાખો લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ડોક્ટરે પણ સેનીટાઇઝર નો ઉપયોગ કરવા જણાવ્યું છે. કોરોના કાળમાં આપણે જોયું કે સેનીટાઇઝર નો કેટલો ઉપયોગ થયો છે અને સેનીટાઇઝર ની અછત પણ લાગી હતી.

sanitizer gel

how to make hand sanitizer gel

આપણે ઘરે પણ તેને સેનીટાઇઝર જેલ બનાવી શકીએ છીએ. જેના માટે આપણને માત્ર ત્રણ જ વસ્તુની આવશ્યકતા રહે છે.  તો ચાલો આપણે સેનીટાઇઝર બનાવીએ.

સેનીટાઇઝર જેલ બનાવવા માટે નીચેની વિધિ અનુસરો .

સામગ્રી :

આઇસોપ્રોપીલ આલ્કોહોલ

એલોવેરા જેલ અને

ચા ના ઝાડ નું તેલ

બનાવવાની રીત :

એલોવેરામાંથી  જેલ કાઢી લો, અને તેમાં આઇસોપ્રોપીલ આલ્કોહોલ ઉમેરો અને તેને મિક્સ કરો.

હવે તેમાં સુગંધ આવે તે માટે ચા ના ઝાડ ના પત્તા નું થોડું તેલ ઉમેરો અને ફરીથી હલાવો.  હવે આ  ઉપયોગ કરવા માટે તૈયાર છે.

=============================================================================================================================

આપણે સેનીટાઇઝર સ્પ્રે પણ બનાવી શકીએ છીએ.

સેનીટાઇઝર સ્પ્રે :

hand sanitizer ingredients

hand sanitizer ingredients

સામગ્રી:

આઇસોપ્રોપીલ આલ્કોહોલ,

ગ્લિસરોલ,

હાઈડ્રોજન પેરોક્સાઈડ,

નિષ્યંદીત પાણી અને

સ્પ્રે વાળી બોટલ .

બનાવવાની રીત :

સૌથી પહેલાં એક કપ લો અને તેમાં આલ્કોહોલ ઉમેરો. આમ દોઢ કપ આલ્કોહોલ લો. અને તેમાં બે ચમચી ગ્લિસરોલ ઉમેરો. હવે તેમાં એક ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ એક ચોથાઈ કપ પાણી ઉમેરો. હવે તેને મિક્ષ કરીને બોટલમાં ભરી લો .હવે તે યુઝ કરવા માટે તૈયાર છે.

 

જરૂરી વાતો:

  • તમે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં તેને બરાબર સાફ કરો.  નહીં તો આ સેનીટાઇઝર બરાબર રીતે કામ કરશે નહીં.
  • બનાવીને તેને 72 કલાક સુધી છોડી દો. પછી તેનો યુઝ કરો.
  • આપણે જાણીએ છીએ કે સેનીટાઇઝર ને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ૬૦ થી ૬૫ ટકા આલ્કોહોલ હોવું જરૂરી છે ,અને ૯૯ ટકા હિસ્સો આઇસોપ્રોપીલ આલ્કોહોલ સાથે આપણે આ મિશ્રણનો ઉપયોગ કર્યો છે. જે શ્રેષ્ઠ છે.
  • આમાં આલ્કોહોલમાં વોડકા અને વિસ્કી વગેરે જેવા પીણા અસરકારક હોતા નથી.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *