ઇન્સ્ટાગ્રામ નું બેકઅપ કઈ રીતે લઈ શકાય શું તમે જાણો છો? – ઇન્સ્ટાગ્રામ ચેટની યાદોને સાચવીને રાખવા માંગો છો તો જરૂરથી ઇન્સ્ટાગ્રામનો બેકઅપ લો.

ઇન્સ્ટાગ્રામ નું બેકઅપ કઈ રીતે લઈ શકાય શું તમે જાણો છો ? – ઇન્સ્ટાગ્રામ ચેટની યાદોને સાચવીને રાખવા માંગો છો તો જરૂરથી ઇન્સ્ટાગ્રામનો બેકઅપ લો .

how to backup instagram account
આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ખોવાયેલા રહે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પરની એકબીજા સાથે કરેલી ચેટ સાચવીને રાખવા માંગે છે .
વોટ્સએપ માં પણ બેકઅપ અને એક્સપોર્ટ ચેટ નો વિકલ્પ આપેલ હોય છે, જેથી કરીને આપણે તે ચેટ સાચવીને રાખી શકીએ. તે માત્ર ચેટ જ નહીં પરંતુ ઘણી બધી યાદો છે. ઘણી બધી મીઠી યાદો તેમાં જોડાયેલી હોય છે, પરંતુ શું તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ પર આપણે આ કામ કેવી રીતે કરી શકીએ છીએ ?
ચાલો જાણીએ. જે નીચેના સ્ટેપ્સ ને અનુસરીને બેકઅપ લઇ શકો છો.
સ્ટેપ 1 : સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ ના આપણા પેજમાં નીચે આપેલા વિકલ્પોમાંથી આપણી પ્રોફાઇલ વાળા વિકલ્પો પર ક્લિક કરો.
સ્ટેપ 2 : પછી ત્યાં ઉપર આપેલી ૩ લાઇનો ઉપર ક્લિક કરો.
સ્ટેપ 3 : ત્યાં સૌથી નીચે સેટિંગ નો વિકલ્પ આપેલો હોય છે તેના ઉપર ક્લિક કરો.

instagram delete account backup
સ્ટેપ 4 : ત્યાં તમને ઘણા બધા વિકલ્પો જોવા મળે છે. તેમાંથી સિક્યોરિટીના વિકલ્પ પર ક્લિક કરો.

instagram help center
સ્ટેપ 5 : પછી ત્યાં નીચે ડેટા અને હિસ્ટરી ના વિભાગમાં ડાઉનલોડ ડેટા નો વિકલ્પ આપેલ છે. તેના ઉપર ક્લિક કરશો .

how to backup my instagram account
સ્ટેપ 6 : ત્યારે તમારા ઇમેલ આઇડી અને પાસવર્ડ ની માગણી કરશે.

recover instagram account
તે આપીને થોડા જ સમયમાં તમારી ઇમેલ આઇડી ઉપર એક zip ફાઈલ આવશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો. તે તમારા ઇન્સ્ટાગ્રામ નો બેકઅપ છે. હવે તમે તેને તમારા લેપટોપ કે કોઈપણ જગ્યાએ સેવ કરી શકો છો અને તમારી ઈચ્છા થાય ત્યારે તમે તેને જોઈ શકો છો.