જીવિત વ્યક્તિને મૃત જાહેર કર્યા – કાગઝ પિચ્ચર ની કહાની બની હકીકત !🤨!

Sharing post

જીવિત વ્યક્તિને મૃત જાહેર કર્યા – કાગઝ પિચ્ચર ની કહાની બની હકીકત

“કાગઝ” પિક્ચર ની કહાની બની હકીકત  !

 શું તમે માની શકો કે તે પિક્ચર ની કહાની હકીકતમાં પણ થઈ શકે છે?

જીવતા છો પરંતુ કાગળના ટુકડા . મૃત જાહેર કરી શકે છે. આ એક તદ્દન સાચી ઘટના બની છે.  જેવી રીતે “કાગઝ” પિક્ચરમાં  1  જીવિત વ્યક્તિ ને  મૃત ઘોષિત કર્યો છે. તેવી ઘટના હકીકતમાં બની છે આ ઘટના યુપીના ગૌડા માંથી સામે આવી છે.  જ્યા એક વૃદ્ધ વડીલને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે. જ્યારે કે તે જીવિત છે.

ગૌડાની ની અંદર એક જીવિત વ્યક્તિ પોતે જીવિત છે એવું સાબિત કરવા માટે વિકાસ ભવન ના ચક્કર કાપી રહ્યા છે . સરકારી ફાઇલોમાં અને કર્મચારીઓની બેકાળજી લીધે એક વૃદ્ધ શ્યામ વિહાર ને મૃત જાહેર કરી દીધા છે, પરંતુ તે પોતે જીવિત છે, તે પુરાવા લઈને સમાજ કલ્યાણ ના અધિકારીઓ ,કાર્યાલય સહિત વિકાસ ભવન ના ચક્કર કાપી રહ્યા છે ,અને પોતે જીવિત છે તેમ સાબિત કરી રહ્યા છે.

તેમણે પહેલા પેન્શન મળી રહ્યું હતું. પરંતુ સરકારી ચોપડામાં તેમને મૃત ઘોષિત થયા પછી તેમને પેન્શન મળતું બંધ થઈ ગયું. અને તે પેન્શન પાછું મેળવવાની આશા લગાવીને બેઠા છે. આ સમગ્ર ઘટના પંડરી કૃપાલ બ્લોકના મુંડેરાવ કલાનો છે.

વૃદ્ધ  શ્યામ વિહાર ૨૦૦૫ થી પેન્શનનો લાભ લઇ રહ્યા હતા, અને હવે તેમને ત્યાં હાજર રહેલા ગ્રામ પ્રધાન અને ગ્રામ પંચાયતના અધિકારીઓ દ્વારા રમત કરતા વૃદ્ધ  શ્યામ વિહાર ને મૃત ઘોષિત કરી દીધા અને તેમનું પેન્શનપણ રોકી દેવામાં આવ્યું.  વૃદ્ધ  શ્યામ વિહાર ફરી પેન્શન લેવા માટે સરકારી દફતર ચક્કરો કાપી રહ્યા છે. શ્યામ વિહાર ને ઘર ચલાવવા માટે પેન્શનની આવશ્યકતા છે. પોતાનો ખર્ચ કરવા માટે પેન્શનની જરૂર હોવા ને લીધે સરકારી દફતર ના ચક્કરો કાપી રહ્યા છે.

આ વાત ઉપર પ્રશાસનના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જ્યારે ફાઈલો ખોલાવીને તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ગ્રામપંચાયતના અધિકારીઓએ તેમનું પેન્શન કાપી લીધું છે, અને સમગ્ર પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ લાપરવા ગ્રામ પંચાયતના અધિકારીઓ પર કાર્યવાહી થશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *