ચહેરો આકર્ષક બનાવા કરો આ ૩ ચહેરાના યોગા – દિવસના માત્ર ૧૫ મિનિટ આપો અને ચેહર ખુબ જ સુંદર બનાવો

ચહેરો આકર્ષક બનાવા કરો આ ૩ ચહેરાના યોગા – દિવસના માત્ર ૧૫ મિનિટ આપો અને ચેહર ખુબ જ સુંદર બનાવો.
ચહેરો આકર્ષક બનાવા કરો આ ૩ ચહેરાના યોગા.
આપણે બધા આપણે આકર્ષક લાગીએ અને બધાના ધ્યાનમાં રહીયે એવું ઈચ્છીએ છીએ. આપણે આપણા શરીર નું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ ચહેરા નું ધ્યાન રાખવા માટે આપણે બિલકુલ કાળજી નથી લેતા . પોતાના શરીરની સાથે-સાથે આપણે આપણા ચહેરાની પણ કાળજી લેવાની ખૂબ જ જરૂર છે. ચહેરાને લાંબા સમય સુધી યુવાન દેખાવા માટે તેની પણ ઘણી બધી કસરતો આવે છે. જે આપણે કરવી જોઈએ .
તો ચાલો જાણીએ આપણે તેમાંની કેટલીક કસરતો.
માછલી જેવો ચહેરો:
આ ચહેરા માટે ખૂબ જ સારી કસરત છે .
આ કરવા માટે સૌપ્રથમ એક ઊંડો શ્વાસ લો. પછી તમારા ગાલ ને અંદરની તરફ ચૂસો, જેથી તમારો ચહેરો માછલી જેવો દેખાવા લાગશે. અને આ કસરત દરમિયાન તમારા ચહેરા ઉપર આવતો બધો તણાવ આગળની તરફ એટલે કે તમારા હોઠની તરફ લાવવાનો પ્રયત્ન કરો.
આ કરવાથી તમારા ગાલ ને સરખો આકાર મળશે, અને તમારા ગાલ ખૂબ જ આકર્ષક દેખાશે.
આકાશ ચુંબન:
આકાશ ચુંબન આ કસરત કરવાથી તમારા ગળામાં જે જાડાપણું દેખાય છે તે નીકળી જશે અને નીચેની તરફથી એક અલગ જ આકાર મળશે જે ખૂબ જ આકર્ષક લાગે છે. આ કસરત કરવાથી કરચલીઓ પણ ઓછી દેખાવા લાગે છે.
આકાશ ચુંબન કરવા માટે સૌપ્રથમ 45 ડિગ્રી આકાશ તરફ જુઓ. તમારા હોઠને ,જેમ તમે આકાશને ચુંબન કરવા નો પ્રયત્ન કરી રહ્યા હોય તેવી રીતે પ્રયત્ન કરો. એક વખત કરીને તેને ૧૦ સેકન્ડ સુધી સ્થિત રાખો અને પછી ધીમેથી મૂળ સ્થિતિમાં આવો. પછી તમારા ફેસ પર એક મુસ્કુરાહટ લાવો.
આઈ, ઓ, ઈ, એ:
આઈ, ઓ, ઈ, એ.
આ કસરત કરવાથી તમારા ચહેરા ના અલગ અલગ રૂપ જોવા મળશે. આ કસરત કરવા માટે તમારે ચહેરા પર તણાવ સાથે આ અક્ષરો બોલવાના રહેશે. આઈ બોલતી વખતે તમારું મોઢું આખું ખુલશે.
પછી “ઓ” બોલતી વખતે તમારો ગાલ ની ઉપર ની તરફ તળાવ થશે. હવે “ઈ” અને “એ”.
આ બધી કસરત ત્રણ વખત કરો અને આ તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. તમને થોડા જ સમય માં ચહેરા પર ઘણો બદલાવ જોવા મળશે.