અનાનસના પાંદડામાંથી ડ્રોન – શું તમે ક્યારે  વિચાર્યું છે?

Sharing post

અનાનસના પાંદડામાંથી ડ્રોન – શું તમે ક્યારે  વિચાર્યું છે ?

તમે ડ્રોન વિશે તમે સાંભળ્યું હશે. તે એક ખૂબ જ ઉપયોગી યંત્ર છે જેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે . જેમ કે આકાશમાંથી કંઈક રેકોર્ડ કરવા, પિક્ચરો શૂટ કરવા માં.

ડ્રોન શબ્દ સાંભળીને એમ લાગે કે એને બનાવવા માટે ઘણા બધા સાધનો જોતા હશે . ઘરે બનાવો તો લગભગ અશક્ય લાગે પરંતુ ….

એક પ્રોફેસરે આ કમાલ કરી બતાવી છે અને  અનાનસના પાંદડામાંથી ડ્રોન તૈયાર કર્યું છે. જે સામાન્ય ડ્રોન કરતા વધુ શક્તિશાળી છે. આ પ્રોફેસરનું નામ મોહમ્મદ તારીક હમીદ સુલતાન છે . આ પ્રોફેસર એક મલેશિયાઈ રિસર્ચર છે.

આ ડ્રોન ખૂબ જ સરળતાથી હવામાં ઉડે છે . ખૂબ જ આશ્ચર્ય ચકિત વાત છે અને વિચાર આવે છે કે અનાનસના પાંદડા માંથી ડ્રોન કેવી રીતે બનાવી શકાય ,પરંતુ આ એકદમ સાચી ઘટના છે.

drone made from pineapple leaves

મલેશિયા માં આવેલી એક યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ તારીક હમીદ સુલતાને અનાનસના પાંદડાની ફાઇબર માં રૂપાંતર કરીને ડ્રોન બનાવ્યું છે .

તેમનું એવું કહેવું છે કે બાયો કમ્પોઝિટ સામગ્રી થી બનેલો આ ડ્રોન સિન્થેટીક ફાઇબર થી બનેલા ડ્રોનની સરખામણીમાં વધારે શક્તિ અને વધારે ભાર ઊંચકીને લઇ જવાની ક્ષમતા ધરાવે છે . આ હલકું અને સરળ છે. આ પ્રોટોટાઇપ ડ્રોન 1000 મીટર ની ઊંચાઈ સુધી ઉડાન ભરવા અને લગભગ 20 મિનિટ સુધી હવામાં રહેવા માટે સક્ષમ છે.

તેમણે કહ્યું કે હવે રિસર્ચ ટીમ કૃષિ ઉદ્દેશો અને હવાઇ નિરીક્ષણ માટે ઇમર્જન્સી સેન્સર સહિત મોટા પેલોડ લઇ જવામાં સક્ષમ મોટા ડ્રોન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *