શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે આહારમાં લો આ 3 ઝટપટ બનતા લાડુ

Sharing post

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે આહારમાં લો આ 3 ઝટપટ બનતા લાડુ

 

શિયાળો આવી ગયો છે અને શિયાળામાં જાતજાતની વાનગીઓ જોવા મળે છે. શિયાળામાં ઘણા બધા પૌષ્ટિક ખોરાક બને છે. ઘણી બધી લીલી શાકભાજી આવે છે. ઘણા બધા ફળ આવે છે. શિયાળામાં જેટલું ખાઈએ એટલું ઓછું છે. શિયાળામાં મોટાભાગના લોકો પૌષ્ટિક ખોરાક બનાવે છે અને આ પૌષ્ટિક ખોરાક માં ઘણી બધી ભાતના લાડુ નો પણ સમાવેશ થાય છે.  જેમકે બીટ ના લાડુ, સૂંઠ – ગંઠોડા ની ગોળીઓ, ખજૂર મેથી ના લાડુ.

આ બધું ખાવાથી શિયાળામાં શરીરની ઇમ્યુનિટી સારી રહે છે. આ ખોરાક નો સ્વાદ એટલો ટેસ્ટી નથી હોતો ,પરંતુ તે શરીર માટે અને આરોગ્ય માટે ખૂબ જ સારો હોય છે.

આજે આપણે તેમાંના 3 ખૂબ જ પૌષ્ટિક લાડુ બનાવતા શીખીશું.  જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સરળ છે . તેનો સંગ્રહ ખૂબ જ લાંબા સમય સુધી થઈ શકે છે.  તેને ઘણા દિવસ સુધી આપણે રાખી શકીએ છીએ અને તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ.

1. ખજૂર અને સૂકા મેવા ના લાડુ :

શિયાળામાં ખજૂર અને સૂકા મેવા ખાવા એ ખૂબ જ હિતાવહ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય સારા હોય છે. શિયાળામાં તો સુકા મેવા ખાવા જ ખાવા જ જોઈએ.

આ લાડુ બનાવવા માટે માત્ર ત્રણ વસ્તુ ની જરૂર છે .

સામગ્રી:

20 ખજૂર,  1/4  મિક્સ સુકા મેવા (કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, મગફળી),  એક ચમચી ટોપરાનું છીણ.

રીત:

સૌ પ્રથમ બધા જ સૂકા મેવા લઈને તેને થોડા શેકી લેવાના છે પછી તેને અધકચરા વાટી લેવાં ના છે.

હવે એક કડાઈમાં ખજૂર ને થોડી ગરમ કરવાની છે આમ કરવાથી તે નરમ થઈ જાય છે. આ કામ આપણે માઈક્રોવેવમાં પણ કરી શકીએ છીએ.

પછી બંને વસ્તુને  સરખી રીતે મિક્સ કરી લો ,અને યાદ રાખજો કે ખજૂરને ગરમ કરતા પહેલા તેમાંથી બધા જ ઠળિયા કાઢી લઈએ. હવે બન્નેને બરાબર ભેળવીને તેમાં ટોપરાનું છીણ નાખો. આ વૈકલ્પિક છે ટુકડાનું છીણ નાખી પણ શકો છો અને જો ના હોય તો તેને છોડી પણ શકો છો. હવે તેને ગરમ ગરમ રહેવાની સાથે જ લાડુ આકારમાં વાળી લો આ ખજૂર અને સૂકામેવા ના લાડુ તૈયાર છે.

2. સૂંઠ તને મેથીના લાડુ:

શિયાળામાં સૂંઠ અને મેથી ખૂબ જ ફાયદાકારક રહે છે. તે શરીરનું તાપમાન જાળવી રાખે છે અને સૂંઠ તો ભૂખ વધારવા માટે પણ ઉપયોગી છે.

સામગ્રી:

૬૦ ગ્રામ ઘી, એક કપ ઘઉંનો લોટ, એક ચમચી મેથીના દાણા, બે ચમચી વરિયાળી,  3/4 કુદરતી કથ્થાઈ ખાંડ.

રીત:

એક મોટી કડાઈ લો તેને થોડી ગરમ કરો, અને તેમાં ઘી નાંખો.  ત્યાર પછી તેમાં લોટ નાખો અને બરાબર હલાવો. લોટ ને બરાબર શેકો. ધ્યાન રાખવું કે આ ક્રિયા ખૂબ જ નીચા તાપમાને થાય. લોટ શેકાઈ ગયા બાદ તેને ઠંડુ કરવા મુકો.

બીજી કડાઈ લો, અને હવે તે કડાઈમાં વરીયાળી, મેથી અને કાળા મરી વગેરે શેકી લો. તેને વાટીને ભૂકો કરી લો . ત્યાર પછી આ ભૂકો અને શેકેલો લોટ ભેળવી લો પછી તેમાં સૂંઠ નાખીને તેને ફરીથી સરખી રીતે મિક્સ કરો. હવે હાથ માં થોડો લોટ લઇ હાથ વડે તેને પ્રેશર સાથે લાડુ બનાવો.

જ્યારે તમે લાડુ બનાવી રહ્યા છો તે વખતે સેકેલા લોટમાં રહેલું ઘી લાડુના  જોડાણ માં મદદ કરશે ,અને તે ખૂબ જ સારી રીતે થશે.

આ લાડુ પણ ખૂબ જ લાંબા સમય સુધી રહે છે. તેનો લગભગ ૪ થી ૬ અઠવાડિયા સુધી આરામથી સંગ્રહ થઈ શકે છે, અને ગમે ત્યારે તેનો ઉપયોગ થઇ શકે છે.

3. રાગી અને ઓટ્સના લાડુ:

રાગી અને ઓટ્સ ની જોડી ખુબ જ સારી છે, જે આરોગ્ય માટે પણ ખૂબ જ હિતાવહ છે.

સામગ્રી:

1.5 કપ રાગી નો લોટ, 1 કપ ઓટ્સનો લોટ, 20 પાકી ખજૂર,  1/4 કપ દૂધ,  1/2 મધ , ત્રણ ચમચી  ઘી, એક ચમચી ઈલાયચી પાઉડર,  1/4/ નારિયેળનું છીણ, બાર કાજુ

રીત  :

સૌ પ્રથમ ઓટ્સને દુકા કરીને શેકીલો અને આમ કરીને તેને ગ્રાઇન્ડ કરી લો. ત્યાર પછી ખજુરની અંદર થી ઠળિયા કાઢીને તેને દૂધ સાથે મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો.

તેમાંથી થોડી ખજુર બાજુમા રાખી લો અને તેને નાના – નાના પીસમાં કાપી લો. હવે તલને ડ્રાઈ રોસ્ટ કરો અને પછી કાજુને ડ્રાઈ રોસ્ટ કરો.

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં ઓટ્સના લોટને બરાબર શેકીલો . ત્યાર પછી એક બીજી કડાઈમાં રાગીના લોટને બરાબર શેકીલો . આ બંનેને એક સાથે ભેળવો અને પછી તેમાં બીજા ઈંગ્રીડીયંટસ ભેળવો. તે દરમિયાન ગેસનું તાપમાન ઓછું રાખવાનું છે. તમારે હવે આ મિક્સરને ગેસ ઉપરથી ઉતારીલો અને તેને ઠંડુ થવા દો. તેમાં વધેલી ખજુરના ટુકડા નાખો અને પછી લાડુ બનાવવાનું શરુ કરો.

તૈયાર છે આપણા લાડુ

 

આશા છે કે તમે આ લાડુ બનાવીને તેના સ્વાદની મજા જરૂર થી ઉઠાવશો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!