રાજભા ગઢવી :આખા ગુજરાત ને ડાયરામાં ડોલાવે છે, ગામઠી સ્ટાઈલથી જીવે છે આવું જીવન

રાજભા ગઢવી :આખા ગુજરાત ને ડાયરામાં ડોલાવે છે, ગામઠી સ્ટાઈલથી જીવે છે આવું જીવન
દુનિયામાં તમે ઘણા માણસો એવા પણ જોયા હસે જેમને પોતાના જીવનમાં પોતાની મહેનતથી આગળ વઘ્યા હસે , શૂન્યમાંથી સર્જન કર્યું હોય , તેમની પાસે મૂડી પણ ન હોય , ના કોઈનો સહારો હોય , છતાં પણ તેઓ પોતાના જીવનમાં આગળ નીકળ્યા અને માત્ર એ પણ તેમની આવડતથી. આજે તમને એવા જ એક વ્યક્તિનો પરીચય કરાવવા જઇ રહ્યા છીએ જેના નામનો ડંકો આજે આખા ગુજરાતમાં વાગે છે એવા લોકડાયરાના કલાકાર રાજભા ગઢવીના જીવન વિશે જણાવીશું.
રાજભા ગઢવી માત્ર ગુજરાતમાં પરંતુ વિદેશની અંદર પોતાના ડાયરાની રંગત જમાવતા જોવા મળે છે. તેમના ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો હોય છે. જેમને સાંભળતા જ દર્શકો પણ મંત્ર મુગ્ધ બની જાય છે. તેમના લોકડાયરામાં ધર્મ, સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે.
રાજભા ગઢવીનું બાળપણ જીવન ગીરના જંગલોમાં સિંહો અને ગાયો,ભેંસો વચ્ચે વીતાવ્યું છે. પ્રકૃતિના ખોળમાં મોટા થેયલા રાજભા ગઢવી ક્યારેય શાળાએ નથી ગયા અને એક પણ ચોપડી ભણ્યા નથી, છતાં તેમના કંઠેથી લોકસાહિત્યનો ઇતિહાસ વહેતો જોવા મળ્યો છે. તેઓ એક ઉમદા કવિ અને લોક સાહિત્યકાર પણ છે.
રાજભા ગઢવીનો જન્મ અમરેલી જીલ્લાના કનકાઈ-બાણેજ ગીરના લીલાપાણી નેસમાં થયો હતો. તેમને પોતાનું જીવન ગીરના જંગલોમાં સિંહો અને ગાયો,ભેંસો વચ્ચે વીતાવ્યું છે. નાનપણથી જ પશુપાલન અને ભેંસ ચરાવવાનું કામની સાથે રેડિયો પર ભજન સાંભળતા, રેડિયો પર હેમુ ગઢવી સહિતના કલાકારોને સાંભળીને તેમને લોકસાહિત્યમાં ખૂબ જ રસ થયો. અને ગાયકીના હુન્નર શીખ્યા હતા કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન વગર સારી રીતે ગાતાજોઇને ગામના લોકો તેમને ગાવા માટે પ્રોત્સાહિત કરતા રહેતા. રાજભાએ વર્ષ 2001 માં સતાધાર નજીકના રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલી તક મળી હતી.
રાજભા ગઢવીએ ઘણાં ગીતો લખ્યાં છે. જેમાં મરજીવા પાઘડીવાળા, સમરાટ ભાગ્યો શ્વાનથી, દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેવાં ગીતો લોકડાયરાઓમાં લોકપ્રિય છે. વાન વયના રાજભા ગઢવીએ 2003 માં પ્રકૃતિને સંબોધીને કૃષ્ણ-રાધાના પ્રેમનું ગીત સાયબો ગોવાળીયોની રચના કરેલી.
રાજભા ગઢવીએ “સાયબો રે ગોવાળિયો” ગીત ગાયું છે જે આજે ખુબ જ પ્રસિદ્ધ થયું છે. તેમને લોકગીતોનું પુસ્તક “ગીરની ગંગોત્રી” પણ બહાર પાડ્યું છે. તેમના ડાયરાને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડે છે. તેમનો બુલંદ અવાજ સાભરી લોકો ખુશ થઇ જાય છે.
રાજભા ગઢવી ખુબ જ સાદગીભર્યુ જીવન જીવવામાં માને છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની અને બે દીકરી અને એક દીકરો છે. હાલમાં તેમને પોતાનું નવું ઘર લીઘુ છે, તે ઘરમાં આધુનિક બધી જ સુવિધાઓથી સજ્જ છે. તેમના ઘરની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળી છે.

rajbha gadhvi lifestyle

rajbha gadhvi lok dayro

kirtidan gadhvi lok gayak gujarat