ભારતમાં આવેલા રહસ્યમય ચમત્કારી મંદિરો,જેના વિષે સાંભળી ને લાગશે નવાઈ

ભારતમાં આવેલા રહસ્યમય, ચમત્કારી મંદિરો,જેના વિષે સાંભળી ને લાગશે નવાઈ
3 રહસ્યમય મંદિરો, જ્યાં ના ચમત્કાર ઉપર આજે પણ શ્રદ્ધાળુઓને નકમસ્તક છે
ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મનો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રચાર થયો હશે. જગ્યા જગ્યા ઉપર આપણને મંદિરો જોવા મળે છે. અલગ અલગ દેવી અને દેવતાઓના મંદિરો હોય છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક તેને માને છે મોટા ભાગના મંદિરો પાછળ માત્ર મંદિર નહીં પરંતુ તેની કથા હોય છે , એક કહાની જોડાયેલી હોય છે. તેમાંના માત્ર આ ત્રણ મંદીર ની ચર્ચા કરીએ જાના ચમત્કારો ઉપર તેના શ્રદ્ધાળુઓ નતમસ્તક છે.
જેના ચમત્કાર ખુબ જ વિશિષ્ટ છે. આ મંદિરો વિષે જાણી ને તમને ખુબ જ નવાઈ લાગશે.
કરણી માતા:
કરણી માતા નું મંદિર રાજસ્થાન ના બિકાનેર માં આવેલું છે. જે ખૂબ જ વિખ્યાત છે . તમને નવાઈ લાગશે કે આની ખાસિયત ઉંદરો છે. અહીંયા મોટા પ્રમાણમાં ઉંદરો જોવા મળે છે. આ મંદિરનો ખૂબ મોટો મહિમા છે. અહીંયા લગભગ ૨૦ હજારથી પણ વધારે ઉંદર વસવાટ કરે છે.
આ મંદિર ઉપર ભક્તોની ખૂબ જ શ્રદ્ધા છે .આ આ મંદિરમાં રહેલા ઉંદરો આમતેમ દોડતા જ હોય છે. તેમની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી ત્યાં સંભાળીને ચાલવું પડે છે . ચાલવું પણ ખુબ જ મુશ્કેલ બની જાય છે.
જો કોઈ પણ ઉંદર તમારા પગ નીચે આવી જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. અને જો કોઈ પણ ઉંદર તમારા પગ ઉપરથી પસાર થાય તો તેને માતા નો આશીર્વાદ ગણવામાં આવે છે. તે ભક્ત ઉપર માતાની કૃપા માનવામાં આવે છે. જો તમને સફેદ ઉંદર જોવા મળી જાય , તો તમારી મનોકામના પણ પૂર્ણ થાય છે. આ મંદિરમાં ઉંદરોને ખૂબ જ સાચવવામાં આવે છે. તેમને ભોજન પણ કરાવવામાં આવે છે.
શનિ શિંગણાપુર:
આ મંદિર વિશે તો તમે સાંભળ્યું હશે. ,અને આ મંદિરના નામ પરથી જણાય છે કે આ શનિદેવનું મંદિર છે. આ મંદિર નો મહિમા અને તેની ધાર્મિકતા ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર મહારાષ્ટ્ર માં આવેલું છે.
આ મંદિરની વિશેષતા એ છે કે આ કોઈ પણ છત્રની નીચે નથી આનો અર્થ એમ છે કે ખુલ્લા આકાશની નીચે એક પથ્થરની મૂર્તિ રૂપે જ શનિદેવ ની પ્રતિમા સ્થાપિત થયેલી છે. તેના ચમત્કારો આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.
આ મંદિર જે ગામમાં આવેલું છે ત્યાં આજે પણ દરવાજા નથી, અને જો દરવાજા હોય તો કોઈ પણ ઘરને આજે પણ તાળુ મારવામાં આવતું નથી. એમ માનવામાં આવે છે કે શનિદેવ પોતે જ આખા ગામની રક્ષા કરે છે. તેથી કોઈને તાળાં મારવાની જરૂર નથી . કોઈને તે ચોરીનો કે કશો ભય પણ નથી. અહીં ચોરી થાય તો તે ચોરને ભગવાન શનિદેવ પોતે જ સજા આપે છે માટે ઘરે ઘરે દરવાજા નથી. માત્ર પડદા લગાવવામાં આવે છે.
કાલભૈરવ મંદિર:
તમે ઘણા ચમત્કારો વાળા અને ઘણા બધા મંદિર વિશે સાંભળ્યું હશે .દરેક મંદિરમાં પ્રસાદ આપવામાં આવે છે ,પ્રસાદમાં સાકર ફળ જેવી વસ્તુઓ આપવામાં આવે છે ,પરંતુ આ મંદિરમાં દારૂ પ્રસાદ રૂપે આપવામાં આવે છે. સાંભળીને ખૂબ જ અચરજ લાગે છે!
આ મંદિર ઉજ્જૈન પાસે આવેલા છે. આ મંદિરમાં ભગવાનને પણ દારૂ ચડાવવામાં આવે છે, આશ્ચર્ય ચકિત વાત છે અને ચમત્કારની વાત એમ છે કે આ ભરેલો કપ ખાલી પણ થઈ જાય છે હજારોની સંખ્યામાં આજે પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે એનો મહિમા ખૂબ જ છે.