શિયાળામાં બનાવો સૂંઠ, ગોળ આ સ્પેશિયલ લાડુ,ક્યારે પણ કફ, શરદી, ખાંસી તમને નહીં થાય

ઠંડીમાં ગરમાવો આપશે, શિયાળામાં બનાવો ગોળ અને સૂંઠના લાડુ, સ્વાદમાં પણ બેસ્ટ, અને ઇમ્યુનીટી વધારશે ……તો ચાલો આ રીતે બનાવુ શીખીયે—
શિયાળામાં જો સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવામાં આવે તો શરદી ઉધરસ, તાવ જેવી બીમારી તુરંત આવી જાય છે. શિયાળાની શરૂઆતમાં જ લોકો ઘરની અંદર વિવિધ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી દે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. વિવિધ પ્રકારના પાક ખાવાથી શરીરમાં આંતરીક ગરમી જળવાઈ રહેતી હોય છે અને બીમારી નડતી પણ નથી. આજે અમે તમને એક એવીજ સ્વાસ્થ્ય વર્ધક વાનગી સૂંઠ અને ગોળના લાડુ બનાવતા શીખવાળીશું. જે આ શિયાળામાં તમારા સ્વાસ્થ્યને વધુથી વધુ મજબૂત બનાવવાનું કામ કરેશે.
સૂંઠ અને ગોળના લાડુ બનાવવામા જે સામગ્રી જોઇયે એ બધી નિચે આપેલી છે:
100 ગ્રામ મેથી દાણા
25 ગ્રામ મખાના
250 ગ્રામ ગોળ
25 ગ્રામ ગુંદર
200 ગ્રામ નારિયેળનું છીણ
200 ગ્રામ ઝીણા કાપેલા સુકામેવા (કાજુ, બદામ અને પિસ્તા)
3 મોટી ચમચી ખસખસના દાણા
500 ગ્રામ ઘી
1 નાની કટોરી સૂંઠનો પાવડર
1 નાની વાટકી સૂકી દ્રાક્ષ
સૂંઠ અને ગોળના લાડુ બનાવવાની સામગ્રી:
- એક કઢાઈની અંદર એક અડધું ઘી નાખીને થોડું ગરમ કરી લેવું
- એના પછી તેમાં ગુંદર નાખીને સોનેરી થતા સુધી તળી લેવો. ધીમી આંચ ઉપર જો તમે ગુંદર તળશો તો વધાર સારુ રેશે.
- જ્યારે તે ફૂલી જાય ત્યારે ગુંદર બરાબર તળાઈ જશે. તળાઈ ગયા બાદ ગૂંદરને એક ચોખા વાસણની અંદર કાઢી લેવુ.
ત્યારબાદ કઢાઈમાં મખાના નાખીને તળી લેવા અને તેને પણ સોનેરી થતા સુધી તળી એક ચોખા વાસણમાં કાઢી લેવુ.
બારીક તોડેલા ગોળને પણ ગરમ કઢાઇની અંદર નાખીને સામાન્ય ઢીલો થાય ત્યાં સુધી ગરમ કરયા બાદ એક ચોખા વાસણમાં કાઢી લેવુ
મખાના તળાઈ ગયા બાદ સૂકા મેવાને ને પણ ઘીમાં નાખીને સામાન્ય સોનેરી થતા સુધી શેકી લેવુ
એના પછી સુકામેવા સાથે તેને ગોળમાં નાખીને ભેળવી લેવુ
એજ રીતે સૂંઠના પાવડરને પણ સામાન્ય શેકી અને એક ચોખી પ્લેટમાં કાઢી લેવો.
એનાપછી તેમાં નારિયેળનું છીણ નાખીને સામાન્ય ભૂરું થતા સુધી શેકી લેવું અને તેને પણ એક વાસણમાં બહાર કાઢી લેવું.
ત્યારબાદ કઢાઈમાં ખસખસના દાણા નાખીને તેને સોનેરી થતા સુધી શેકીને કાઢી લેવુ.
કઢાઇની અંદર એક ચમચી ઘી નાખીને સૂકી દ્રાક્ષ નાખી દેવુ, તેને પણ સામાન્ય તળીને કાઢીલેવી અને ગેસ બંધ કરી દેવુ.
ગુંદર અને મખાનાને અધકચરા કચડી લેવુ.
બધી જ વસ્તુઓને એક મોટા વાસણમાં નાખી અને સારી રીતે મિક્સ કરી લેવુ.
એના પછી બચેલું ઘી તેમાં સામાન્ય ગરમ કરી અને નાખી દેવું.
આ મિશ્રણથી તમને તમારા પસંદ પડે એ પ્રકારના લાડુ બનાવી શકો છો.
તૈયાર લાડુને તમે એરટાઈટ ડબ્બ્બાની અંદર ભરીને રાખી શકો છો.
રોજ રાત્રે એક લાડુ અને એક કપ દૂધ પીશો તો તમારું શરીર ઠંડીમાં પણ હેલ્દી રહેશે.