
ઘણા લોકો દુનિયાથી કંઈક નવું હટકે કરવા માંગતા હોય છે, અને જેના કારણે તેમના આ કામની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવામાં આવે છે, કારણ કે તેમને એવું બવું મોટુ કામ કર્યું હોય છે જેવું દુનિયામાં બીજું કોઈ કરી શકતું નથી, આજે અમે તમને એવા 5 વર્લ્ડ રેકોર્ડ વિશે જણાવીશું જે જોઈને જ તમે પણ વિચારમાં પડી જશો.
1. દુનિયાના સૌથી લાંબા વાળ:
વાળ કોઈપણ છોકરીની સુંદરતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગની છોકરીઓ લાંબા વાળ રાખવાની શોખીન હોય છે. જો કે, છોકરીઓ ચોક્કસ લંબાઈ સુધી તેમના વાળ વધારે છે. પરંતુ આજે અમે તમને એક 17 વર્ષીય યુવતી સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ, ગુજરાતના અરવલ્લી જિલ્લામાં મોડાસાની રહેવાસી 17 વર્ષની નીલાંશી પટેલનું નામ પણ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે, નીલાંશી પટેલને તેના લાંબા વાળના કારણે રિયલ લાઇફની રુપાન્ઝેલ (જર્મન પરિકથાનું એક પાત્ર) કહેવામાં આવે છે. તેને દુનિયાભરમાં સૌથી લાંબા વાળ વાળી છોકરીના રૂપમાં ઓળખવામાં આવે છે. તેના વાળની લંબાઈ 6 ફૂટ કરતા પણ વધારે છે.
2. દુનિયાના સૌથી લાંબા પગ:
વિશ્વમાં કેટલાય એવા લોકો છે જેમને ભગવાને વિશિષ્ટ ક્ષમતાઓ આપી છે. જેના મારફતે તેઓ બીજા લોકોની અલગ તરી આવે છે. અમેરિકાની એક 17 વર્ષની છોકરી છે. જેનું નામ મૈકી કૂરિન છે. તેની હાઇટ 6 ફૂટ 10 ઇન્ચ છે. ટેક્સાસની રહેનારી મૈકા ક્યૂરિનના પગની લંબાઈ આશરે દોઢ મીટર છે જેણે તાજેતરમાં જ સૌથી લાંબા પગ ધરાવતી મહિલા અને યુવા તરીકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેના નામે કિશોર શ્રેણીમાં સૌથી લાંબા પગ રાખવાનો રેકોર્ડ પણ નોંધાયો છે.
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની વેબસાઇટ અનુસાર તેનો ડાબો પગ 135.268 સેમી (53.255 ઇંચ) લાંબો છે, અને તેનો જમણો પગ 135.3 સેમી (52.874 ઇંચ) લાંબો છે.
3. દુનિયાની સૌથી મોટી ડુંગળી:
તમે તમારા જીવનમાં આટલી મોટી ડુંગળી ક્યારેય પણ નહીં જોઈ હોય. તમે બજારમાંથી એક કિલો ડુંગળી લેશો તો તેમાં 5 થી 6 મોટી મોટી ડુંગળી આવી જશે, પરંતુ આ ડુંગળીનું વજન 8 કિલોથી પણ વધારે છે. આ વિશાળકાય ડુંગળીને ઇંગ્લેન્ડના પીટર ગ્લેજબ્રુકે પોતાના ખેતરમાં ઉગાવી છે. આ અનોખા કામના કારણે પીટરનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવામાં આવું છે.
4.દુનિયાના સૌથી લાંબા નખ:

chris walton nails
નખ વધારવાનો શોખ છોકરીઓ ને વધારે હોય છે,પરંતુ અમેરિકામાં રહેવા વળી ક્રિસ વોલ્ટનના નખ જોઈને તમે પણ હેરાન રહી જશો. તે એક સિંગર છે. સૌથી લાંબા નખ ધરાવતી આ મહિલાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નખ એટલા લાંબા કર્યા કે તેની ઉંચાઈ કરતા લગભગ ડબલ થઈ ગયા

chris walton nails
તેના ડાબા હાથના નખ 10 ફૂટ 2 ઇંચ, જયારે જમણા હાથના નખ 9 ફૂટ 7 ઇંચ લાંબા છે. તેના આ નખ જોઈને તો કોઈપણ ડરી જાય. 2014માં ક્રિસે દુનિયામાં સૌથી લાંબા નાખવાળી મહિલાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો
5.દુનિયામાં સૌથી લાંબી મૂછો:
ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં રાજસ્થાનના રામ સિંહ ચૌહાણની મૂછ વિશ્વમાં સૌથી લાંબી મૂછો છે. તેમની મુછોનું લંબાઈ 14 ફૂટ છે. તેમને છેલ્લા 39 વર્ષથી પોતાની મૂછો કાપી નથી, જેના કારણે તેમનું નામ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. આ રૅકોર્ડ માર્ચ 2010માં પોતાના નામે કર્યો હતો રામસિંહે રોમ (ઈટલી)ના ટીવી શૉ ‘લો શો દેઈ રૅકોર્ડ’માં પણ આ રૅકોર્ડને પોતાના નામે નોંધાવ્યો છે.
Longest moustache ever