આ કારણથી પશ્ચિમના લોકો ગાયને ગળે લગાડવાના રૂપિયા આપે છે, કારણ જાણીને ગર્વ થશે

આ કારણથી લોકો ગાયને ગળે લગાડવાના 5200 રૂપિયા આપે છે, કારણ જાણીને ગર્વ થશે:
ગાયને ભારતમાં માતા તરીકે પુજવામાં આવે છે, તેની પૂજા પણ કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને આજે પણ આપણે તેને નિભાવીએ છીએ. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આપણા દેશમાં ગાયની સ્થિતિ ખુબ જ દયનિય/ખરાબ થયેલી જોવા મળે છે, શહેરો હોય કે ગામડાં ના રસ્તા ઉપર ગાય રખડ્યા કરે છે. લોકો હવે તો તેના ઉપર હાથ પણ ઉઠાવે છે. જે જોઈને ગાયપ્રેમીને ઘણું દુઃખ પણ થતું હોય છે.
પરંતુ આજે અમે તમને એવા ગાયપ્રેમી લોકો વિષે બતાવવા જઈ રહ્યા છે જેઓ ગાયને પોતાની માતા નથી માનતા તે છતાંપણ તેને ગળે લગાવે છે, તેની પાસે થોડો સમય પણ વિતાવે છે અને તે પણ પૈસા આપીને. તમને સાંભળીને નવાઈ લાગે તેવી વાત છે ને? પણ આ હકીકત છે. અમેરિકામાં અને યુરોપમાં ગાયને ગળે લગાવવા માટે લોકો પૈસા ચૂકવે છે. તેને “કાઉ કડલિંગ” કહેવામાં આવે છે ગુજરાતીમાં તેનો મતલબ ગાયને લાડ પ્રેમ કરવો એમ થાય.
અમેરિકાના ન્યુ યોર્કમાં શહેરમાં ગાયને ગળે લગાવવા માટે એક કલાકના 75 ડોલર ચુકવવામાં આવતા હોય છે જેની ભારતમાં કિંમત 5200 રૂપિયા થાય છે. આ પૈસા આપીને કોઈપણ વ્યક્તિ ગાયની પીઠ ઉપર માથું મૂકીને સુઈ જઈ શકે છે .ગાય જોડે જઈને તેને વ્હાલ કરી શકે છે. તે લોકોનું માનવું છે કે ગાય ખુબ જ શાંત પ્રાણી છે અને તેના સાનિધ્યમાં જવાના કારણે શાંતિ મળે છે તેમજ તણાવ પણ દૂર થાય છે. તેથી અમેરિકન લોકો માટે આ વ્હાલ એક સુખદ અનુભવ છે.
યુરોપિયન દેશોમાં ઘણા લાબા સમયથી આ રીતે ગાયને ભેટવાનું ચાલતું આવ્યું છે પરંતુ અમેરિકામાં લોકો તેના ફાયદાથી અજાણ હતા જેના કારણે ન્યુ યોર્કમાં 33 એકરમાં ફેલાયેલા માઉન્ટેન હાઉસ ફાર્મની માલકીન વુલર્સ બે ગાય નેધરલેન્ડથી લાવી અને ન્યુ યોર્કમાં કાઉ કડલિંગ શરૂ કરાવ્યું. ફાર્મની માલકીન જે મૂળ નેધરલેન્ડની નિવાસી છે તેને આ ફાર્મ હાઉસમાં છેલ્લા 9 વર્ષથી ઘોડાની સાથે વેલનેસ સેશન ચાલુ જ હતું પરંતુ અમેરિકામાં લોકો ગાયના ફાયદાથી અજાણ હોવાના કારણે વુલર્સ દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
વુલર્સના મતે: “સાચું કહું તો મને નહોતી ખબર કે અમેરિકામાં કાઉ કડલિંગ અને તેના ફાયદાથી લોકો અજાણ હશે, માટે હું મારી બે ગાય બોની અને બેલાને અહીંયા લઇ આવી. લોકોને કુતરા અને બિલાડી થેરાપી વિષે તો ઘણી જ જાણકારી હતી પરંતુ તે મોટા પ્રાણીઓથી દૂર રહેતા હતા. ગાયનો શાંત વ્યવહાર લોકોને આરામનો અનુભવ કરાવે છે. માત્ર એક શાંત વાતાવરણમાં ગાય સાથે રહીને તેના હૃદયના ધબકારા સાંભળો, તમે તમારી તકલીફોને ભૂલી જશો. અમારા ફાર્મમાં અત્યારે કાઉ કડલિંગના બે સેશન ચાલે છે.”
જોયું તમે, ગાયને ગળે લગાવવાના અને તેમની સાથે સમય વિતાવવાના કેટલા બધા ફાયદાઓ થતા હોય છે. આપણા ઋષિમુનિઓ અને પૂર્વજોએ ગાયને માતા તરીકે દરજ્જો આપ્યો છે અને આપણે માનીએ પણ છીએ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે તે છતાં પણ પણ ઘણીવાર ઘણા લોકો ગાયને રઝળતી મૂકી દેતા હોય છે. ગાયની નજીક જવાનું તો દૂર ગાયને ધુત્કારતા પણ હોય છે.
આવા લોકો માટે આ કાઉ કડલિંગની વાત એક પ્રેરણા આપનારી છે. આપણે જયારે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી આપણી પાસે જે છે તેને આપણે ભૂલતા જઈએ રહ્યા છીએ જયારે પશ્ચિમના લોકો આપણી સારી બાબતોનું અનુકરણ કરી અને આપણાથી પણ આગળ નીકળી રહ્યા છે અને આપણે ગાયના નામ ઉપર પણ રાજનીતિ કરવામાં પાછા પડતા નથી.