જાણો સ્ત્રી શરીરમાં કયા અંગો પવિત્ર હોય છે? આ લેખા જાણીને હોશ ઉડી જશે, દરેક સ્ત્રી પુરુષે આ લેખ વિશે..શે

સ્ત્રી શરીરમાં કયા અંગો પવિત્ર હોય છે? આ લેખા જાણીને હોશ ઉડી જશે, દરેક સ્ત્રી પુરુષે આ લેખ વાંચવો
સ્ત્રીના શરીરનો આ ભાગ હોય છે સૌથી પવિત્ર, મોટા ભાગના લોકોને આ ખબર અજાણ હોય છે
આપણા શાસ્ત્રોના કહેવા પ્રમાણે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તંત્ર દેવતા:” અર્થાત જ્યાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે. ઘણા લોકો સ્ત્રીઓ ઉપર વધુ પડતો અત્યાચાર કરે છે તમે આ જોયું જ હશે. એમનું જીવન દુઃખ, તકલીફો અને સમસ્યાઓથી ભરેલું હોય છે અને જે ઘરમાં સ્ત્રીને સન્માન આપવામાં આવે છે ત્યાં હંમેશા ખુશીઓ ભરેલી રહે છે એ વાતની તમને ખબર હશે.
ઘરમાં સ્ત્રીને લક્ષ્મી તરીકે પણ આપણે ત્યાં સ્વીકારવામાં આવે છે. ઘરની અંદર જયારે દીકરીનો જન્મ થાય ત્યારે આપણે એવું માનીએ છીએ કે ઘરમાં લક્ષ્મીનો અવતાર થયો છે, જયારે લગ્ન કરીને દીકરી સાસરે જાય છે ત્યારે સાસરિયામાં સૌ પ્રથમ તેના કંકુ પગલાં લેવામાં આવે છે, કારણ કે ઘરની અંદર લક્ષ્મીનો વાસ થયો હોય તેમ આપણે સૌ માનીએ છીએ. તેમ છતાં પણ આ બધું માનવા હોવા છતા પણ સ્ત્રી જોડે ઘણીવાર અત્યાચાર કરવામાં આવે છે. તેને તકલીફો આપવામાં આવે છે અને તેના જ કારણે ઈશ્વર પણ આપણી ઉપર રાજી રહેતા નથી.
ઘણા મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે સ્ત્રીને આજ સુધી કોઈ સમજી શક્યું નથી, પરંતુ મારા મત પ્રમાણે માનું છું કે જો એક સ્ત્રીને સાચી રીતે સમજવમાં આવે તો તેની સાથે પ્રેમથી રહેવામાં આવે તો તે સ્ત્રી પોતાનું સર્વસ્વ સોંપી દેતી હોય છે. સ્ત્રીનો સાથ આપનાર વ્યક્તિનું જીવન પણ બદલાઈ જતું હોય છે અને એટલે જ આપણે ત્યાં એક કહેવત પણ છે કે “કોઈપણ સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ હોય છે.”
સ્ત્રીનું પવિત્રતાનું ઉદાહરણ મેળવવા આપણે કેરળ રાજ્ય પાસેથી શીખવું પડશે. કેરળમાં સ્ત્રી પણ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીને એક માતાના રૂપમાં, સ્ત્રીને એક પત્નીના રૂપમાં, સ્ત્રીને એક દીકરીના રૂપમાં, સ્ત્રીને એક લક્ષ્મીના રૂપમાં હંમેશા કેરળમાં સ્ત્રીની પૂજા થતી આવી છે. કેરળમાં પતિ પોતાની પત્નીને પગે લાગે છે કારણ કે એ લોકો માને છે કે સ્ત્રી હંમેશા પવિત્ર છે અને તેની અંદર જ દેવીઓનો વાસ રહેલો છે. તે એક શક્તિ છે.
કેરળના એવી માન્યતા હોય છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે આના કારણે તે વર્ષોથી સ્ત્રીઓની પૂજા કરતા આવ્યા છે. તે લોકો સ્ત્રીઓને સન્માન પણ આપે છે આ બધુ કરવાના કારણે જ એ લોકો સુખેથી પોતાનું જીવન પણ વિતાવી રહ્યા છે. આપણા ઋષિમુનિઓના કહ્યા પ્રમાણે બ્રામ્હણોનો પગ પવિત્ર છે, ગાયનો પાછળનો ભાગ પવિત્ર છે, ઘોડા અને બકરીનું મોઢું પવિત્ર છે. પરંતુ વાત જયારે કોઈ સ્ત્રીના શરીરના કોઈ અંગની પવિત્રતાની આવે ત્યારે ઋષિમુનિઓ કહે છે કે સ્ત્રી તો સમસ્ત પવિત્ર માનવામાં આવે છે. તેનું કોઈ એક અંગ એવુ નહિ પરંતુ સમગ્ર શરીર પવિત્ર હોય છે, સ્ત્રીનું દરેક અંગ પૂજ્ય છે. માટે હંમેશા સ્ત્રીની પૂજા કરવી જોઈએ.
આપણા ભારત દેશમાં સ્ત્રીને ઘણા લોકો પગની પાની સમજતા હોય છે. પરંતુ જો સ્ત્રીને સાચું સન્માન આપવામાં આવે, સ્ત્રીની ઈજ્જત કરવામાં આવે, સ્ત્રીની પૂજા કરવામાં આવે તો દેવો પણ હંમેશા આપણા ઉપર પ્રસન્ન રહે છે અને આપણા ઉપર પણ એમની કૃપા હરહંમેશ બનેલી રહે છે તેના કારણે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.