શું તમે રોજ રોજ ઘરના એક જ જેવા ટેસ્ટ વાળું ખાવાનું ખાઈને કંટાળી ગયા છો ?

હંમેશા દરેક્ને બહારનું ખાવાનો જ ટેસ્ટ વધુ પસંદ હોય છે. એવું નથી કે ઘરનું ખાવામાં ટેસ્ટ નથી હોતું પરંતુ જે બહારના ખાવામાં જે ચટાકો આવે છે એ ઘરમાં નથી મળતો, ત્યારે ઘણીવાર સૈને એમ થાય કે શું કરીએ તો ઘરના ખાવામાં પણ એવો ચતાકો આવે?

હવે ચિંતા કરવાની કોઇને જરુર નથી, આજે હુ તમને એવા કેટલાક ઘરેલુ IDEA બતાવીશ જેના દ્વારા તમે તમરા ઘરનું ખાવાનું પણ એકદમ સ્વાદિષ્ટ બનાવી શકો છો. ઘરના દરેક સદસ્યો આંગળીઓ ચાટતા રહી જશે.

જયારે તમે ઘરે પનીર બનાવો ત્યારે દૂધવાળું જે પાણી વધ્યું હોય તેમાંથી રોટલી અથવા તો પરાઠાનો લોટ બાંધી લઇ લો પછી આ પરાઠામાથીં રોટલી કેવી સ્વાદિષ્ટ બની જાય છે.

જો તમે મિક્સ વેજીટેબલ કટલેશ અથવા તો કોઈ એવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છો જેમાં શાકભાજીને બાફવી પડે છે તો શાકભાજી બાફયા બાદ જે પાણી વધે છે એ પાણીને સૂપમાં અથવા તો દાળની અંદર ઉમેરી દો દાળ અને સૂપ ચટાકેદાર બની જશે.

જો તમે ઘરે દૂધીનો હલવો બનાવતી વખતે તેની અંદર થોડી મલાઈ નાખીને શેકશો તો હલવાને ખૂબ જ ટેસ્ટી બની જશે.

તમારા ઘરે ફણગાવેલી વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખાવી હોય તો તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી ફ્રિજમાં રાખી દો.
જો કચોરી બનાવતી વખતે તેના લોટમાં થોડું દહીં ઉમેરી લોટ બાંધવાથી કચોરી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બની શકે છે. ઘરે દહીં જમાવો ત્યારે તેની અંદર એક નારીયેળનો ટુકડો નાખી દો દહીં બે-ત્રણ દિવસ સુધી સારું રહેશે અને ટેસ્ટ પણ સારો આવશે. મગદાળની કોઈ વસ્તુ બનાવો ત્યારે તેની અંદર બે ત્રણ ચમચી ચોખાનો લોટ એડ દો, જે વસ્તુ બનાવો છો તે એકદમ કડક અને સ્વાદિષ્ટ લાગશે. ઘરમાં ઘીને જો લાંબા સમય સુધી સંગ્રહી રાખવા હોય તો તેની અંદર એક ટુકડો ગોળ અને થોડું સિંધવ મીઠું નાખો.

પેપર ઢોસા બનાવતી વખતે તેની અંદર 3 ચમચી મકાઈનો લોટ લઇ લો. ઢોસા એકદમ ટેસ્ટી અને કડક બનશે. દૂધ અથવા ખીર જો બળી જાય તો તેની અંંદર નાગરવેલનાં પાન નાખી દો. બળવાની સુંગંધ અને ટેસ્ટ બંને ચાલ્યા જશે. લીલી શાકભાજી બનાવતી વખતે તેની અંદર અડધી ચમચી ખાંડ ઉમેરવાથી શાકનો રંગ અને સ્વાદ બંને સુંદર દેખાશે. કોબીનું શાક બનાવતી વખતે 2 ચમચી દૂધ અને થોડું મીઠું ઉમેરી દો રંગ એકદમ સફેદ રહેશે. ભાત અથવા ખીચડી બનાવો ત્યારે તેની અંદર થોડું ઘી અથવા તેલ અને થોડો લીંબુનો રસ ઉમેરી બનાવો. ટેસ્ટ તો સ્વાદિષ્ટ હશે જ સાથે દેખાવમાં પણ એકદમ સુંદર દેેેેેેેખાશે.

આલુ પરાઠા બનાવતી વખતે તેની અંદર કસૂરી મેથી નાખવાથી પરાઠા એટલા સ્વાદિષ્ટ બનશે કે લોકો ખાતા જ રહી જશે. રોટલી પરાઠાનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરી દો. પરાઠા અને રોટલીનો ટેસ્ટ એકદમ અલગ જ લાગશે.