શા માટે પરણિત પુરુષો પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે? આ કારણો દરેક સ્ત્રીએ જાણવા જોઈએ

Sharing post

શા માટે પરણેલા પુરુષો તેની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને ઘૂરીને જુએ છે? ખુલ્યું રહસ્ય

જમાનો જેમ જેમ આધુનિક બનતો ગયો તેમ તેમ વિશ્વાસનું સ્તર પણ ઘટવા લાગ્યું છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાએ જેટલી સુવિધાઓ આપી હોય છે એટલી જ એની દુવિધાઓ પણ જોવા મળે હોય છે. આજે વ્યક્તિ એકલો હોવા છતાં પણ એકલો નથી. તેના હાથમાં રહેલા મોબાઈલમાં જાણે આખું વિશ્વ સાથે હોય એવો આભાસ તેને હરદમ થતો હોય છે.

આજે વ્યક્તિ પોતાના દુઃખોને સોશિયલ મીડિયામાાં જ શૅર કરી લે છે, તેને સોશિયલ મીડિયામા જ સમજવા વાળા પણ મળી જતાં હોય છે, પોતાના પ્રશ્નોનું નિરાકરણ પણ વ્યક્તિ ઓનલાઇન જ શોધી લેતો હોય છે, છતાં પણ કેટલાક પ્રશ્નો અને કેટલીક મૂંઝવણો એવી હોય છે કે જે ક્યારેય ઓનલાઇન કે કોઈપણ સોશિયલ મીડિયા ઉપર મળી શકતી જ નથી. આજે સમાજમાં મોટાભાગે જોવા જઈએ તો પતિ-પત્નીના સંબંધોમાં વધુ મતભેદ થતાં જોવા મળે છે, ઘણા પુરુષો અને ઘણી સ્ત્રીઓ પોતાના જીવનસાથી સાથે હોવા છતાં તેમનાથી દૂર હોય છે. તો ક્યારેક એક જ પથારીમાં સુતા સમય પણ જાણે હજારો કિલોમીટરનું બંને વચ્ચે અંતર હોય એમ લાગે છે.

આજે આપણે પતિ પત્નીના સંબંધોને લઈને જ કેટલીક મહત્વની વાતો કરવા જઈ રહ્યાં છે. મોટાભાગે આપણે જોઈએ છે કે પુરુષની નજર હંમેશા બીજી સ્ત્રી ઉપર જ ટકેલી હોય છે. કોઈ સુંદર સ્ત્રી રસ્તામાં જો આંખો સામે આવી જાય તો પગથી લઇ માથા સુધી જોવાનું પુરુષ ચુકશે નહીં. કુંવારા જ નહિ પણ પરણેલા પુરુષો પણ આ રીતે જ સ્ત્રીઓને જોતા હોય છે. વળી, કેટલાક પુરુષો તો એવા પણ જોવા મળે છે જે પોતાનું જીવન જીવી અને ઉંમરના એક પડાવ ઉપર પહોંચી જાય છે છતાં પણ તેમની નજર સ્ત્રીઓ તરફ જ મંડાયેલી હોય છે. આપણે વાત કરવી છે પરણિત પુરુષોની. શા કારણે પરણિત પુરુષો બીજી સ્ત્રીઓ સાથે સંબંધ છે? કેટલીકવાર આના જવાબ રૂપે આપણે એમ વિચારતા હોઈએ છે કે “પતિ પત્નીના આંતરિક ઝગડાના કારણે એવું બનતું હશે.” હા આ કારણ તો જોડાયેલું જ સાથે બીજા પણ એવા કેટલાક કારણો છે જેના કારણે પરણિત પુરુષો બીજી સ્ત્રીઓ તરફ આકર્ષાય છે.

નાની ઉંમરમાં લગ્ન:

ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે નાની ઉંમરમાં જ છોકરા છોકરી ભણતા હોય ત્યારે જ તેમના લગ્ન કરી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ એમ પણ વિચારવામાં આવે છે કે લગ્ન બાદ છોકરીને ભણાવીને શું કરશું એટલે તેને પણ આગળ ભણવા દેવામાં આવતી નથી. છોકરો લગ્ન બાદ પણ ભણવા માટે જાય છે, જેમ જેમ તે મોટો થતો જાય તેમ તેમ બહારની દુનિયા વિષે પરિચિત થતો જાય છે અને પોતાની પત્ની કરતા પણ બીજી સ્ત્રીઓ તેને ગમવા લાગે છે. તેને વહેલું લગ્ન થયાનો અફસોસ પણ થતો જ હોય છે પરંતુ  સમાજના અને પરિવારના ડરથી તે કઈ બોલી શકતો નથી અને જેના કારણે તે ઘરની બહાર જ પોતાની દુનિયા જીવી લેવાનું વિચારી બીજી કોઈ ગમતી સ્ત્રી સાથે સંબંધ રાખી લે છે.

કામ ધંધા માટે બહાર રહેવું:

ઘણા પુરુષો નોકરી કે પોતાના કામકાજ માટે બહાર રહેતા હોય છે. વળી ઘરે રહી નોકરી કરતો પુરુષ પણ મોટાભાગનો સમય બહાર જ પસાર કરતો હોય છે. જ્યાં તેની દિનચર્યા દરમિયાન કેટલીક સ્ત્રીઓ સાથે મળવાનું પણ થતું હોય છે. કેટલીક સ્ત્રીઓ સાથે તેની અંગત મિત્રતા પણ થઇ જાય છે. પોતાના પારિવારિક પ્રશ્નો પણ આ મિત્રતા દરમિયાન શૅર થવા લાગે છે અને એ પુરુષને લાગે છે કે મારી પત્ની કરતાં મારી આ મિત્ર મને વધારે સમજી શકે છે જેના કારણે તે પોતાની એ મિત્ર સાથે જ સંબંધ રાખવા લાગે છે. આખો દિવસ કામ માટે બહાર રહેવાના કારણે પણ પતિ પોતાની પત્ની કરતા વધુ સમય તેની એ મહિલા મિત્ર સાથ પસાર કરતો હોય બંનેને નજીક આવવાનો અવસર વધુ મળે છે.

બાળકના જન્મ પછી:

બાળકના જન્મ બાદ એક સ્ત્રીમાં ઘણો બદલાવ આવી જાય છે, તેની જવાબદારીઓ પણ એટલી જ વધવા લાગે છે, તેનો પ્રેમ પણ વહેંચાવવા લાગે છે. બાળકના જન્મ પહેલા પત્ની પતિને જે પ્રેમ આપતી હતી, જે સમય આપતી હતી તે બાળકના જન્મ બાદ આપી શકતી નથી જેના કારણે પુરુષને એમ લાગે છે કે તેની પત્ની બદલાઈ ગઈ છે જેના કારણે તે એકલો પડતા સોશિયલ મીડિયા અને નજીકના મિત્રો સાથે વધુ સમય પસાર કરવા લાગે છે અને તેમાંથી જ કોઈ સાથે સંબંધમાં જોડાઈ પણ જતો હોય છે.

સંબંધોમાં મળતો અસંતોષ:

 

લગ્નબાદ પુરુષને જો પોતાની પત્ની પાસેથી સુખમાં અસંતોષ મળે તો પણ પુરુષ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવતા હોય છે. આજે મોબાઈલમાં દુનિયાભરની જાણકારી ઉપલબ્ધ છે એવામાં પુરુષ પોતાન મિત્રો સાથે કે એકલો બેસીને પણ વીડિયો જોતો હોય છે, લગ્ન પહેલા પણ આવા વીડિયો અને આવી વાતોના કારણે તેના મગજમાં સંબંધને લઈને ઘણાબધા વિચારો પણ ચાલતા હોય છે જે લગ્નબાદ પોતાની પત્ની પાસે પૂર્ણ થશે એવી આશા રાખીને બેસે છે પરંતુ લગ્ન બાદ પત્ની પાસે એ બધી ઈચ્છાઓ પૂર્ણ ના થતા પણ તે બીજી સ્ત્રીઓના સંપર્કમાં આવે છે જે તેની ઈચ્છાઓ પુરી કરી શકે છે. કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે લગ્નના થોડા વર્ષો પછી બાળકોના જન્મ થયા બાદ સુખની ઈચ્છા ઓછી થતી હોય છે અને તેના કારણે સુખ ભોગવવા માટે થઈને પણ પુરુષને પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો પડે છે.

આ બધા કારણો સિવાય પણ કેટલાક એવા છુપા કારણો હોય છે જે એક પુરુષ અને સ્ત્રી બંને જાણતા હોય છે. જેને લઈને પુરુષ લગ્ન બાદ પણ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હોય છે, લગ્ન પહેલા કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવા જે લગ્ન બાદ પણ કાયમ રહે છે. ભણતર દરમિયાન કોઈ સાથે પ્રેમમાં પડતા લગ્ન કોઈ બીજા વ્યક્તિ સાથે થવાના કારણે પણ લગ્ન બાદ સંબંધો અકબંધ રહે છે. આવા ઘણા કારણો જો ઝીણી નજરે જોવા જઈશું તો આપણને દેખાશે.

પરંતુ એક સત્ય હકીકત એ પણ છે કે ભલે સંબંધોમાં ગમે તેટલી ખોટ આવે, ભલે એકબીજા માટે મનમાં ગમે એટલો અસંતોષ હોય પરંતુ પતિનો પત્ની સિવાય અને પત્નીનો પતિ સિવાય બીજો કોઈ સાચો સાથી નથી, ઘડપણમાં જયારે બધા જ સાથ છોડી દેશે ત્યારે બહાર નિભાવેલ સંબંધો વાળી કોઈ સ્ત્રી સાથ આપવા નથી આવતી, જયારે બીમાર હોઈએ ત્યારે પણ ચિંતા કરવા વાળી પોતાની પત્ની જ હોય છે. જીવનના સુખ દુઃખનો સાચો સાથી પોતાની પત્ની અથવા પતિ જ છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!