આખા દેશમાં મળશે ફ્રીમાં વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત

Sharing post

છેલ્લા કેટલાય સમયથી કોરોના વેક્સિનને લઈને કરવામાં આવેલો રાહ હવે પૂર્ણ થઇ ગઇ છે. દેશભરમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન આજથી શરૂ થઇ ગયો છે ત્યારે આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે મીડિયામાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું કોરોના વેક્સિન દિલ્હીમાં જ ફ્રીમાં મળશે ? કે પછી એમ જ બધા રાજ્યોમાં ફ્રીમાં આપવામાં આવશે ? આ પ્રશ્નના જવાબમાં ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે “કોરોના વેક્સિન દિલ્હીમાં જ નહિ પરંતુ આખા દેશની અંદર ફ્રીમાં આપવામાં આવશે.”

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 116 જિલ્લા અને 259 જગ્યાઓ ઉપર આજથી COVID-19 વેક્સિનનો ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જાતે દિલ્હીના જીટીબી હોસ્પિટલની અંદર જઈને વેક્સિનનો ડ્રાય રનની તપાસ લીધી હતી.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!