રવિવારે રજા કેમ રાખવામાં આવે છે?જરૂર જાણો આ પાછળનું કારણ.

મિત્રો આપણે જોતા આવીએ છીએ કે, આપણે ઘણી બધી રજાઓ વર્ષ દરમિયાન માણીએ છીએ. ક્યારેક કોઈ મહાન પુરુષોની જયંતીની રજાઓ જેમ કે, ગાંધી જયંતી, ક્યારેક રાષ્ટ્રીય તહેવારની રજા, ૧૫ મી ઓગષ્ટની, ૨૬ મી જાન્યુઆરી, ક્યારેક અન્ય તહેવારો દિવાળી કે જન્માષ્ટમીની રજાઓ.
રજા હોવી નાના બાળકથી લઈને મોટા સુધી તમામને ગમતું હોય છે. જો કે હાલમાં લોકડાઉનના કારણે લોકો રજાથી પણ કંટાળી ગયા છે. પરંતુ રજાનું એક આગવું મહત્વ છે. અઠવાડિયામાં એક દિવસ એવો આવે છે જે દિવસે રજા હોય છે અને તે છે રવિવારનો દિવસ, હવે આપણા મનમાં એક પ્રશ્ન કાયમ રહેતો હશે કે રવિવારના દિવસે જ કેમ રજા રાખવામાં આવતી હોય છે? બીજા કોઈ દિવસે કેમ નહીં? તો તેની પાછળ પણ કારણ છુપાયેલું છે જે આજે અમે તમને જણાવીશું.
હાથ અને દિવાલો પર લાગેલી ઘડીયાળ સિવાય દિમાગમાં પણ એક ક્લોક ચાલતી હોય છે. સામાન્ય રીતે રવિવાર આવવાની આહટ માત્રથી લોકોને ખુશી મળે છે. કેમ કે, પૂરા અઠવાડીયામાં તમામ ભાગદોડ બાદ રવિવાર એવો દિવસ હોય છે, જે દિવસે મોટાભાગના નોકરીયાત, ધંધાર્થીઓને રજા મળે છે. કેટલાએ મોટા મનોરંજનોનું આયોજન પણ રવિવારે કરવામાં આવે છે. મોટી રમત ઈવેન્ટો પણ રવિવારે રાખવામાં આવે છે. પરંતુ, ક્યારે એ વિચાર્યું કે રવિવારની રજા પાછળ શું કારણ છે?
રવિવારની રજા પાછળ સામાન્ય રીતે ત્રણ ચાર કહાની બતાવવામાં આવે છે. પરંતુ, ભારતમાં જે કહાની સૌથી વધારે પ્રચલિત છે, તે સંઘર્ષની કહાની છે. આઝાદી પહેલા રવિવારની રજાનો ઇતિહાસ:
ઐતિહાસિક કારણ એ છે કે, રવિવારની રજાનો સૌપ્રથમ શ્રેય નારાયણ મેઘાજી લોખંડે ને માનવામાં આવે છે. ભારત પર જયારે અંગ્રેજી હુકુમતનું શાસન હતું ત્યારે સૌથી દયનીય હાલત મજદૂરોની હતી. મજદૂરોને સાતેય દિવસ કામ કરવું પડતું હતું. તેમને અડધા દિવસની રજા પણ ન અપાતી. નારાયણ મેઘાજી લોખંડે કે જે મજદૂરોના લીડર હતા. તેણે ૧૮૮૧માં બ્રિટીશ શાસનની સામે રવિવારની રજાનો પ્રસ્તાવ રાખ્યો.
તે પ્રસ્તાવમાં તેમને પાંચ માંગ રાખી.
૧] રવિવારના દિવસે સાપ્તાહિક રજાઆપવામાં આવે.
2] ભોજન માટે રજા રાખવામાં આવે.
૩] કામના કલાકો નિશ્વિત કરવામાં આવે છે.
૪] કોઈ મજદુરની સાથે કામના સમયે દુર્ઘટના ઘટે તો તેને વેતનની સાથે રજા આપવામાં આવે .
5] કોઈ પણ મજદૂરનું કામના સમયે મૃત્યુ નીપજે તો તેના પરિવારને પેન્શન આપવામાં આવે.
પરંતુ અંગ્રેજ હુકૂમતે તે પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. ત્યાર બાદ નારાયણ મેઘાજી લોખંડે દ્વારા આંદોલન શરુ થયું. અને આંદોલન 8 વર્ષ સુધી ચાલ્યું. આ આંદોલનના પરિણામે 10 જુન ૧૮૯૦માં રવિવારની રજાનો પ્રસ્તાવ અંગ્રેજ સત્તા દ્વારા સ્વીકારવામાં આવ્યો.
નારાયણ મેઘજી લોખંડેનું માનવું છે કે, જે નોકરી મળી છે તે સમાજના કારણે જ મળી છે. દરેક વ્યક્તિ જે નોકરી કરે છે તેને ૧ દિવસનો સમય સમાજ સેવાના કાર્યો માટે મળવો જોઈએ. નારાયણ મેઘાજી લોખંડેના સન્માનમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૫ માં તેમના નામની ટપાલ ટીકીટ પણ બહાર પાડી.
રવિવારની રજાનો ઇતિહાસ તો આઝાદી પહેલાનો છે અને રવિવારની રજા પાછળ તો ઘણી વાર્તાઓ રહેલી છે. પરંતુ ભારતની અંદર એક વ્યક્તિની વાર્તા ખુબ જ પ્રચલિત છે.એટલું જ નહીં રવિવારના દિવસે રજા અપાવનાર વ્યક્તિના સન્માન માટે ભારત સરકારે તેના નામની પોસ્ટ ટિકિટ પણ જાહેર કરેલી છે.ભારતની અંદર અંગ્રેજી કેલેન્ડરને માનવામાં આવે છે. અંગ્રેજો રવિવારે રજા રાખતા હતા જેના કારણે ભારતમાં પણ આજ દિવસે રજા રાખવામાં આવે છે.
શા કારણે અંગ્રેજો રાખતા હતા રવિવારે રજા?:
ઈસાઈયોનું માનવું છે કે તેમના ભગવાન ઇસા મસીહાને સુળી ઉપર લટકાવ્યા બાદ તે રવિવારના દિવસે પાછા જીવતા થઇ ગયા હતા. જેના કારણે ઈસાઈ ધર્મને માનવા વાળા રવિવારના દિવસે ચર્ચમાં જાય છે અને રવિવાર મનાવે છે. થોડા સમય બાદ આ દિવસને રજાના રૂપમાં મનાવવામાં આવ્યો અને અધિકારીક રીતે 1843માં તેને માન્યતા પણ મળી ગઈ.