સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. તો આ હોળી પર પણ સેવૈયા ખીર બનાવી જ શકાય અને એ પણ એકદમ સરળ રીતથી, જે અમે અહીં તમારા માટે લઈએ આવ્યા છીએ, તો નોંધી લો રેસિપી સેવૈયા ખીરની…સેવૈયા ખીર બનાવા માટે આપડે જોઈશે
સામગ્રી
- ઘી 1/4 કપ
- પલાળેલ દ્રાક્ષ 10 નંગ
- કાજુ બદામ પિસ્તા 10 નંગ
- કેસર 3/4 નંગ
- ફુલ ફેટ દૂધ 1.5 લિટર
- સેવ (ડમરુ સેવ )50 ગ્રામ
- ખાંડ 1 કપ
- ઈલાયચી પાવડર 1/2 ચમચી
રીતસૌપ્રથમ દ્રાક્ષને પલાળી લો અને પછી કેસરમાં દૂધ રેડીને રેવા દો
પછી એક પેનમાં ઘી મૂકી એમાં ડ્રાયફ્રૂટ એડ કરો પછી એમાં સેવ એડ કરો
આ સેવ ને ડમરુ સેવ પણ કેવા માં આવે છે પછી દૂધ એડ કરી મિક્સ કરી લો બરોબર થવા દો
પછી એમાં ઈલાયચી પાવડર એડ કરો
પછી એમાં કેસર વાળું દૂધ એડ કરી મિક્સ કરી લો પછી એમાં ખાંડ એડ કરો અને બરોબર મિક્સ કરી લો
પછી થોડી વાર થવા દો પછી ગેસ બંદ કરી લો
જરૂરથી બનાવજો આ હોળી ધૂલેટી પર અને રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો
Author: Gujjumarket Team
તમે આ લેખ gujjumarket ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “Gujjumarket” લાઈક કરી જોડાઓ