ટુટી ફ્રૂટી ઘરે બનાવો ઘરે ખુબ જ સરળ રીતે | શીખી લો ટુટી ફ્રૂટી બનાવવાની પરફેક્ટ રીત અને બનાવો ઘરે

ટુટી ફ્રૂટી ઘરે બનાવો ઘરે ખુબ જ સરળ રીતે
આપણે નાના હતા ત્યારે ટુટી-ફ્રૂટી ખૂબ જ ખાધી હશે, પણ શું તમને ખબર છે કે આ ટુટી-ફ્રૂટી પપૈયાંમાંથી બને છે. આ ટુટી-ફ્રૂટી કાચા પપૈયામાથી બને છે અને ઘરે પણ બનાવી શકાય છે. આપણે ટુટી-ફ્રૂટી કેક, આઈસ્ક્રીમ, પાનમાં અને એમ જ ઘણીવાર ખાધી હશે, તો આજે નોંધી લો આ ટુટી-ફ્રૂટી બનાવવાની રેસિપી અને ઘરે જ બનાવો –
સામગ્રી
- એક કાચું પપયું 400 ગ્રામ
- પાણી 3 કપ બાફવા માટે
- ખાંડ 11/2 કપ
- પાણી 2 કપ ચાસણી માટે
- મેંગો એસેન્સ 1 ચમચી
- લાલ લીલો પીળો કલર 1-1 ચમચી
રીત

સૌપ્રથમ પપયા ની છાલ કાળી લો

અને એને ઝીણું ઝીણું સમારી લો તૂટી ફૂટી ની સાઈઝ નું

પછી એક તપેલી માં 3 કપ પાણી ગરમ કરવા મુકો

એમાં સમારેલા પપયુ એડ કરી અચકચરુ બાફી લો

પછી એને કાળી લો અને કોરું કરી લો

પછી ફરી એક તપેલી લો એમાં 2 કપ પાણી અને 11/2 કપ ખાંડ એડ કરી ચાસણી બનાવી લો

એ થોડું ગરમ થાય એટલે એમાં તૂટી ફૂટી ના ટુકડા એડ કરી દો

અને મેંગો એસેન્સ એડ કરી મિક્સ કરી થવા દો પછી ગુલાબ જાંબુ જેવી ચાસણી તૈયાર થઈ જાય

એટલે ગેસ પર થી ઉતારી લો અને 3 બૉઉલ લઇ લો અને એમાં તૂટી ફૂટી એડ કરો

અને એક એક ચમચી કલર એડ કરો અને એને 12 કલાક રેવા દો અને રેસ્ટ આપો
પછી એ તૂટી ફૂટી ને ટીસ્યુ પેપર થી કોરી કરી લો અને
એઇર ટાઈટ ડબા માં ભરી ને વાપરી શકો છો છે ને સરળ રીત તો જરૂર થી બનવજો રેસીપી કેવી લાગી અમને જાનવજો
