બંગાળનો લોકપ્રિય બસંતી પુલાવ બનાવવાની સૌથી સરળ રીત,ક્લિક કરીને વાંચો રસોઇ

Sharing post

બંગાળનો લોકપ્રિય બસંતી પુલાવ બનાવવાની સૌથી સરળ રીત

આજે અમે તમને બંગાળનું પ્રખ્યાત બસંતી પુલાવ બનાવવાની રેસિપી જણાવીશું જે તમે ખુબ જ સરળતાથી તમારા  ઘરે જ બનવી શકશો અને મોજથી ખાશો તો નોંધી લો રેસિપી બનાવવાની રીત હમણાં જ.

બસંતી પુલાવ બનાવ માટેની સામગ્રી:

  • 1 કપ બાસમતી ચોખા
  • 2 ટે. સ્પૂન ઘી
  • 1/4 ટે. હળદર
  • 12 સૂકી દ્રાક્ષ
  • 12 કાજુ
  • 3 ઈલાયચી
  • 4-5 લવિંગ
  • 1 ટુકડો દાલચીની
  • 1 તજ પત્તુ
  • 2 કપ પાણી
  • 3 ટે. સ્પૂન ખાંડ
  • 1 ચપટી કેસર
  • 1 નાની વાટકી મોટી કાપેલી બદામ અને પિસ્તા

 

બસંતી પુલાવ બનાવ માટેની રીત:

બસંતી પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને 30 મિનિટ પહેલા એક બાઉલમાં પલાળવા માટે મૂકી દેવા.

30 મિનિટ પછી ચોખામાંથી પાણીને દૂર કરી દેવું.

એક કઢાઇની અંદર ઘી ગરમ કરવા મૂકી દેવું

ઘી ગરમ થઇ ગયા પછી તેની અંદર કાજુ અને સૂકી દ્રાક્ષ નાખી 1-2 મિનિટ સુધી તળી લેવી.

પછી તેની અંદર ઈલાયચી, લવિંગ, દાલચીની, હળદર અને તજપત્તુ નાખીને 4-5 સેકંડ સુધી તળી દેવી.

કઢાઇની સામગ્રી તળાઈ ગયા પછી તેની અંદર ચોખા નાખીને બધી જ સામગ્રી મિક્સ કરી દો.

કઢાઇની અંદર પાણી, ખાંડ અને કેસર નાખીને ગેસીની ધીમી આંચ ઉપર ચઢવા દેવું.

કઢાઈ ઉપર ઢાંકણ મૂકીને 13-14 મિનિટ સુધી તેને રહેવા એવું જેનાથી પાણી બળી જશે અને ચોખા પણ બરાબર ચઢી જશે.

પછી  ગેસને બંધ કરી 7 મિનિટ સુધી કઢાઈને એમ જ રહેવા દેવી.

7 મિનિટ પછી બદામ અને પિસ્તા દ્વારા બનાવેલી સમાગ્રીને સજાવી લેવી.

તમારો બંગાળનો પ્રખ્યાત બસંતી પુલાવ હવે તૈયાર થઇ ગયો, તેને ગરમ ગરમ જ પીરસી અને તેના સ્વાદિષ્ટ હોવાનો લાઓ ઉઠાવો.

 

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!