પતંગ મહોત્સવ રદ: ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર

Sharing post

ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર

ગાંધીનગર, તા.26
ગુજરાતના કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે અને વેક્સિનનું આગમન પણ હવે આગામી થોડા દિવસમાં થઇ જશે તે વચ્ચે રાજ્યમાં ફરી એક વખત તહેવારો સહિતની ઉજવણીના કારણે કોરોના સંક્રમણમાં વધારો ન થાય તે જોવા માટે રાજ્ય સરકારે નાતાલ તથા નવા વર્ષની ઉજવણીમાં પ્રતિબંધાત્મક આદેશો લાદી દીધા છે અને આગામી તા.14 જાન્યુઆરીના મકર સંક્રાંતિના તહેવારમાં પણ સરકાર કેટલાક નિયમો લાદે તેવી તૈયારી છે.

રાજ્ય સરકારે આજે એક નિર્ણયમાં દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલુ વર્ષે નહીં યોજવાનો નિર્ણય લીધો છે. દેશ-વિદેશમાંથી પતંગબાજો ગુજરાત આવતા હતા અને રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવ મનાવતા હતા પરંતુ આ વર્ષે તે રદ કરાયો છે. બીજી બાજુ રાજ્યમાં પતંગની ખરીદીથી લઇને ચગાવવા સુધીમાં પણ મકર સંક્રાંત અને તેના આસપાસના દિવસોમાં બજારો અને મેદાનોમાં જબરી ભીડ થાય છે.

અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં અત્યારથી જ પતંગ ખરીદવા માટે બજારોમાં જબ્બરી ભીડ જોવા મળી રહી છે અને તેના કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર પતંગ બજારમાં ખરીદીથી લઇ અને ચગાવવા સુધી પણ ચોક્કસ માર્ગ રેખા જાહેર કરે તેવી શકયતા છે અને આગામી દિવસોમાં આ અંગે નિર્ણય લેવાશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *