પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ ૫

મિત્રો તમને શું લાગે છે જયા અને અભિરાજ બંને હંમેશા માટે મળી જશે કે પછી અલગ થઇ જશે??
આપણી લઘુનવલ નો આ અંતિમ ભાગ છે અને મિત્રો આ એક સાચી ઘટના છે તો ચાલો જોઈએ કે શું થયું અને બંને એ શું વાત કરી??
અભિરાજ ને મન માં હતું કે જયા બધુજ ok કરવા માટે આવી છે.પણ જયા એ કીધું કે જો અભિરાજ સાચો પ્રેમ કરે ને બધી શરતો કાઢી નાખે અને તેના પર શક પણ ના કરે અને તેને જોબ કરવા દે તો હજી બધું ok થઈ શકે છે પણ ના અભિરાજ શરતો સાથેજ રહેવા માંગતો હતો તો જયા એ કહ્યું કે હવે તે સાથે નહીજ રહી શકે અને અભિરાજ પણ તેના જીવન માં આગળ વધે ને જયા ને ભૂલી જાય..અભિરાજ પોતાના ego માંજ રહી ગયો અને જયા સાથે ફરી વાર ઝગડો કર્યો તેના મમ્મીને ફોન કર્યો કે જયા એ પોતાના અને તેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને તે જયા વગર નહીં રહી શકે પણ તે પોતાની શરતો ને મુકશે નહિ પછી ભલે કંઈ પણ થાય જયા ના મમ્મી એ અભિરાજ ને બહુંજ સમજાવ્યા પણ તે માન્યો નહિ ને જયા ને હેરાન કરતો.પણ હવે પ્રેમ નહિ પણ જીદ હતી ને જીદ હોય ત્યાં પ્રેમ ના હોય બધા એ અભિરાજ ને બહુંજ કીધું ને તે ગુસ્સા માં બધું મૂકી દીધું..પણ પ્રેમ તો બંને ના તન,મન માં હતુંજ…પણ પ્રેમ માં હમેશા સાથ નથી હોતો..અને તે બંને અલગ થઈ ગયા..
5 વર્ષ બાદ તેમનો સંબંધ પૂરો થઈ ગયો અને આજે જયા અને અભિરાજ હજી પણ એકબીજા ને અનહદ પ્રેમ કરે છે પણ હાલાત અને સમય એ તેમના પ્રેમ ને સાથ આપ્યો નહીં…હાલ ના સમય માં જયા બીજા શહેરમાં સારી company માં જોબ કરે છે અને અભિરાજ બીજા શહેરમાં માં કામ કરે છે બંને એકબીજા સાથે કોઈ વાત કરતા નથી બસ એકબીજા ની યાદ માં સમય વિતાવે છે..અને બંને વિચારે છે કે જો સમય અને નસીબ તેમનો સાથ આપત તો કદાચ તેઓ સુખી જીવન જીવી રહ્યા હોત.એકબીજા ના જન્મદિવસ પર એકબીજા ના ફોટા સાથે આખો દિવસ રહે છે.ને ભગવાન ને કહે છે નસીબ માં હોય તો અમે પાછા મળીએ પણ આપણે વિચારીએ તે નસીબ માં નથી હોતું..બંને આખો દિવસ કામ જ કરે બીજી વાત ના કરે બસ આમજ જીવન વિતાવે છે પણ તેમનો પ્રેમ જુનુંન બની ગયો ને તેઓજ અલગ થઈ ગયા..
માટે મિત્રો પ્રેમ માં શરતો નહિ બસ એકબીજા માટે ની લાગણી જ મહત્વ ની હોય છે. તો મારી આ રચના એ તમને શું શીખવાડ્યું મને જરૂર થઈ કહેજો…