પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ ૪

અભિરાજ એ બહુજ સમજાવી પણ જયા હવે સમજી ગઈ હતી કે આ પ્રેમ હવે જુનુંન બની ગયું છે ને હવે પ્રેમ માં દુઃખી થવાનું છે ને જયા ના પપ્પા તો માનતા જ નહતા પરંતુ જયા એ બધીજ વાત તેના પપ્પા ને કહી ને તેના પપ્પા એ પણ તેને સાથ આપ્યો…બીજી બાજુ જયા ની જુદાઇ પછી અભિરાજ ને ખરેખર તેની ભૂલ સમજાણી તેણે જયા ને મનાવાની બહુજ કોશિશ કરી પણ તે માની નહિ…તો ગુસ્સા માં અભિરાજ તેને ધમકી આપતો કે તે બંને ના ફોટા બધાને બતાવી ને તેને હેરાન કરશે પણ જયા બધી રીતે સમજી ગઈ હતી…મિત્રો ક્યારેક પ્રેમ એવો હોય છે કે એક સમજે અને બીજો બસ પોતાનીજ ધૂન માં હોય છે.બસ જયા અને અભિરાજ નો આજ પ્રેમ હતો.જયા રોતાં રોતાં વિચારતી કે શું આ તેજ માણસ છે જેના માટે તે બધા સાથે ખોટું બોલી તેને મળવા જતી…તેની સાથે રાત્રે વાતો કરતી….તેના પ્રેમ માં સાથે રહેવાના સપના જોયા હતા….બસ તે સમજી ગઈ કે અભિરાજ એવો માણસ છે કે તે હવે જયા ની ના સહન કરી નહી શકે અને ગમે તેમ તેને હેરાન કરશે બસ તેણે ક્યાંક દુર જવાનું વિચાર્યું.પણ ક્યાં જાય તે??? તે હજી પણ તેને પ્રેમ કરે છે…પણ તે અભિરાજ ની રોજ ની ધમકી થી થાકી ગઈ હતી અને તે પણ એવા માણસ થી જેની સાથે તે પોતાની આખી life વિતાવવા માંગતી હતી…મિત્રો પ્રેમ એવી વસ્તુ છે જે માણસ ને સારું પણ બનાવે અને માણસ ને ખરાબ પણ બનાવી શકે છે…અને જયા અભિરાજ ને ખરાબ બનાવા નહતી માંગતી…તેણે હજી છેલ્લી વખત અભિરાજ સાથે મળવાનું નકકી કર્યું ને તેને ફોન કર્યો અને તેને મળવાનું કહ્યું.
મારા દિલ ને આવ્યો એક વિચાર ,
કે કદી ના કરું હવે તેનો વિચાર ,
પણ ફરી ફરી ને આવ્યો એ જ વિચાર ,
કે તેના સિવાય કરું તો કરું કોનો વિચાર????
બંને ત્યાં જ મળ્યા જ્યાં તેમના પ્રેમ ની શરૂઆત થઇ હતી અને આજે કદાચ તેમના પ્રેમ નો અંત પણ થવાનો હતો..બંને તેજ કપડાં પહેરી ને આવ્યા હતા જે પહેલી વખત મળ્યા ત્યારે પહેર્યા હતા..અને આજે પણ બંને ની નજર માં તેજ પ્રેમ હતો..પણ કદાચ તે જુનુંન હતું..આજે ફરી વાર બંને ને પાછો તેજ પ્રેમ થઇ ગયો હતો એકબીજા ને જોઈ ને..બંને bench પર park માં બેઠા અને વાત ચાલુ કરી…..!!!!