પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ 3

પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ 3
બસ આમજ સમય પસાર થતો ગયો અને એક પછી એક ઝગડા થતા ગયા અને અભિરાજ અને જયા નો પહેલી નજરે નો પ્રેમ જુનુંન માં ફરી વળ્યું હતું…એવું નથી કે પ્રેમ નથી પણ અભિરાજ ના મન માં શંકા નું બીજ રોપાયું હતું જે હવે અભિરાજ ને પ્રેમ પણ કરવા દેતું નહિ…અને એક દિવસ એવો આવ્યો કે જાણે નસીબ પણ જયા નો સાથ આપવા નથી માંગતું ને તેની જોબ જતી રહી..બસ અભિરાજ તો ખુશ થયો પણ તેના મન માં દુઃખ હતુંજ.હવે શું થાય જોબ જતી રહી ને બધી બાજુ થી જયા ઘેરાઈ ગઈ હતી તેને મન માં આમ હતું કે અભિરાજ તેને સમજ શે પણ ના તેને તો કોઈ પણ રીતે હવે જયા ને હવે જોબ કરવા દેવી નહતી…બસ હવે તે વાત ના ઝગડા…
પણ મિત્રો કહેવાય છે કે ઝગડા માં પણ પ્રેમ હોય છે..ગુસ્સા માં ભલે બંને એ વાત કરવાનું બંધ કરી નાખ્યું હોય પણ આ જમાનોજ કંઈક અલગ છે..આમ તો વાત ના થાય પણ whatsap પર dp ને status રાખી એકબીજા ને બધું કહી દેતા ને વળી online જોય ને ક્યારેક એક મેસેજ કરી નાખે ને વળી દર્દ ભરી શાયરી ક્યારે કામ આવે???સાચું ને મિત્રો???
સહજ છે પ્રેમ કરવું આ દુનિયામાં
પણ નિભાવું મુશ્કેલ થઇ જાય છે
આસન નથી પ્રીત ની રીત
એમાં તો જિંદગી પણ ટૂંકી પડી જાય છે..!!!
બસ આમજ બંને સમય પસાર કરતા હતા ને ક્યારેક પ્રેમ જીતે તો પછી ક્યારેક ઝગડો ને આ સમય માં જયા ના ઘર માં કોઈ પ્રસંગ હોય તો પણ તેને બધું અભિરાજ ને પૂછવું પડતું.પોતાના મન થી કંઈજ ના કરી શકે ને વિચારતી કે શું આજ પ્રેમ છે???જેમાં કોઈ આઝાદી નથી..બીજું બાજુ દિવસે ને દિવસે અભિરાજ ની શરતો એક પછી એક વધતી જતી ને જયા પ્રેમ ના નામે બધું સહન કરે તે આમ સમજતી કે એક દિવસ અભિરાજ સમજી જશે…
પણ ના અભિરાજ ના સમજ્યો ને તેની વાત તો જોવો કે પ્રેમ માં શરત ના હોય બસ પ્રેમજ હોય..જયા બહુજ સમજાવતી..પણ અભિરાજ ની વાતો તેને હવે સમજ માં ના આવતી..જેમકે જયા ને ક્યાંય પણ એકલી જવાનું નહિ….કોઈ સાથે વધારે વાત કરવાની નહિ….રાતે 12 વાગ્યા સુધી internet બંધ કરીને ને તેને call કરવો….કોઈ પણ પ્રસંગ માં અભિરાજ હા પાડે તો જવાનું ને બહુ સુંદર લાગે તેવું તૈયાર પણ થવાનું નહિ….ને એવું ઘણું બધું…..આ બધું સહન કરી એક દિવસ જયા એ અભિરાજ ને મળવા માટે કહ્યું ને તેને બહુજ સમજવાયો પણ અભિરાજ એ કીધું તે કહે તેમજ કરે તોજ નહિ તો નહીં બસ આ સાંભળી ને જયા એ દિલ પર પથ્થર રાખી અભિરાજ સાથે ના સંબંધ નો અંત લાવી દીધો ને દુઃખી મન થી ઘરે આવી ગઈ..