પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ ૨

પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ ૨
આજે અભિરાજે જ્યારે પહેલી વખત જયા ને જોઇ તો તેને લાગ્યું જાણે સ્વર્ગ ની કોઈ અપ્સરા!!!જાણે રૂપ રૂપ નો અંબાર જોય લો.!!!બસ બંને ની મુલાકાત પ્રેમ માં પરિણમી.નવા નવા પ્રેમ માં I LOVE YOU બોલવાનો ને સાંભળવાનો સુખ કાંઈક અલગજ હોય છે.ને બસ જયા ને અભિરાજે એકબીજા ને I LOVE YOU તો કહી દીધું અને બંને આમજ પોતાના સુખી લગ્ન જીવના સપના જોવા લાગ્યા.તેઓ રોજ આખી રાત વાત ફોન માં વાત કરતા,, એકબીજા સાથે ફરવા જતા,,પ્રેમ ની વાતો કરતા,,પોતાનું ઘર સજાવવા ના સપના જોતા,,જયા અભિરાજ માટે જમવાનું લાવતી ને અભિરાજ એવી રીતે જમતો જાણે પહેલી વખત જ આટલું સારું જમવાનું મળ્યું હોય,,,બસ આમજ તેઓ પોતાના પ્રેમ ની શરૂવાત કરી રહ્યા હતા પરંતુ હજુ બંને ના પરિવાર ને આ વાત ની ખબરજ નહતી.બસ એક વખત અચાનક બંને ના પરિવાર ને જાણ થઈ પરંતુ કોઈ ની ફેમિલી માની નહી..કારણ કે બંને ની જાત અલગ હતી..આ બાજુ જયા જ્યારે સિંધી હતી તો અભિરાજ કચ્છી મહેશ્વરી હતો.બસ હજી તો બંને નો પ્રેમ પાંગર્યો હતો ત્યાંજ વિરહ ની આગ માં બંને જલી રહ્યા હતા..
આમજ વિરહ ની પીડા જોય ને અભિરાજ ના પરિવાર ના લોકો માની ગયા પણ જયા ના પરિવાર ના લોકો માન્યા નહિ પણ બંને એ ફેસલો કર્યો કે તે બંને નો પ્રેમ જયા ના પરિવાર ને પણ માનવી લેશે.આમ ફરી થી પહેલી નજર નો પ્રેમ જુનુંન બની ગયો..
આમ ને આમ સમય વીતતો ગયો આ વાત ને 4 વર્ષ થઈ ગયા..પણ હવે જાણે બધું બદલાય ગયું હતું.જયા ના પરિવાર માં રૂપિયા ની જરૂર હતી તો તેને કામ કરવું પડતું પણ આ વાત હવે અભિરાજ ને ગમતી નહિ.તે જયા ને હેરાન કરવા લાગ્યો કે કામ મૂકી દે અને ઘરે બેસે કારણ કે તેની સાથે બીજા છોકરા પણ કામ કરતા તો અભિરાજ ને આમ થતું કે જયા તેને છોડી ના દે બસ આમજ ધીરે ધીરે નાના નાના ઝગડા થવા લાગ્યા હવે તો અભિરાજ ને જયા પર શક પણ થતો ને તે ગુસ્સામાં માં જેમ તેમ બોલતો.અને જયા પ્રેમ સમજી સાંભળી લેતી.
આમજ સમય વીતતો ગયો ને બસ આજે જયા નો જન્મદિવસ હતો અભિરાજ ને આમ હતું કે જયા નો દિવસ યાદગાર બને બસ તેને જયા સાથે મળી ને પોતાની ભૂલ ની માફી માંગી ને જયા નો જન્મદિવસ મનાવ્યો તેને જયા ને ઘણી બધી ગિફ્ટ આપી!!!! તેને જમવા લઈ ગયો આખો દિવસ બંને સાથે રહ્યા અને આ બધી વાત માં જયા ના મમ્મી તેની સાથે હતા બસ.અને આમજ જયા ને આમ થતું હવે અભિરાજ તેની સાથે ઝગડો નહી કરે.તે ખુશ હતી..