પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ ૧

પહેલા નજરનો પ્રેમ કે જુનુંન? – ભાગ ૧
વાચક મિત્રો આ મારી પહેલી રચના છે અને હા આશા રાખું છું કે મારી આ રચના તમને પસંદ પડે ન જો પહેલી રચના માં કઈ ભૂલ હોય તો માફ કરવા વિનંતી કરું છું…..
“તો વાચક મિત્રો આ વાર્તા છે પ્રેમ ની અને જુનુંન ની…તમને જાણી ને નવાઈ લાગશે કે આ તે કેમ બને..તો વાર્તા માં એક હીરો છે અને હા હીરો ની સાથે તેની હીરોઇન પણ હોયજ ને??? સાચું ને મિત્રો??……
“આજે જયા બહુજ ખુશ છે તેનો આજે જોબ નો પહેલો દિવસ છે.તે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઈ છે અને જોબ માટે નીકળે છે તથા રસ્તા માં મંદિર માં પૂજા કરે છે અને તે ઓફિસ આવી.ઓફિસ આવી ને જોવે છે કે ચારેબાજુ માણસો કામ કરે છે અને હવે પોતે પણ અહીજ કામ કરશે તે વિચારતાંજ તે જોવે છે કે તેની જગ્યા પર ઘણી બધી ફાઈલ પડેલી છે અને તે ધીરે ધીરે કામ ચાલુ કરે છે અને એમજ તે થોડા સમયમાં તો ઓફિસ ના કામકાજ શીખી ગઈ અને તેને ત્યાં મિત્રો પણ બનાવી લીધા.
“બસ આમજ થોડો વખત પછી તેને અચાનક એક નંબર પર થી ફોન આવે છે..તે વાત કરે છે.
“જયા:: હેલો..
” અભિરાજ::હેલો હું અભિરાજ બોલું છું.
” જયા: તમને કોનું કામ છે??
” અભિરાજ:મને રમેશ નું કામ છે.
” જયા:ના આ રોંગ નંબર છે..
” અભિરાજ:સોરી…
” બસ આટલી જ વાત થઈ અને….અયા થાય છે આપણી વાર્તા શરૂ…જયા અને અભિરાજ બંને ને એકબીજા નો અવાજ યાદ આવે છે ને બસ આમજ તે જયા ને પાછો ફોન કરે છે ને બસ વાત શરૂ થાય છે ને જ્યાં જયા કામ કરે છે ત્યાંજ બાજુ માં અભિરાજ કામ કરે છે બસ અભિરાજ તેને શોધી લે છે અને રોજ જયા ને ફોન કરે તેને મેસેજ કરે ને અહીં આપણી જયા તેને ગોત્યા જ કરે…
“બસ એક દિવસ જયા ફોન કરી અભિરાજ ને જણાવે છે કે જો આજે તે જયા ને નહી મળે તો જયા ક્યારે પણ તેના ફોન કે મેસેજ નો જવાબ નહીં આપે અને બસ અભિરાજે મળવા ની હા પાડી….
“આજ નો દિવસ બંને માટે ખાસ હતો.બંને ને ખબર હતી કે મન માં જે પ્રેમ નું બીજ રોપાયું છે તે હવે એકબીજા ને જાણી ને બીજ માંથી વૃક્ષ થવા તરસે છે…રવિવાર નો દિવસ હતો સાંજ ના 5 વાગ્યે પાર્ક માં મળવાનું હતું અને જયા વિચારતી હતી કે શું પહેરી ને જાય એમ તો તે ક્યારે એટલું ધ્યાન ન આપતી પણ આજે વાત સાવ અલગ જ હતી ને બસ વિચાર કરતા કરતા તેને બ્લુ અને પિંક કલર નો ડ્રેસ પહેર્યો અને બીજી બાજુ અભિરાજ પણ વિચારતો હતો ન તેને પણ બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી ને તૈયાર થઈ ગયો ને સમય પહેલા પહોંચી ગયો ને વિચારવા લાગ્યો કે તે કેવી હશે ને કેટલી સુંદર હશે???અને જયા એ પાર્ક ના ગેઇટ પાસે આવી ફોન કર્યો અને અભિરાજ આવ્યો બંને એ એકબીજાને પહેલી વખત જોયા…આહહહહ…. શુ દિવસ હતો તે બંને ની આંખો મળી અને એકબીજાને આમજ જોતાજ રહ્યા..