Secret behind LOGOs of Big Companies – શું તમે જાણો છો કે આ લોગો પાછળ શું રહસ્યો છે? – Interesting Talks

Secret behind LOGOs – શું તમે જાણો છો કે આ લોગો પાછળ શું રહસ્યો છે?
ઇન્ટરનેટએ બધાની જ દુનિયા ખુબજ નાની અને ખૂબ જ સરળ બનાવી દીધી છે .ઇન્ટરનેટ એક અલગ જ દુનિયા છે તેમાં ન જાણે કેટલા અને કેટલી જાતની અલગ- અલગ વેબસાઈટ, જાણકારી, ચિત્રો, સમાચાર અને ઘણું બધું છે.
તેમાંથી આજે વાત કરીએ કે LOGO શું છે?
દરેક વ્યક્તિની ઓળખ તેના નામથી હોય છે. તેમજ logo એ કોઈ વેબસાઈટ કે કોઈ પ્રોડક્ટ નું ઓળખાણ પત્ર છે. કોઈપણ વેબસાઈટ કે પ્રોડક્ટ પર સૌથી પહેલા નજર તેના logo પર જાય છે. ઉદાહરણ તરીકે ., આપણે ચાર બંગડી વાળી ગાડી લઈએ તો તમે ઓળખતા જ હશો. હા ચાર બંગડીવાળી ગાડી એટલે કે ઓડી (Audi) ગાડી માટે ચાર બંગડીઓ જેવો એક લોગો બનાવવામાં આવ્યો છે જે તેની ઓળખાણ છે.
શું તમને ખબર છે કે આ લોકો પાછળ નું રહસ્ય શું છે આજે આપણે કેટલાક logoના પાછળનો રહસ્ય જાણીશું.
સૌપ્રથમ આઈસક્રીમ પાર્લર નો લોગો છે Baskin Robbins.
આમાં તમે ધ્યાનથી જોશો તો તમને વચ્ચે 31 અંક દેખાશે. શું તમે વિચાર્યું કે આ અંક શું સૂચવતો હશે?
આ 31 અંક નો મતલબ છે કે, આ આઇસક્રીમ પાર્લરમાં ૩૧ જાતના આઇસ્ક્રીમ છે એક મહિનામાં ૩૦ દિવસ હોય છે એ તો તમે જાણો છો કે આ ૩૧ ફ્લેવર્સ માંથી એક ફ્લેવર તે મહિનાનો ખાસ ફ્લેવર હશે,એમ આ સૂચવે છે. આ લોગો ખુબ જ આકર્ષક અને સુંદર પણ છે. આમ વચ્ચે નું નામ (Burt Baskin, Irv Robbins) બૂરત બસ્કિન, ઇરવ રોબિન્સ એ તેના શોધક છે. – Secret behind LOGOs
આના પછી જોઈએ તો સોની વાયો (VAIO) નો લોગો છે જેના આપણે લેપટોપ પણ જોયા છે અને ઉપયોગ પણ કર્યો છે.
હવે તમે જુઓ છો કે આના બે ભાગ પડે છે ઉપર સોની અને નીચે વાયો. આ વાયો ને તમે ધ્યાનથી જોશો તો તમને બે બીજા ભાગ દેખાશે પહેલો ભાગ એનાલોગ સિગ્નલ જેવો દેખાય છે અને પાછળના બે અંક જેવું દેખાય છે જે બાયનરી નંબર જેવા છે. બાયનરી નંબર માં 10 જેવા દેખાય છે .
તમે જાણતા હશો કે કોઈપણ સિસ્ટમને ચલાવવા માટે આ બંને એનાલોગ સિગ્નલ અને બાયનરી નંબર કેટલા ઉપયોગી હોય છે . તો તમે વિચારી શકો કે આ એનાલોગ સિગ્નલ અને બાયનરી નંબર કેટલો ખાસ છે. – Secret behind LOGOs
આના પછી એમેઝોનનો LOGO જોઈએ, અને આને તો આપણે બધા ઉપયોગ પણ કરીએ છીએ, અને તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાય છે કે એમેઝોનના લોગો માં નીચે એક એરો અથવા એક પીડા રંગ ની લીટી દેખાય છે. જે A થી તે લઈને Z સુધી જાય છે. આનો મતલબ છે કે એમેઝોન આપણને A થી લઈને Z સુધી બધી જ વસ્તુઓ અહીંયા મળી રહેશે, એ પણ ગ્રાહકના સંતોષ સાથે. તે તેના ગ્રાહકો ને સૌથી સારી સર્વિસ આપવાનો પ્રયાશ કરશે.
અને તેની સાથે સાથે તે એક હસવાની નિશાની પણ આપી રહ્યો છે જે બતાવે છે કે એમેઝોનના ગ્રાહકો હંમેશા હસતા રહે. જેમ કે આપણા social media ના emoji માં હોય છે. – Secret behind LOGOs
હવે ટોયોટા જે ગાડીની ખૂબ જ મોટી બ્રાન્ડ છે . આ લોગો થોડો અલગ દેખાય છે અને થોડો અણસમજનો પણ લાગે છે. હવે તમે આ લોગો માં ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આ લોગો માં જ તેની બ્રાન્ડ નામના બધા જ અક્ષરો મુકેલા છે. ટોયોટા T O Y O T A -Secret behind LOGOs
હવે વાત કરીએ યુનિલિવર આપણી રોજ-બ-રોજની જીવનમાં આ બ્રાન્ડ નો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ અને આ લોગો પણ ખૂબ જ સુંદર છે . રોજબરોજના જીવનમાં ખાદ્યતેલ, ટૂથપેસ્ટ , સાબુ જેવી વસ્તુઓ જે આની Products છે તે આ લોગો માં સમાયેલી છે.
આ લોગો માં આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે . જેમકે કબુતર ,lips, સાબુ (Soap).
આ લોગો માં પોતાના બધા જ પ્રોજેક્ટનો સમાવેશ કરેલો છે અને ખાસ વાત એ છે કે આ બધી જ વસ્તુઓ એક નાનકડા “U” માં સમાવેલ છે. – Secret behind LOGOs
Secret behind LOGOs
Join Our Facebook Page
https://www.facebook.com/gujaratinewsusa – On Facebook
Secret behind LOGOs
Visit My Site: http://gujjumarket.com/