Nag anti-tank guided missile :ભારતે પોખરણમાં એવી મિસાઇલનું પરીક્ષણ કર્યું કે શત્રુની ટેન્કના ટુકડે ટુકડા કરી નાખશે.

Nag anti-tank guided missile :
ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે વધુ એક પગલું આગળ ભર્યું છે. ભારતે આજે સવારે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
ભારતે વૉરહેડની સાથે ‘એન્ટિ’ ટેન્ક ગાઇડેડ મિસાઇલ (Nag Anti-Tank Guided Missile)ના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાન (Rajasthan)ના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જ (Pokhran field firing ranges)માં મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
સ્વદેશી હથિયાર-મિસાઇલની શ્રેણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચીન સાથેના સરહદી વિવાદને કારણે ભારત સાવધ છે અને બંને તેવી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે શસ્ત્ર-સરંજામ વધારી રહ્યું છે. ડીઆરડીઓ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં ઓછામાં ઓછી 10 મિસાઇલનું પરિક્ષણ કર્યું છે.
અત્યાર અગાઉ 2017, 2018 અને 2019માં નાગ મિસાઇલના વિવિધ પરીક્ષણો કરાયાં હતાં. આ મિસાઇલ વજનમાં તદ્દન હલકી છે. એ અચૂક નિશાન સર કરે છે અને શત્રુની ટેન્કના ટુકડે ટુકડા કરી નાખશે.
સીમા પર જારી તનાવ વચ્ચે આ મિસાઇલ પરિક્ષણને ઘણું મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. ડીઆરડીઓના પ્રમુખના કહેવા મુજબ સૈન્ય માટે સ્વદેશી મિસાઇલ પરિક્ષણ પર જ ધ્યાન કેન્દ્રીત છે, મિસાઇલ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે.