Healthy Recipes : શિયાળામાં લીલી હળદરનું ગ્રેવીવાળું શાક અને બાજરીનો રોટલો..મજા આવી જાય

Sharing post

healthy recipes- Lili Haldar  Nu Shak

lili hardar

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લિલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે.

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે. દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે, એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56000 જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

lili hardar

તો ચાલો મિત્રો આજે ખૂબ જ લાભકારી એવી લીલી હળદરનું ટેસ્ટી અને હેલ્ધી શાક બનાવતા શીખીએ.

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ગૃહિણીઓના રસોડામાં અવનવી શિયાળાની રસોઈ બનવા લાગી છે. ખાસ કરીને શિયાળામાં આવતી ભાજી અને અવનવા શાક શરી થઈ ચુક્યા છે. ત્યારે આજે આપણે બનાવીશુ શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક. આ શાકને તમે મકાઈ-બાજરીના રોટલા કે પછી કડકડી ભાખરી સાથે  જમવાની ખુબજ મજા આવશે.

લીલી હળદરનું શાક બનાવવા જોશે આ સામગ્રી:

 • 500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ
 • 500 ગ્રામ ટમેટાની અધકચરી ગ્રેવી
 • 500-750 ગ્રામ લીલી હળદર
 • 500-750 ગ્રામ લીલું લસણ
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 500 ગ્રામ ઘી
 • 500 ગ્રામ દહીં
 • 250 ગ્રામ આદું-મરચાની પેસ્ટ
 • 200 ગ્રામ કોથમીર
 • સમારેલ ગોળ
 • મીઠુ, લાલ મરચું

 

lili hardar

lili hardar

લીલી હળદરનું શાક બનાવવાની રીત:

સૌ પ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી (બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.) આ હળદરને ધોઈને પછી સમારવી. સતત હલાવ્યા કરશો તો નીચે કડાઇમાં શાક ચોટશે નહી. પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી. પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું. ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રાખી મરચાની પેસ્ટ ઉમેરવી. પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.

છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદર. આ શાકને શિયાળામાં ઘીથી લથબથ હોવાથી ખુબજ ફાયદાકારક છે.

લીલી હળદરના ફાયદા :

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

 

Join Our Facebook Page
https://www.facebook.com/gujjupdate

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *