Reduce Belly Fat : શુ તને વઘતી જતી પેટની ચરબીથી પરેશાન છો? આ 6 કસરત કરવાથી પેટની ચરબી ઘટાડી શકાય છે.

Reduce Belly Fat
પાણીમાં જીરુ નાખી ઉકાળીને સેવન કરવું.
જો તમે તમારું શરીર ખડતલ રાખવા માગો છો. તો રોજ રાતે તપેલીમાં પાણી અને જીરુ નાખીને મુકી રાખો. અને તેજ પાણીને તમે સવારે ઉકાળો. ત્યારબાદ તે પાણીને ગાળો જેથી જીરુ તે પાણીથી અલગ થઈ જશે. અને ત્યાર બાદ તમે તે પાણીને પીઓ. આવું કરવાથી આખા દિવસ તમારા શરીરમાં સ્ફુર્તી રહેશે. અને જો તમે તામારુ વજન ઓછું કરવા માગો છો. તો ઝડપથી તમારું વજન ઓછું થશે. મહત્વનું છે કે તમારી ઉકાળેલું જીરાનું પાણી સવારે ખાલી પેટેજ પીવું પડશે.
બ્લેક કોફી પીવાથી ચરબી ઓછી કરી શકાય.
શરીરની ચરબીને ઓછી કરવા માટે જો તમને કસરત કરવાનો સમય પણ નથી મળતો. તો તમારા માટે એક સરળ ઉપાય છે. જેમા તમારે ચા છોડી દેવી પડશે. અને માત્ર બ્લેક કોફી પીવી પડશે. બ્લેક કોફી પીવાથી તમે તમારા શરીરમાં રહેલી ચરબીને ઓછી કરી શકશો. બ્લેક કોફી બનાવા માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નહી પડે. તમારે પાણીમાં કોફી નાખીને ઉકાળવી પડશે. જેમા તમારે દૂધ અને ખાંડને ન ભેળવશો. અને પછી તે બ્લેક કોફીને તમે ગટગટાવી જજો. શરૂઆતના દિવસોમાં તમને બ્લેક કોફી નહી ફાવે. પરંતુ ધીમેધીમે તમને આદત પડી જશે.
મરી,તજ અને મધનું સેવન
વજન ઉતારવા માટે તેમજ શરીરને મજબૂત રાખવા માટે તમે તજ, મરી અને મધની પેસ્ટ બનાવો. અને ગરમ પાણીમાં તેને ભેળવીને પીઓ. આવું કરવાથી તમારુ વજન તમે ઘટાડી શકશો. સાથેજ જો તમે કબજીયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છો. તો તેનાથી પણ તમને રાહત મળશે.
સુકી દ્રાક્ષ
સુકી દ્વાક્ષને પાણીમાં રાખીને તે પાણી તમે પીઓ. જેના કારણે તમારા શરીરમાં લોહી પણ સાફ રહેશે. જો તમને કબજીયાતની સમસ્યા છે. તો ઘરેલું ઉપચાર કરવાથી ચાર દિવસમાં તમારું પેટ સાફ થઈ જશે. અને પેટના ભાગે ચરબી પણ ઓછી થશે. મહત્વનું છે રાત્રે તમારે સુકી દ્રાક્ષને પાણીમાં પલાળવી પડશે. અને સવારે તમારે તે પાણી પીવું પડશે.
ગ્રીન ટીનું સેવન
જો તમે ગ્રીન ટી પીવી ગમે છે. તો આજે જ તમારે ઘરે ગ્રીન ટીનો સ્ટોક મંગાવી લો. કારણકે ગ્રીન ટીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા તમારું વજન થોડાક જ દિવસોમાં ઓછું થશે . સાથેજ તમારું પેટ પણ ગ્રીન ટીને કારણે સાફ રહેશે.
સૂતા સમયે બોડી રિલેક્સ થઇ જાય છે અને થાકથી બોડી પર સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે. સારી ઉંઘ માટે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. એવામાં ગ્રીન ટી ફાયદારૂપ સાબિત થાય છે. સારી ઉંઘ આવવાની સાથે સાથે તેમાં રહેલી એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ પણ બૉડીને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ મળે છે.
સીડીઓ ચઢ ઉતર કરો અને ચાલવાનું રાખો
ઘરેલું ઉપચારની સાથે સાથે કુદરતી ક્રિયાઓ પણ તમારા શરીર માટે ખુબજ જરૂરી છે. જેમકે તમારે ખોરાક લીધા બાદ ચાલવું પડશે. અને બને ત્યાંં સુધી કોઈ પણ જગ્યાએ લીફ્ટનો ઉપયોગ કર્યા વગર સીડીઓ ઉતર ચઢ કરો. આવું કરવાથી 21 દિવસમાં તમને તમારા શરીરમાં ફરક અનુભવશો. અને તમારું વજન તમારે જાતે કેવી રીતે ઓછું કરવું તેના વિશે પણ તમને ખ્યાલ આવી જશે.
સર્વેનું માનીએ તો તમે દરરોજ માત્ર એક માળ જેટલી સીડી ચઢી-ઉતરી તમારા ઘરે કે ઓફિસ પહોંચો છો જે ટ્રેડમીલ પર ચાલવા બરાબર થઈ જાય છે. ત્યા જ જો તમે દિવસમાં 2-3 વાર સીડી ચઢ-ઉતર કરશો તો તમારે ત્યારબાદ જીમમાં જવાની જરૂર નહીં પડે.