Muniba mazari: પાકિસ્તાનની લોખંડી સ્ત્રી – 1 of The Best inspirational Story of Iron Woman of Pakistan

Muniba Mazari :
Muniba Mazari :
જે પાકિસ્તાની “લોખંડી સ્ત્રી” તરીકે ઓળખાય છે ,મુનીબા મઝારી એક પાકિસ્તાની મોટી આર્ટિસ્ટ (કલાકાર), મોટીવેશનલ સ્પીકર, સ્ટોરી ટેલર, સિંગર ,પાકિસ્તાન ની એક માત્ર વિલચૈર મોડલ પણ છે. અને એક માતા પણ છે .તેમની આ કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે.

Muniba mazari
મુનીબા મઝારી નો જન્મ પાકિસ્તાનના એક રૂઢિચુસ્ત પરિવારમાં થયો હતો તેથી તેમના વિવાહ અઢાર વર્ષની ઉંમરે થઇ ગયા હતા. વિવાહને લીધે મુનીબા નું શિક્ષણ અધૂરું રહી ગયું હતું,
પરંતુ લગ્નના બે વર્ષ પછી તેમની સાથે ખૂબ જ ભયંકર અકસ્માત થયો. તે તેમના પતિ સાથે ગાડીમાં બહાર જઈ રહ્યા હતા અને ગાડી ચલાવતા ચલાવતા જ તેમના પતિ સુઈ ગયા. ગાડી એક ખાઈ પાસે પહોંચી અને અચાનક જ તેમના પતિની આંખો ખૂલી ગઈ અને તેમણે સામે ખાઈ જોઈ ને તરત જ ગાડીમાંથી ભૂસકો માર્યો, પરંતુ મુનીબા ગાડીમાં જ રહી ગયા અને ગાડી ખાઈમાં પડી ગઈ. મુનીબા ને ખુબ જ ઘાવ વાગ્યા .
તેમને એહસાસ થયો કે તેનું અડધું શરીર ફેક્ચર થઈ ચૂક્યું છે અને અડધું લખવા થી પીડિત છે. તેમના હાથ – ખભે બધે જ ખૂબ જ ઘા વાગ્યા હતા તેમની પીડા અસહ્ય હતી. કેટલાક લોકોએ તેમને જોઈને દવાખાન પહોંચાડ્યા અને તેમની સારવાર કરાઈ. મુનીબા ને ભાન આવતા જણાવ્યું કે તે હવે ક્યારે ચાલી નહિ શકે અને તેમના હાથમાં પણ મોટું ફેક્ચર હતું તેમની કરોડરજ્જુ નો નીચેનો ભાગ કચડાઈ ગયો હતો તે ક્યારેય પણ કલાકૃતિ પણ નહીં બનાવી શકે તેવું ડોક્ટરે તેમને જણાવ્યું.
આ જાણીને મુનીબા ખૂબ જ હતાશ થઈ ગયા પરંતુ તેમણે પોતાની જાતને સંભાળ્યા સમજાવ્યા . અને થોડા દિવસ પછી ડોક્ટરે તેમને જણાવ્યું કે તે કોઈ દિવસ “માં” નહીં બની શકે.
આ જાણીને મુનીબાની જીવવાની ઈચ્છા પણ ખતમ થઈ ગઈ . તેમણે તેમના ભાઈ પાસે કેનવાસ અને થોડાક રંગો માંગ્યા અને તેમને હોસ્પિટલના પલંગ પર પોતાની મનની દશા બતાવતા એક ખુબ જ સુંદર ચિત્ર બનાવ્યું .આ ચિત્રમાં તેમનું દુઃખ વ્યક્ત થતું હતું. આ ચિત્રને લોકોએ એક્ઝિબિશનમાં પણ મૂક્યું અને ઘણા લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યું.
દવાખાનામાં અઢી મહિના વિતાવ્યા બાદ મુનીબા ખુબજ કંટાળી ગયા હતા પછી તેમણે એક કાગળ અને પેન લીધી અને પોતાના બધા ભય તેમાં લખ્યા પછી તેમણે નિશ્ચય કર્યો કે તે દરેક ઘરમાંથી બહાર આવશે. તેમનો સૌથી મોટો ભાઈ હતો છૂટાછેડા.
મુનીબા તેના વિશે ખૂબ જ વિચાર્યું પછી તેમણે જાણ્યું કે આ ખૂબ જ નાની વાત છે આ માત્ર મારો ભય છે અને તે લિસ્ટમાંથી દરેક ભય સામે લડીને તેમાંથી બહાર આવ્યા.
તેમણે વિચાર્યું કે શું થયું જો હું માં નથી બની શકતી દુનિયામાં ઘણા બાળકો છે જેમને માતા ની જરૂર છે અને તેમણે એક પુત્ર દત્તક લીધો અને બંને સાથે રહેવા લાગ્યા .મુનીબા પોતાના પુત્રથી પણ ઘણું બધું શીખ્યા છે તે દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે. તે પુત્ર નું નામ નીલ છે .

Muniba Mazari